હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હો તો પણ ઇશ્ર્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું (૧પ૯)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રુપને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો (૧૬૦)
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ર્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. (૧૬૧)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. (૧૬૨)