મંત્ર (૭૦) ૐ શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 6:59pm

મંત્ર (૭૦) ૐ શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમઃ

શતાનંદસ્વામી કહે છે, તમારી કીર્તિ સાત સમુદ્ર પયત પ્રસરેલી છે, તમામ બ્રહ્માંડોમાં પ્રસરેલી છે. તમારો જશ સમગ્ર દેશાતરોમાં પ્રસરેલો છે, ઓછી સમજણવાળા કદાચ કોઇ કહે કે સ્વામિનારાયણ નામ તો કેવળ કચ્છ અને ગુજરાતમાં જાણીતું છે, બીજા દેશમાં કોઇ સ્વામિનારાયણ નામને ઓળખતું નથી. પણ એવું નથી, સ્વામિનારાયણ નામનો વિશ્વભરમાં આજે ડંકો વાગે છે. જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણ નામ ગૂંજે છે, જય જયકાર થાય છે, લગભગ કોઇ એવો દેશ નથી કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું નામ જપનાર કોઇ ભક્ત ન હોય.

સર માલ્કમ શ્રીહરિને મળ્યા ત્યારે પ્રભુએ એમને શિક્ષાપત્રી આપી, એ શિક્ષાપત્રી હાલ લંડનમાં છે,‘Oxford’’ યુનિવર્સીટીમાં રાખેલી છે. શિક્ષાપત્રી દુનિયા ભરના તમામ વર્ણને માટે ઉપયોગી છે. શ્રીજીમહારાજે કહ્યું, કે આ શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે વર્તશો તો સુખી થશો. સર માલ્કમે આ ભારતનું (શોષણ) રાજ્ય કર્યું અને પોતાના યુરોપને સમૃદ્ધ બનાવ્યો, તે આપણે અત્યારે જોઇ શકીએ છીએ.

ગવર્નર દ્વારા, પાદરીઓ દ્વારા, અંગ્રેજ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની કીર્તિ પહોંચી, (સમસ્ત) દુનિયામાં સર્વત્ર સહજાનંદની કીર્તિ વિસ્તારને પામી, યુરોપના રાજાને વિચાર થતો કે અમારી તોપો, બંદૂકો અને લડાઇથી ન થયું, એવું આ સહજાનંદે કાર્ય કર્યું છે. કાઠી, કોળી, ભરાડી અને દરબારોને વશ કર્યા. વિચાર કરો, સિંહને વશ કરવા સરખા, ને કાઠીને વશ કરવા સરખા. આવા કરડા કાઠીને ભગવાને ભક્ત બનાવ્યા.

આ ઉદ્ધવ સંપ્રદાય સારાય વિશ્વમાં જોરદાર વેગવંત બન્યો છે. સ્વામિનારાયણ મંદિરની ધજાની કીર્તિ સારાય વિશ્વમાં ફરકતી રહી છે, સત્સંગનો દિવ્ય પ્રતાપ પ્રસરી ગયો છે.