૪૦૧. ૐ શ્રી નિષ્કપટાય નમઃ :- કપટરહિત હોય તેની સાથે જ પ્રીતિવાળા.
૪૦૨. ૐ શ્રી સદ્દેશકાલાદિગુણજ્ઞાપકાય નમઃ :- શુભ, દેશ, કાળ, સંગ આદિકના ગુણોનું વિવેચન કરનારા.
૪૦૩. ૐ શ્રી સત્પ્રંશસકાય નમઃ :- સત્પુરૂષોની પ્રશંસા કરનારા.
૪૦૪. ૐ શ્રી સ્વધર્મશિથિલાપ્રીતયે નમઃ :- સ્વધર્મ પાળવામાં આળસુ પ્રત્યે જરા પણ સ્નેહ નહિ રાખનારા.
૪૦૫. ૐ શ્રી ભક્તક્લ્પમહીરુહાય નમઃ :- કલ્પવૃક્ષ ઇચ્છિત ફળ આપે છે. તેમ સર્વથા પોતાના આશ્રિત ભક્તજનોની સર્વ ઉચ્છાઓ પૂરી કરનારા. પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન.
૪૦૬. ૐ શ્રી ધર્મહીનજ્ઞાનભક્તિદોષભૂયસ્ત્વબોધકાય નમઃ :- સ્વધર્મરહિત જ્ઞાન અને ભક્તિ બન્ને અતિ દોષયુક્ત છે તેવો ઉપદેશ આપનારા.
૪૦૭. ૐ શ્રી સ્વધર્મહીનપુરુષત્યાગિને નમઃ :- સ્વધર્મરહિત વ્યક્તિનો ત્યાગ કરનારા.
૪૦૮. ૐ શ્રી સત્યપ્રતિશ્રુતાય નમઃ :- જે વચન પોતે બોલ્યા હોય તેને આચરણમાં મૂકીને સત્ય કરનારા.
૪૦૯. ૐ શ્રી બહ્વન્નસત્રાય નમઃ :- ઘણાં ગામોમાં સદાવ્રતો ચાલુ કરીને અન્નર્થીને અન્નદાનથી સંતોષ પમાડનારા.
૪૧૦. ૐ શ્રી વિષ્ણવાદિપંચાયતમાનનાય નમઃ :- વિષ્ણુ, શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્ય-આ પાંચ વૈદિક દેવોને પૂજનીય માનીને તેમની મૂર્તિઓનું સ્થાપન કરનારા અને સંપ્રદાયમાં તેમની સેવાપૂજા પ્રવર્તાવનારા.
૪૧૧. ૐ શ્રી વિપ્રાપરાધસહનાય નમઃ :- બ્રાહ્મણના અપરાધને સહન કરનારા. બ્રાહ્મણો ઉપર ક્યારેય ક્રોધ નહિ કરનારા.
૪૧૨. ૐ શ્રી સત્યસંકલ્પાય નમઃ :- પોતે જે સંકલ્પ કર્યા હોય તેને સફળ કરીને જ જંપનારા, ધારેલું કામ સર્વથા પાર પાડનારા.
૪૧૩. ૐ શ્રી આશુદાય નમઃ :- તત્કાળ આપી દેનારા.
૪૧૪. ૐ શ્રી સાન્વયાધર્મમૂલઘ્નાય નમઃ :- વંશ સહિત અધર્મના મૂળનો નાશ કરનારા.
૪૧૫. ૐ શ્રી યજ્ઞકૃતે નમઃ :- યજ્ઞ કરનારા.
૪૧૬. ૐ શ્રી બ્રાહ્મણપ્રિયાય નમઃ :- બ્રાહ્મણોને વિષે અત્યંત પ્રીતિવાળા, બ્રાહ્મણોને અત્યંત પ્રિય.
૪૧૭. ૐ શ્રી વિષ્ણુસ્વરુપાવિષ્કારાય નમઃ :- વિષ્ણુ ભગવાનના દિવ્ય સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરાવનારા.
૪૧૮. ૐ શ્રી નિર્માયાય નમઃ :- માયારહિત.
૪૧૯. ૐ શ્રી સર્વદર્શનાય નમઃ :- સર્વનો ભાવ જાણનારા.
૪૨૦. ૐ શ્રી જનસાહસ્રયુગપત્સમાધિસ્થિતિકારકાય નમઃ :- હજારો માણસોના સમુદાયને એકીસાથે સમાધિ કરાવનારા. પોતાનાં દર્શન કરનારા.
