સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:31pm

રાગ - મેવાડી

 

સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી,

સલુણી છબી સહજાનંદ સુખકારી રે. ટેક.

વેદાંતી અરૂપી કે’છે, ન્યાય અનુમાની લે છે;

તે વહાલો સંતોમાં રે છે રે. સલુણી૦ ૧

નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને;

વહાલો  તે આ ભીને વાને રે. સલુણી૦ ૨

સર્વ કરતાં સર્વાધારો, સર્વમાંહી સર્વથી ન્યારો;

પ્રગટ રૂપ  તે આ પ્યારો રે. સલુણી૦ ૩

જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી;

તે આ બ્રહ્માનંદનો સ્વામી રે. સલુણી૦ ૪

Facebook Comments