અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જે રજસ્વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)
અને વળી રજસ્વળા એવી જે સુવાસીની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે.) (૧૭૪)