બનકાં હરિ ચલે હરખાઈ. બનકાં (૨)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:43pm

રાગ કાફી હોરિ

પદ - ૧

બનકાં હરિ ચલે હરખાઈ. બનકાં.

એકી ચલે હો છપૈયા સે, સંગ નહિ કોઈ સહાઈ;

બસન ભૂષન સબ ત્યાગ કરીકે, જાત ચલત વનમાંઈ;

કાહુસે હો નહિ ડરાઈ. બનકાં. ૧

ભાઈ ભોજાઈ સબે મીલી ઢુંઢત, પૂછત સબહી કાં જાઈ;

કોઈ બતાવો મોરે પ્રાણ જીવનકું, શ્યામ સુંદર સુખદાઈ;

કહાં ગયે અજ હું ન આઈ. બનકાં. ૨

રામપ્રતાપ રોવત અતિ ભારી, ભિત ર રોવે ભોજાઈ;

છોટે બંધુ ઈચ્છારામ રોવત, કહાં ગયે તુમ ભાઈ;

મોરે અબ કોન સહાઈ. બનકાં. ૩

ખાન પાન સબ ત્યાગ કરી કે, મરત હે સબહી ઝુરાઈ;

દાસ બદ્રિનાથ શ્યામ વિના અબ, પલક કલપ સમ જાઈ;

કટે કેસે દિન દુઃખદાઈ. બનકાં૦ ૪

 

પદ - ૨

શ્યામકું કોઈ લાવો ફેરી. શ્યામકું ૦

કોઈ લાવો મેરે પ્રાણ સનેહિ, શ્યામ સુંદરકું ટેરી;

સાંજ પરી અજહુ નહિ આયે, હારિમેં ચઊ દિશ હેરી;

દેખે સબ શહેરકી શેરી. શ્યામકું. ૧

અંગીયાં પેરી નહિ, પનિયાં પરી રહી, ચલી ગયે શ્યામ સવેરી;

શ્યામ સખા સબ શાંમકું, હેરત ટેરત વેરહી વેરી;

અખીયાંસે જલ હો પરેરી. શ્યામકું. ૨

લાગહી ભૂખ જબે બનમાંહી, તબ કુંન ભોજન દેરી;

પ્યાસ લાગી જબહી જગજીવન, પાની લાવે કુંનહેરી;

એહી બડી ચિંતા હમેરી. શ્યામકું. ૩

બનઊમે વાઘ બાનર બહું ઘુમત, ઘુમત હાથી ઘનેરી;

દાસ બદ્રિનાથ કહે બલિ જાવું, આવો શ્યામ તુંમ ફેરી;

રહો નેન આગે હમેરી. શ્યામકું. ૪

Facebook Comments