અમે કહો વ્રજમાં કેમ રૈયે, મૈયારે તારો લાલ અટારો (૨) ?

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 7:31pm

 

રાગ - પરજ

પદ - ૧

અમે કહો વ્રજમાં કેમ રૈયે, મૈયારે તારો લાલ અટારો. ટેક૦

રાત દિવસ મારી કેડે પડ્યો છે, કેટલુંક આવીને કૈયે. મૈયારે૦ ૧

ચોરી કરે મારાં ઘરમાં છાની, દાડીનાં દુઃખ કેમ સૈયે. મૈયારે૦ ૨

ખેલ કરે જમુનાજીને આરે, આવી બાઝે મારે મૈયે. મૈયારે૦ ૩

બ્રહ્માનંદ કહે ગોકુલ મેલી, કહો  તો મથુરામાં જૈયે. મૈયારે૦ ૪

 

પદ - ૨

મારી આળ કરે શીદ આવી, એને રે તમે વારો જશોદા - ટેક૦

પાણીડું ભરતાં પાલવ ઝાલે, છાની નહીં વાત છાવી. એને રે૦ ૧

મારગ જાતા મહિડું લુંટે છે, છોરાંને સાથે બોલાવી. એને રે૦ ૨

તમારી પાસે સાચો રે થાવા, વાતું કરે છે બનાવી. એને રે૦ ૩

બ્રહ્માનંદ  તણે એ વાલે, અમને તે હાર મનાવી. એને રે૦ ૪

Facebook Comments