મંત્ર (૫૩) ૐ શ્રી સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 2:23pm

મંત્ર (૫૩) ૐ શ્રી સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, ‘‘ હે પ્રભુ ! તમે સમાધિની સ્થિતિ તત્કાળ કરાવનારા છો. ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. સમાધિ જેને તેને થાય નહિ. અષ્ટાંગ યોગ સાધતા વર્ષો વીતી જાય તોય સમાધિ થાય નહિ. સમાધિ થવી કંત સહેલી નથી. યોગની ક્રિયા શીખવી પડે. પણ સ્વામિનારાયણની કૃપાથી સહેજે સહેજે સમાધિ થાય. કાંઈ કરવું ન પડે, ને સમાધિ થાય. ભગવાન ધારે તે કરી શકે. નાડી પ્રાણ એના હાથમાં છે.

-: અમને અમારા તષ્ટેવનાં દર્શન કરાવો :-

આ વાતની વાણિયાના દેરાસરના પૂજારીને ખબર પડી. તેથી તેઓ પ્રભુની પાસે આવ્યા તમે જો અમને અમારા ઈષ્ટદેવનાં દર્શન કરાવો તો અમને વિશ્વાસ આવે કે, વાત સાચી કે ખોટી.’’

શ્રીજી મહારાજે કહ્યું,‘‘બેસો મારી સામે.’’ બધા બેઠા. ‘‘હવે મારી સામે જુઓ.’’ જ્યાં પ્રભુ સામે જોયું ત્યાં બધાનાં નાડી પ્રાણ તણાત ગયાં અને સ્થિર થઈ ગયા.

સમાધિમાં ઋષભદેવની સાથે ચોવીસ તીથકરનાં દર્શન થયાં. આખા ગામમાં આ વાત પવન વેગે ફેલાઈ ગઈ કે શ્રાવકો બધા મરી ગયા, સમાધિવાળાના સગાંસંબંધી અને ગામના લોકો રડતાં રડતાં આવ્યા ભગવાન પાસે; ‘‘સ્વામિનારાયણ તમે આ શું કર્યું ? બધાંને મારી નાખ્યાં.’’ શ્રીજીએ કહ્યુંઃ ‘‘માર્યાં નથી પણ તાર્યાં છે. બોલાવો બધા બોલશે.’’

જયાં નામ લઈ લઈને બોલાવ્યાં ત્યાં બધા વારા ફરતી સમાધિમાંથી જાગી ગયાં. દોડતા પ્રભુના ચરણમાં નમસ્કાર કરી દંડવત પ્રણામ કર્યા.‘‘પ્રભુ ! આપ સાક્ષાત ભગવાન છો, અમને અમારા ઈષ્ટદેવના દર્શન થયાં.’’

આ રીતે કોઈના નાડી પ્રાણ તાણીને સમાધિ કરાવવી તે ભગવાન સિવાય કોઈથી થાય નહિ.‘‘આજથી અમે તમારાં છીએ, તમારું ભજન કરીશું તમે સાક્ષાત ઈશ્વર છો.’’

ટોળે ટોળાં માંગરોળમાં આવે, શક્તિના ઉપાસકો કહે : ‘‘અમને અમારી શક્તિ દેવીનાં દર્શન કરાવો.’’ તો પ્રભુ તેને તરત સમાધિ કરાવે, ગણપતિના ઉપાસકોને ગણપતિનાં દર્શન થાય. જે જેના ઈષ્ટ હતા તેને તે રૂપે દર્શન થવા લાગ્યાં.

રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે, નૃસિંહ ઉપાસી દેખે નૃસિંહ, દેખે ઈષ્ટ થાય દિલ દંગ;

શિવ ઉપાસી દેખે શિવને, થાય દર્શન બહુ જીવને, દેખે હનુમાનજીના હનુમાન, વામન ઉપાસી દેખે વામન.

બધાને નિશ્ચય થઈ ગયો કે, આ ચોકકસ ભગવાન છે. તેથી પ્રગટ પુરુષોત્તમના આશ્રિત થયા, જે રીતે દઢ નિશ્ચય થાય તે રીતે શ્રીજીમહારાજ સૌને પોતાના સ્વરૂપમાં ખેંચે છે. કોઈને જપ દ્વારા, કોઈને સમાધિ દ્વારા, જેમ ગોદડાંની થપી કરે, એમ સમાધિમાં બધાને ખડકી મૂકે. કોઈને પંદર દિવસ, કોઈને આઠ-દશ દિવસ, કોઈને મહિનો, કોઈને બે મહિના થાય ત્યારે સમાધિમાંથી જાગે. કોઈને છ મહિને જગાડે. આવું જોરદાર સમાધિનું પ્રકરણ ચાલુ કર્યું. નિશ્ચય થવા માટે પોતે પોતાના ઈષ્ટદેવનાં દર્શન કરાવે, તેથી સૌને પરિપકવ દ્રઢતા શ્રીજીમહારાજમાં થઈ જતી.

