રાગ સોરઠ
(રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. એ ઢાળ.)
અણીઆળી છે અલબેલા તારી આંખડી રે. ટેક.
રસ ભરી રાતી રેખા નિરખી, કીકીને જોઈ હૈડે હરખી;
કોમળ દીશે જાણે કમળની પાંખડી રે. અણી૦ ૧
કામ કમાન સમાન બણીછે, ભ્રકુટી કામણગારી ઘણી છે;
વદન શશી પર શોભે કાજુ વાંકડી રે. અણી૦ ૨
હસતા હસતા જયારે આવો, લાડકડા મુજ મન લલચાવો;
રસિયાજી જોવાને થઈ છું રાંકડી રે. અણી૦ ૩
મનગમતા શણગાર ધરીને, મુજસંગ રમજો મહેર કરીને;
કર જોડીને હાજર રહેશું, ઘડી ઘડી રે. અણી૦ ૪
વાલાજી વાલા બહુ લાગો, ત્રિકમ દાસી ગણી નહિ ત્યાગો;
તમ સારુ તજી લોકડીયાંની લાજડી રે. અણી૦ ૫
જીવનજી નિરખું છું જયારે, દુઃખ ટળી સુખ વધે છે ત્યારે;
નિતનિત નિરખું એવી ટેવ મુને પડી રે. અણી૦ ૬
વિશ્વવિહારી લાલજી આવો, બહુ બહુ હેત કરીને બોલાવો;
ચટ ચટ ચાલો ચરણે પહેરી ચાખડી રે. અણી૦ ૭
Disqus
Facebook Comments