વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા

Submitted by swaminarayanworld on Tue, 11/01/2011 - 8:17pm

વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા,

ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા ;

માટે તમારું કરુણાનિધિ સત્યનામ,

સાષ્ટાંગ નાથ તમને  કરું હું પ્રણામ. ।।૧।।

અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો,

નિત્યે પ્રભુ  તવ પદે મમ વૃત્તિ રાખો;

ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ,

સાષ્ટાંગ નાથ તમને  કરું હું પ્રણામ. ।।૨।।

 

ધ્યેયં સદા પરિભવઘ્નમભિષ્ટદોહં,

તિર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ।

ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં

વંદે મહાપુરુષ !  તે ચરણારવિંદમ્

Facebook Comments