૪૨૧. ૐ શ્રી સ્વેક્ષાયાતનરસ્રયોઘાન્યોન્યાસંમર્દસદ્યશસે નમઃ :- પોતાનાં દર્શન કરવા આવેલા અસંખ્ય પુરૂષોનો સમુદાય તથા અસંખ્ય સ્ત્રીઓનો સમુદાય તેઓ પરસ્પર એકબીજાને અડકે નહિ, એટલે કે મોટી માનવમેદની હોવા છતાં સ્ત્રીઓ પુરૂષોને અડકે નહિ અને પુરૂષો સ્ત્રીઓને અડકે નહિ એવી અભૂતપૂર્વ અલૌકિક દર્શનવ્યવસ્થા કરવાથી સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારા.
૪૨૨. ૐ શ્રી વિપ્રભોજનસંહૃષ્ટાય નમઃ :- બ્રાહ્મણોને જમાડીને અત્યંત ખુશ થયેલા.
૪૨૩. ૐ શ્રી વિપ્રાત્પમને નમઃ :- બ્રાહ્મણોને પોતાના આત્મા તુલ્ય માનનારા.
૪૨૪. ૐ શ્રી વિપ્રપૂજિતાય નમઃ :- બ્રાહ્મણોએ ઇશ્વર માનીને પૂજેલા.
૪૨૫. ૐ શ્રી વેદૈકવૈદ્યાય નમઃ :- વેદધ્યયન વડે જાણવાલાયક એક પરબ્રહ્મતત્ત્વસ્વરૂપ.
૪૨૬. ૐ શ્રી દિવ્યાંગાય નમઃ :- અપ્રાકૃત દિવ્ય અવયવોવાળા.
૪૨૭. ૐ શ્રી મેઘજિદ્દર્પભંજનાય નમઃ :- રામાનંદસ્વામીની કૃપાથી સમાધિસિદ્ધિ પ્રાપ્ત કરનારા અને તે સિદ્ધિથી ગર્વિષ્ઠ બનેલ માંગરોળનિવાસી વણિક મેઘજી કંદોઇનો ગર્વ ટાળનારા.
૪૨૮. ૐ શ્રી સર્વયોગકલોદ્ભાસિને નમઃ :- સર્વ યોગકળાને પ્રકાશમાં લાવનારા.
૪૨૯. ૐ શ્રી સ્વતંત્રાય નમઃ :- સ્વતંત્ર રીતે સર્વ ક્રિયા કરનારા.
૪૩૦. ૐ શ્રી સર્વવેદે નમઃ :- સર્વ વેત્તા.
૪૩૧. ૐ શ્રી વશિને નમઃ :- બધાને પોતાને આધીન રાખનારા.
૪૩૨. ૐ શ્રી કૃષ્ણાત્મને નમઃ :- કૃષ્ણસ્વરૂપે દર્શન દેનારા.
૪૩૩. ૐ શ્રી આકૃષ્ટહૃદયાય નમઃ :- દિવ્ય સ્વરૂપનાં દર્શન આપીને તે સ્વરૂપનાં દર્શન કરનારાના મનને તે સ્વરૂપમાં તલ્લીન કરી દેનારા.
૪૩૪. ૐ શ્રી દેશિકાય નમઃ :- ઉપદૃેષ્ટા - ગુરુ.
૪૩૫. ૐ શ્રી દિવ્યદર્શનાય નમઃ :- દિવ્ય દર્શન આપનારા.
૪૩૬. ૐ શ્રી ગોલોકરમણાય નમઃ :- ગોલોક ધામમાં રહેલા અખંડ રાસરમણના દિવ્ય સ્વરૂપનું પોતાના ભક્તોને સમાધિ દ્વારા દર્શન કરાવનારા.
૪૩૭. ૐ શ્રી બ્રહ્મક્રીડાય નમઃ :- સમાધિ દ્વારા કેટલાક ભક્તોને બ્રહ્મધામમાં મુક્તોની સાથે વિહાર કરનારા પોતાના દિવ્યસ્વરૂપનું દર્શન કરાવનારા.
૪૩૮. ૐ શ્રી વૈકુંઠનાયકાય નમઃ :- કેટલાક ભક્તોને સમાધિ દ્વારા પોતાના વૈકુંઠધામમાં લઇ જઇને પોતાના ધામનાં તથા તે ધામમાં રહેલા પોતાના દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવનારા.
૪૩૯. ૐ શ્રી અનેકમૂર્તયે નમઃ :- કેટલાક ભક્તોને સમાધિમાં એક જ ધામમાં પોતાનાં અનેક દિવ્ય સ્વરૂપોનું દર્શન કરાવનાર.
