ધર્મકુંવર ઘનશ્યામ સુંદરકું, દિન દિન થાર જીમાવે રે (૪)?

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:29pm

રાગ : ભૈરવ :

પદ-૧

ધર્મકુંવર ઘનશ્યામ સુંદરકું, દિન દિન થાર જીમાવે રે... ધર્મ૦

ગામ જૈતલપુર સુંદર ભૂમિ, ગંગાબાઈ રહાવે રે;

ભાત દાલ અરુ સુંદર વ્યંજન, અસ કોઉં નાંહિ બનાવે રે... ધર્મ૦ ૧

કંચન ઝારી પવિત્ર હે વારિ, હરિકે કર ધોવરાવે રે;

અવધપ્રસાદ નીરખે હરિ જીમતા, આનંદ ઉર બહુ પાવે રે... ધર્મ૦ ૨

 

પદ-૨

હરિકૃશ્ન મહારાજ સદાઈ, જૈતલપુર કે વાસી રે... હરિકૃષ્ણ૦

નિત નિત સરમેં ના’ત હરિવર, કરત લીલા અવિનાશી રે;

લાડુ ખાંડ કે બ્રહ્મભોજ કરી, ટારી જન જમ ફાંસી રે...હરિકૃષ્ણ૦ ૧

હરિ કે હરિજન આશજી સુંદર, પ્રભુકે પાસ નિવાસી રે;

અવધપ્રસાદ માગે હરિ પાસે, અંતર રહો સુખરાશિ રે...હરિકૃષ્ણ૦ ૨

 

પદ-૩

જૈતલપુર બલદેવ રેવતી, હરિકે પાસ રહાઈ રે... જૈતલપુર૦

અનેક જીવ ઉધારનકું, સંત મુક્ત સંગ લાઈ રે;

જૈતલપુરકી ભૂમિ હૈ સારી, શ્રીહરિ મન અતિ ભાઈ રે...જૈતલપુર૦ ૧

શિરપર મુગટ બૈઠે હિંડોળે, સંત ભોર ભઈ આઈ રે;

કરી પૂજા આનંદ સ્વામી બહુ, અવધપ્રસાદ શિરનાઈ રે. જૈતલપુર૦ ૨

 

પદ-૪

સહજાનંદ મહારાજ જૈતલપુર, કોટીક જીવ ઉધારે રે... સહજાનંદ૦

શિવ બ્રહ્મા અરુ ઇન્દ્રાદિ સબ, આયકે ઉરમેં ધારે રે;

શ્રી ઘનશ્યામ કે ચરિત્ર દેખકે, મગન હોત મતવારે રે... સહજાનંદ૦ ૧

જૈતલપુર તડાગ ભૂમિ સબ, બ્રહ્મરૂપ કરી ડારે રે;

અવધપ્રસાદ કહે સ્નાન વાસ કરી, જન હરિ ધામ સિધારે રે...સહજાનંદ૦ ૨

Facebook Comments