મંત્ર (૮૦) ૐ શ્રી નિઃસ્પૃહાય નમ :
શતાનંદસ્વામી કહે છે. પ્રભુ ! તમે નિઃસ્પૃહી છો, કોઇ જાતની ઇચ્છા નહિ રાખનારા, ભગવાનને પૂજાવાની ઇચ્છા નથી, માન મોટાઇની ઇચ્છા નથી સત્તાધીશ થવાની ઇચ્છા નથી, રાજ વૈભવ મળે એવી ઇચ્છા નથી. કોઇ જાતની તમન્ના નહિ. એવા ભગવાન છે.
શતાનંદસ્વામી કહે છે. ગમે તેટલો પદાર્થ તમને મળે છતાં તમે તરત બીજાને આપી દો છો, માણસની ઇચ્છાનો અત ન હોય, જેટલું મળે એટલું ઓછું. પૂજાવાની ઇચ્છા, માન મોટાઇની ઇચ્છા, સત્તાધીશ થવાની ઇચ્છા, માન, મોટાઇ ને સત્તા પાછળ આખું જગત દોડે છે. રાજા થવા માટે લોહીની નદિયું વહેવડાવે છે, કેટલાં ઊંધાં ચિત્તાં કામ કરે. પાપની જરાય બીક નહિ.
જીવ ઇચ્છાને વધારનારો છે, લાખ મળે તો બે લાખની ઇચ્છા થાય. એક બંગલો મળે તો, બીજા બંગલાની ઇચ્છા થાય, દીકરા ન હોય તો દીકરાની ઇચ્છા થાય. દીકરા હોય તો પૌત્રની ઇચ્છા થાય. સ્કુટર મળે તો ગાડીની ઇચ્છા થાય, આમ ઇચ્છાનો અંત આવતો નથી. ઇચ્છાને ઇચ્છામાં પોતે પૂરો થઇ જાય ને ઇચ્છા રહી જાય. તેથી જન્મ મૃત્યનુ સા ચક્કરમાં ફરતો થઇ જાય, માટે સસં સારમાં સાવધાન બનીને રહેવું.
-: માજી અમે રાજ્યને શું કરીએ ! :-
પ્રભુ સ્વામિનારાયણ નિઃસ્પૃહી છે, કોઇ જાતની ઇચ્છા નથી, પ્રભુ ધર્મપુર પધાર્યા, એંસી વરસનાં વૃદ્ધ કુશળ કુંવરબાઇ રાજરાણી ધર્મપુરનું રાજ્ય કરે. ભગવાનનું સ્વાગત કરી મહેલમાં પધરામણી કરી. રાજરાણીએ પૂજા કરી, પછી કહ્યું, હે મહારાજ ! આજથી આ રાજ્ય હું તમને સોંપું છું તમે રાજ્ય કરો, ૫૦૦ ગામ છે તેને સંભાળો. આ મારો એકનો એક રાજકુંવર છે, તે તમને સોંપી દઉં, તંતમારી સેવા કરશે, ને તમારી સાથે જ રહેશે, તમે ધર્મપુરમાં કાયમ રહો.’’
પ્રભુએ સરસ જવાબ આપ્યો. ‘‘માજી, અમે રાજ્ય કરવા આવ્યા નથી. અમે રાજ્યને શું કરીએ ? અનંત કોટિ બ્રહ્માંડના રાજા અમે છીએ. એ બધું મૂકીને તમારા જેવા ભકતોના મનોરથ પૂરા કરવા આવ્યા છીએ. રાજ્ય તો બંધન કારી છે, રાજ્યમાં સુખ નથી, જો રાજ્યમાં સુખ હોયતો મોટા મોટા રાજા રાજ્ય મૂકીને વનમાંતપ કરવા શા માટે જાય ? અમે તો નેત્ર મીંચીને ધ્યાન કરીએ, તેમાં સુખ છે, તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી.’’ આ મંત્ર સમજણ માગી લે તેવો છે ! ઇચ્છા ને વધારો નહિ પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખી, હરિ ભજન કરો, ઇચ્છાઓને વધારો નહિ, મળ્યું છતાં મૂકી દેવું એનું નામ ખરો ત્યાગ.
સ્વામી મુકતાનદં જી વડોદરામાં શાસ્ત્રાર્થ કરવા ગયા, ત્યારે વિદ્વાનોને વિચાર કરતા કરી દીધા. સરખી રીતે એવા સમજાવ્યા, કે બધા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઇ ગયા. રાજા સયાજીરાવે પણ બહુ રાજી થઇને સ્વામી મુકતાનંદજીની પૂજા કરી, સ્વામીના ચરણ દૂધથી ધોઇ અને એ ચરણોદક રાજાએ આંખે અડાડીને માથે ચડાવ્યું. પછી સ્વામીના ભાલમાં કેશરની અર્ચા કરી, ફૂલના હાર પહેરાવ્યા, પછી સોનાનો થાળ ભારે ભારે પોશાકથી તથા હીરા, મોતી, સોનાના હારથી ભરેલો થાળ સ્વામીના ચરણમાં મૂક્યો, બીજો મેવા મીઠાઇથી ભેરેલો થાળ મૂક્યો.
સ્વામી ધીરેથી બોલ્યા. ‘‘સરકાર ! અમે આવા ભારે ભારે પદાર્થને શું કરીએ ? અમે તો ત્યાગી છીએ, આ પદાર્થ અમારા માટે કચરા સમાન છે, તે તમે લઇ લ્યો. કોઇ ગરીબ ને કે બ્રાહ્મણને અર્થે વાપરજો.’’ લાખો રૂપિયાનાં કિંમતી પદાર્થો આપેતો પણ લે નહિ, કોઇ અપેક્ષા જ નહિ. જેના સંતો નિઃસ્પૃહી છે, તેના સ્વામી નિઃસ્પૃહી હોય તેમાં શું કહેવું ? નવાઇ શી !
રાજા આ સાંભળી વિચાર કરતા થઇ ગયા, બીજા મતપંથના બાવા તો પદાર્થ માટે ઝંખના કરતા હોય અને આ સંતને કોઇ ઇચ્છા નહિ ? સંતનો ગુણ આવ્યો, કે સાધુતાએ યુક્ત સંતોનો યોગ વારે વારે મળતો નથી. રાજા મુકતાનંદ સ્વામીને ભાવથી પગે લાગ્યા.
આ જગતની અંદર માણસો હજારો હજાર સંકલ્પ કરે, સંકલ્પો પૂરા કરવા પાછળ આખી જિંદગી ચાલી જાય, છતાં એના સંકલ્પો પૂરા થતા નથી અને છેવટેતેને વાસના રહી જાય છે. તેથી તે મોક્ષ માર્ગે ચડી શકતો નથી.
ભગવાન નિઃસ્પૃહી છે, કોઇમાં આસક્ત નથી અને આપણને અનાસક્ત રહેવાનો ઉપદેશ આપે છે, જગતમાં આસ્થા રહે તેને આસક્તિ કહેવાય અને ભગવાનમાં આસ્થા રહે તેને ભક્તિ કહેવાય.