અયોધ્યા

Submitted by JGPatel on Sat, 25/07/2009 - 11:28am

 

શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા અયોધ્યામાં હાલ રેલ્વે સ્ટેશન છે ત્યાં પાસે રાયગંજ વિસ્તાર કહેવાય છે ત્યાં રહેતા હતા. હાલ તે સ્થાન ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પધારી જે જે સ્થાનકે દર્શન કરવા જતાં તેનું વર્ણન કરતાં ભક્તચિંતામણીના પ્રકરણ -૨૧  માં શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે—
 

 

જાય સર્જુમાં નાવા એકલા રે, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં વે’લા રે.  -૯-
આવે નાહીને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે.  -૧૦-
રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદિક્ષણા તેને પ્રીતે રે,
જ્મસ્થાન ને લછમન ઘાટ રે, રામઘાટે જાય વર્ણિરાજ રે. -૧૨-
બ્રાહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકી ઘાટ વિચારી રે.
વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે. -૧૩-
કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે.
હનુમાન ગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિષ રે. -૧૪-
જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે,
અહલ્યાબાઇના મંદિર માંઇ રે, જાવું નિત્ય દરશને ત્યાંઇ રે. -૧૫-
દિયાલસિંઘગંજ રાયગંજ રે, જુવે જેસંગપુર સુખપૂંજ રે.
જિયાં જિયાં હરિ હરિજન રે, તિયાં તિયાં ફરે ભગવન રે. -૧૬-
 
Facebook Comments