બાળપણામાં ઘનશ્યામ મહારાજે ચકલાંને સમાધિ કરાવી દીધી, આટલાં બધાં ચકલાંને વારંવાર ઉડાડવાં પડે, તેથી સમાધિ કરાવી પોતે સખા સાથે રમવા લાગ્યા. પછી મોટા ભાઈએ આવીને ઠપકો દીધો. ત્યારે પ્રભુએ ચપટી વગાડી તેથી ચકલાં બધાં ઉડી ગયાં.

એક વખત મૈયા ભક્તિદેવીને પણ સમાધિમાં અક્ષરધામનાં દર્શન કરાવ્યાં, માને થયું આ ઘનશ્યામ મારો દીકરો નથી પણ આખી દુનિયાનો બાપ છે. ભગવાન છે. આવું માને જ્ઞાન થયું. ભગવાનને થયું માને તશ્વરીય જ્ઞાન થયું છે. તેથી મને લાડ નહિ લડાવે, સ્તનપાન નહિ કરાવે. ‘‘આખા જગતને તૃપ્ત કરનાર હરિને જમાડું ?’’ આવી રીતે મારી મહાનતા માને જણાશે, હું તો પ્રેમ લેવા ને પ્રેમ દેવા આવ્યો છું. તેથી પ્રભુએ માયાને હુકમ કર્યો, મૈયા ભક્તિને તશ્વરીય ભાવ ભૂલાવીને પુત્રભાવ પ્રગટ કર્યા, તરત જ વિચાર બદલાઈ ગયા. આ દુનિયાનો રાજા નથી પણ મારો દીકરો છે. તેડીને તરત સ્તનપાન કરાવ્યું. શ્રીજીમહારાજે અનેક મનુષ્યોને સમાધિ કરાવી. પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે છે એ વાતની મુકતાનંદસ્વામીને ખબર પડી. જગદ્‌ગુરુ રામાનંદસ્વામી આવું નહોતા કરતા અને સહજાનંદસ્વામી જેને તેને સમાધિ કરાવે છે. પ્રથા બગાડે છે. તે બરાબર ન કહેવાય, તરત સ્વામી ભુજથી મેઘપુર આવ્યા. શ્રીજીમહારાજને એકાઈમાં બેસાડીને ઠપકો દીધો, કે :- 

મહારાજ દીયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી; સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી.

તે તો જેને તેને કેમ થાય, ? બીજા માને અમે ન મનાય; ?

મુકતાનંદસ્વામી કહે છે, ‘‘ હે મહારાજ ! મારું માનો અને સમાધિ બંધ કરાવો. આ તો પાખંડ છે. સમાધિ કાંઈ જેને તેને થાય ? માટે સમાધિ બંધ કરાવો.’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યુંઃ ‘‘જગદ્‌ગુરુ રામાનંદસ્વામીની તચ્છાથી થતી હશે. બાકી અમે કોઈને કરાવતા નથી.’’ ત્યાં સંતદાસજી આવ્યા. પગે લાગીને બેઠા કે તરત સમાધિ થઈ ગઈ. શ્રીજી મહારાજે મુકતાનંદસ્વામીને કહ્યું :- ‘‘સ્વામી તમને નાડી બરાબર જોતાં આવડે છે. તો આ સંતદાસજીની નાડી તપાસો ? તરત નાડી તપાસી તો સૂઝ ન પડી, બહુ તપાસ કરી પણ નાડી જ ન મળે, હવે શું કરવું ? બહુ મૂંઝાણા. પછી સ્વામી મેઘપુરથી કાલવાણી આવ્યા. આ કથા આપણા સંપ્રદાયમાં પ્રસિધ્ધ છે. તેથી વધારે નહિ લખતા શતાનંદજી કહે છે : ‘‘પ્રભુ ! તમો સધ્ય સમાધિ સ્થિતિકારકાય છો. સમાધિમાં સ્થિતિ કરાવનારા છો.’’