૪૪૦. ૐ શ્રી અંડસ્થાય નમઃ :- આ બ્રહ્માંડમાં રહેલ નરનારાયણ, વાસુદેવ વગેરે પોતાનાં દિવ્યસ્વરૂપોનું કેટલાક ભક્તોને સમાધિમાં દર્શન કરાવનારા.
૪૪૧. ૐ શ્રી બહિઃસ્થાય નમઃ :- કેટલાક ભક્તોને સમાધિ દ્વારા બ્રહ્માંડની બહાર રહેલા અને બ્રહ્માંડની ઉત્પત્તિના કારણભૂત વૈરાજપુરૂષ. ભૃમાપુરૂષ વગેરેનાં દિવ્ય સ્થાનોનું દર્શન કરાવનારા.
૪૪૨. ૐ શ્રી યોગશિક્ષકાય નમઃ :- પોતાના ભક્તોને અષ્ટાંગયોગની સંપૂર્ણ ક્રિયાઓ શીખવનારા. એકજ વાર યોગક્રિયાનું શિક્ષણ આપી સ્વકૃપાથી જ તને સમાધિસિદ્ધિ પ્રાપ્ત કરાવનારા.
૪૪૩. ૐ શ્રી પુરઃસરાય નમઃ :- આગળ ચાલનારા, ઉતાવળી ગતિવાળા.
૪૪૪. ૐ શ્રી મનોવેગાય નમઃ :- મનની ગતિ ચંચળ છે. તેવી જ ઉતાવળી ગતિથી ચાલનારા.
૪૪૫. ૐ શ્રી સ્વનેત્રે નમઃ :- ભક્તોએ ઇચ્છિત બ્રહ્મપુર વગેરે ધામોમાં પડોંચાડનારા.
૪૪૬. ૐ શ્રી દર્શિતામરાય નમઃ :- દેવતાઓનાં દર્શન કરાવનારા.
૪૪૭. ૐ શ્રી વિષ્ણુયાગસમારંભાય નમઃ :- વિષ્ણુયાગનો આરંભ કરનારા.
૪૪૮. ૐ શ્રી ષણ્માસાશિતવાડવાય નમઃ :- છ મહિના સુધી બ્રાહ્મણોને જમાડનારા.
૪૪૯. ૐ શ્રી નાનાદેશગતયે નમઃ :- જાુદા જાુદા પ્રદેશોમાં જવાની ઇચ્છાવાળા.
૪૫૦. ૐ શ્રી નાનાયજ્ઞકૃતયે નમઃ :- અનેક પ્રકારના યજ્ઞ કરનારા.
૪૫૧. ૐ શ્રી ભૂરિદક્ષિણાય નમઃ :- યજ્ઞમાં વિવિધ વિપુલ દક્ષિણાઓ આપનારા.
૪૫૨. ૐ શ્રી સદ્યઃસમાધયે નમઃ :- ભક્તોને તથા અન્યજનોને પોતાના કૃપાદૃષ્ટિથી તત્કાળ સમાધિ કરાવનાર.
૪૫૩. ૐ શ્રી સર્વાત્મને નમઃ :- સર્વ ભક્તોને આત્માની સમાન અતિશય પ્રિય, સર્વેના ધારક, પોષક અને નિયંતા.
૪૫૪. ૐ શ્રી નિરીશમતખંડનાય નમઃ :- જગત્સર્જન, કર્મફળપ્રદાતા પરમાત્માને નહિ માનનારા એવા અવૈદિક સિદ્ધાંતોનું ખંડન કરનારા.
૪૫૫. ૐ શ્રી મકારપંચકોચ્છેત્રે નમઃ :- પંચમકારનું ખંડન કરનારા.
૪૫૬. ૐ શ્રી ધર્મસર્ગપ્રપોષકાય નમઃ :- ધર્મસર્ગનું અતિશ્યપોષણ કરનારા.
૪૫૭. ૐ શ્રી પાપિકૃતાન્તાય નમઃ :- કેટલાક પાપી જીવોને સમાધિ દ્વારા યમદૂતો દેખાડનારા.
૪૫૮. ૐ શ્રી પરમાય નમઃ :- સર્વોત્કૃષ્ટ, સર્વત્ર વિજયથી મેળવનારા.
૪૫૯. ૐ શ્રી પુણ્યકીર્તયે નમઃ :- પુણ્યકારક કીર્તિવાળા.
૪૬૦. ૐ શ્રી પૃથુશ્રવસે નમઃ :- સર્વત્ર વ્યાપક કીર્તિવાળા.
