શ્ર્લોક ૧૭૫-૧૮૭ બ્રહ્મચારીના વિષેશ ધર્મ

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:53am
 
હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ -અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્‍ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્‍ત્રીઓ સન્‍મુખ જોવું નહિ. (૧૭પ)

અને તે સ્‍ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી  અને જે સ્‍થાનકને વિષે સ્‍ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬)

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્‍ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્‍પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીની પ્રતિમા ન કરવી અને સ્‍ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્‍ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા ને પશુપકક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવાં નહિ (૧૭૮)

અને સ્‍ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્‍ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)

અને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્‍ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)

અને જો કયારેક સ્‍ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્‍ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્‍ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી (૧૮૩)

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્‍ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્‍યા જવું (૧૮૪)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્‍ત્રનો અભ્‍યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્‍ત્રીઓની પેઠે જ સ્‍ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો (૧૮પ)

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે  અભક્ષ્‍ય વસ્‍તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું (૧૮૬)

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્‍ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭)