સહુ ચાલો, છપૈયા ધામ ધરીને હામ,
સકલ નરનારી ઉત્સવ નવમીનો ભારી...ટેક.
ગામ છપૈયાપુર માંહી સરવરિયા બ્રાહ્મણ કુળ મહીં
ચૈત્ર સુદી નવમીએ પ્રગટ્યા, અંતર્યામી...૧
પારણિયું નવરત્ને જડિયું સોના કેરી સાંકળ કડિયું
ફૂલડાંની દોરી શોભે છે, બહુ સારી...૨
સૌ ગોપી મળી મંગલ ગાવે, હીરા મોતીનો થાળ ભરી લાવે..
ધર્મ ભક્તિને આંગણિયે, ઉત્સવ છે ભારી...૩
સહુ દેવ મળી જોવા આવે, પુષ્પોની વર્ષા વરસાવે
મુખે જય જય નાદ ગજાવે, અતિ ભારી...૪
સંતો હરિભક્તો આવે છે, કીર્તન ધૂન્ય મચાવે છે,
ઉત્સવ મંડળીને દેજો દર્શન, દહાડી દહાડી...૫
Disqus
Facebook Comments