૪૬૧. ૐ શ્રી કૃશોદ્ધવાધ્વસંપોષ્ટ્રે નમઃ :- ક્ષીણ થયેલ ઉદ્ધવ સંપ્રદાયનું પોષણ કરનારા.
૪૬૨. ૐ શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ :- પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોનું પ્રવર્તન કરનારા.
૪૬૩. ૐ શ્રી દૈત્યાંશગુરુખદ્યોતભાસ્કરાય નમઃ :- દૈત્યાંશ ગુરુઓરૂપી પતંગિયાઓને નિસ્તેજ કરવામાં સૂર્યસમાન સમર્થ.
૪૬૪. ૐ શ્રી ધર્મધારકાય નમઃ :- ધર્મને ધારણ કરનારા.
૪૬૫. ૐ શ્રી લોભાદિદોષગદિત્રે નમઃ :- લોભ આદિ પાંચ દોષોનાં સ્વરૂપોનું વર્ણન કરનારા.
૪૬૬. ૐ શ્રી તામસવ્રતવર્જનાય નમઃ :- તમોગુણપ્રધાન દેવોનાં વ્રતોનો ત્યાગ કરાવનારા.
૪૬૭. ૐ શ્રી સુવ્રતાય નમઃ :- સારાં વ્રતો રાખનારા.
૪૬૮. ૐ શ્રી સિદ્ધિદાય નમઃ :- સિદ્ધિ આપનારા. (આજ્ઞા પ્રમાણે વ્રતલાવન કરનારાને તે વ્રતની સિદ્ધિ આપનારા.)
૪૬૯. ૐ શ્રી સિદ્ધાય નમઃ :- અષ્ટસિદ્ધિઓ, સમગ્ર ઐશ્વર્યો જેને સ્વાધીન હોય તેવા સિદ્ધ, (૨) વ્રતધર્મનું પાલન કરનારને તેની સિદ્ધિ આપે છે માટે સિદ્ધિ. (૩) ધર્મ અને વ્રતો વગેરેનાં કહેનારા પોતે જ છે તથા તેના ફળપ્રદાતા પણ પોતે જ છે માટે સિદ્ધ (૪) શરણાગત ભક્તોને પોતે સ્વરૂપથી જ સિદ્ધ છે, પણ તપશ્ચર્યાદિ સાધનોથી સિદ્ધ કરી શકાય તેવા નહિ, સ્વયંસિદ્ધ.
૪૭૦. ૐ શ્રી સિદ્ધેશાય નમઃ : સિદ્ધોના નિયંતા, સિદ્ધેશ્વર.
૪૭૧. ૐ શ્રી સિદ્ધિપાય નમઃ :- સિદ્ધિઓનું પાલન કરનારા.
૪૭૨. ૐ શ્રી અચ્યુતાય નમઃ :- અખંડ સ્વરૂપવાળા.
૪૭૩. ૐ શ્રી કૌલાધ્વશાપદાય નમઃ :- શાક્તીય વામમાર્ગને શાપ આપનારા.
૪૭૪. ૐ શ્રી પ્રોક્તાસુરલક્ષ્મણે નમઃ :- અસુરો કોને કહેવાય તેની સ્પષ્ટતા કરનારા.
૪૭૫. ૐ શ્રી અસુરાતિગાય નમઃ :- અસુરોથી અપરાજિત, અસુરો જેને ઓળખી શક્તા નથી.
૪૭૬. ૐ શ્રી ભુજંગનગરાનંદાય નમઃ :- કચ્છ - ભુજના નિવાસી ભક્તોને દર્શન, પૂજન, ઉપદેશ વગેરે સ્વસંબંધીથી સુખ આપનારા.
૪૭૭. ૐ શ્રી નિજભક્તસ્તુતાય નમઃ :- પોતાના ભક્ત વડે સ્તુતિ કરાયેલા.
૪૭૮. ૐ શ્રી મહતે નમઃ :- કચ્છ-ભુજના નાગરિકોએ મહાપુરૂષ તરીકે જેમને બિરદાવ્યા છે તેવા. કચ્છમાં સર્વત્ર મહાપુરૂષ તરીકે ખ્યાતિ પામેલા.
૪૭૯. ૐ શ્રી અહિંસાસ્થાપકાય નમઃ :- યજ્ઞમાં પણ હિંસા કરવી જ નહિ તેવા સિદ્ધાંતનું શાસ્ત્રીય પ્રમાણવાક્યોથી પ્રતિપાદન કરીને સનાતન સુદ્ધ ધર્મનું રાજસભામા સ્થાપન કરનાર.
૪૮૦. ૐ શ્રી ભૂરિનિજૈશ્વર્યપ્રદર્શકાય નમઃ :- પોતાનું અપાર ઐશ્વર્ય બતાવનારા.
