રાગ : આજ રાધિકા બાગમાં નિર્ખ્યા ગુણવંત ગીરધારી
પદ - ૧
આજ છપૈયા ગામમાં સજની, ઘેર ઘેર મંગળાચાર. ટેક
ભક્તિનું ભાગ્ય અતિભારી, પ્રગટ્યા પ્રભુ ગુણવંત ગિરધારી,
ધરમદેવ ઘેર ધર્યો અવતાર. આજ છપઈયા. ૧
માનની મળી મળી મંગળ ગાય, વાલાને વળી વળી જોવા જાય.
મૂકે નહિ છેટે એક લગાર. આજ છપૈયા. ૨
સોનાનો થાળ ભરી લાવે, વાલાને મોતિડે વધાવે,
વાજાં વાગે ધરમદેવને દરબાર. આજ છપૈયા. ૩
હરિ મુખ જોઈ આનંદ પામે, બોલાવે કહી કહી ઘનશ્યામ,
શોભે શિર ટોપી તેજ અંબાર. આજ છપૈયા. ૪
કંદોરો કટિપર અતિ શોભે, ઝાંઝરને ઝુલડીમાં મન લોભે,
નારણદાસ વારી જાય વાર હજાર. આજ છપૈયા. ૫
Disqus
Facebook Comments