૪૮૧. ૐ શ્રી દૂરદેશસ્થઆત્મભક્તદત્તસાક્ષાત્સ્વદર્શનાય નમઃ :- દૂર દેશમાં રહેલા પોતાના ભક્તોને પોતાનું સાક્ષાત્ - પ્રત્યક્ષ દર્શન આપનારા.
૪૮૨. ૐ શ્રી સચ્છાસ્ત્રોદિતસત્કીર્તયે નમઃ :- સત્ શાસ્ત્રોમાં પ્રત્યક્ષ ભગવાનના સત્ યશનું વર્ણન કરેલ છે.
૪૮૩. ૐ શ્રી આત્યંતિકગતિપ્રદાય નમઃ :- આત્યંતિક ગતિ મોક્ષ આપનાર.
૪૮૪. ૐ શ્રી પરાલ્પરોષકારાતિસ્મરણાય નમઃ :- બીજાએ થોડો જ ઉપકાર કર્યો હોય છતાં પણ તેને વારંવાર સંભારનારા.
૪૮૫. ૐ શ્રી સર્વભાવવિદે નમઃ :- પોતાના સંપર્કમાં આવનારા ભક્ત-અભક્ત સર્વ કોઇના હૃદયના ભાવને યથાર્થ જાણનારા.
૪૮૬. ૐ શ્રી પરાપકારસાહગ્રવિસ્મૃતયે નમઃ :- બીજાના હજારો અપરાધોને ભૂલી જનારા.
૪૮૭. ૐ શ્રી કોમલાન્તરાય નમઃ :- મૃદુ અંતઃકરણવાળા.
૪૮૮. ૐ શ્રી પાષંડરક્ષિતાત્મીયાય નમઃ :- પાખંડ ધર્મોથી પોતાના ભક્તોની રક્ષા કરનારા.
૪૮૯. ૐ શ્રી દૈત્યમોહનચેષ્ટિતાય નમઃ :- દૈત્યોને મોહ થાય તેવી ક્રિયા કરનારા.
૪૯૦. ૐ શ્રી અખંડિતાર્ષમર્યાદાય નમઃ :- ઋષિઓએ નક્કી કરેલ ધર્મનિયમોની મર્યાદાઓનો જરા પણ ભંગ ન થાય તે રીતે જીવન જીવનારા.
૪૯૧. ૐ શ્રી પરગુહ્યાપ્રકાશકાય નમઃ :- કોઇની ખાનગી વાત જાહેરમાં કદી નહિ કહેનારા.
૪૯૨. ૐ શ્રી પાત્રાર્પિતબહુદ્રવ્ય્યાય નમઃ :- સત્પાત્ર વિપ્રોને ઘણું દ્રવ્ય આપનારા.
૪૯૩. ૐ શ્રી યથાયુક્તોપદેશકાય નમઃ :- વ્યક્તિની યોગ્યતા અનુસાર તેને ઉપદેશ આપનારા.
૪૯૪. ૐ શ્રી અવિગ્રહપ્રિયાય નમઃ :- ક્યારેય પણ કલેશ નહિ કરનાર પ્રત્યે જ સ્નેહ રાખનારા. કોઇની સાથે ક્યારેય પણ કલેશ ન જ કરવો તેવી રુચિવાળા.
૪૯૫. ૐ શ્રી વાણીદંડપારુષ્યવર્જિતાય નમઃ :- અપશબ્દો બોલવા, ગાળો ભાંડવી, હૃદયભેદક વાક્યો બોલવાં વગેરે વાણીની કઠોરતા, આવા વાણી, દોષથી રહિત છે. વાણીદંડ અને વાણીપારૂષ્ય આ બે દોષરહિત.
૪૯૬. ૐ શ્રી બ્રહ્મણ્યદેવાય નમઃ :- બ્રાહ્મણોને દેવની માફક પૂજનારા.
૪૯૭. ૐ શ્રી દેવેજ્યાય નમઃ :- બ્રહ્માદિ દેવોને પૂજ્ય.
૪૯૮. ૐ શ્રી દશરૂપપ્રદર્શકાય નમઃ :- સમાધિમાં ભક્તોને દશસ્વરૂપોનાં દર્શન કરાવનારા.
૪૯૯. ૐ શ્રી અકુંઠિતવચસે નમઃ :- સભામાં ધર્મોપદેશ સંબંધી એકધારું પ્રવચન કરનારા.
૫૦૦. ૐ શ્રી દેશાચારજ્ઞાય નમઃ :- દરેક પ્રદેશના આચારને જાણનારા.