સર્વે જુઠી જગત માયા. વિચારી જોને જીવ. (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:17pm

રાગ ગરબી

પદ - ૧

સર્વે જુઠી જગત માયા. વિચારી જોને જીવ.

તારી જુઠી છે આ કાયા. વિચારી. ૧

માત તાત ભાઈબંધ. વિચારી.

નારી જોઈ થયો અંધ. વિચારી. ૨

એમાં કોણ સગું તારું. વિચારી.

સર્વે માયાનું છે લારું. વિચારી. ૩

ભુખે મરી માયા જોડી. વિચારી.

અંતે કામ ન આવે કોડી. વિચારી. ૪

ધન ધામ ધરા ડેલી. વિચારી.

મોટા ચાલી ગયા મેલી. વિચારી. ૫

ધનપતિ ક્રોડી કાવે. વિચારી.

મૂવા પછી કામ ન આવે. વિચારી. ૬

જેણે દીધું નિજ હાથે. વિચારી.

તેણે લીધું પોતા સાથે. વિચારી. ૭

દાસ બદ્રિનાથ કહે છે. વિચારી.

કોણ ગયું કોણ રહે છે. વિચારી. ૮

 

પદ - ૨

તેં તો જન્મ એળે ખોયો. ભવ પંથમાં રે લોલ.

સગાં સુતમાં તું મોહ્યો. ભવ પંથમાં. ૧

મીઠું મીઠું બોલી નારી. ભવ પંથમાં.

તુંને કર્યો અતિ ખ્વારી. ભવ પંથમાં. ૨

વળી હસી રે બોલાવ્યો. ભવ પંથમાં.

નેણ બાણેથી ભૂલાવ્યો. ભવ પંથમાં. ૩

સૌએ કર્યો તુંને ડાહ્યો. ભવ પંથમાં.

ઘણો મનમાં ફુલાયો. ભવ પંથમાં. ૪

લઈ લોક તણો ભાર. ભવ પંથમાં.

ખોયો જન્મ ગમાર. ભવ પંથમાં. ૫

નાત જાતમાં થયો મોટો. ભવ પંથમાં.

ખરી રહેણીમાં તો ખોટો. ભવ પંથમાં. ૬

હવે માન કહ્યું મારું. ભવ પંથમાં.

કર જીવનું તું સારું. ભવ પંથમાં. ૭

દાસ કે છે બદ્રિનાથ. ભવ પંથમાં.

સહાય કરે દિનોનાથ. ભવ પંથમાં. ૮

 

પદ - ૩

તુંને માન બહુ વ્હાલું. આ લોકમાં રે લોલ૦.

મન માને તેમ ચાલું. આ લોકમાં. ૧

માન સારુ વેઠે ભૂખ. આ લોકમાં.

ગણે નહિ દેહ દુઃખ. આ લોકમાં. ૨

શિખ્યો સંસારની રીતિ. આ લોકમાં.

બહુ કરે છે અનિતિ. આ લોકમાં. ૩

સૌએ કર્યો બુદ્ધિવાન. આ લોકમાં.

આવ્યું તેનું અતિ માન. આ લોકમાં. ૪

મુછૂં તાણી લાવે તાલ. આ લોકમાં.

છાતી કાઢી ચાલે ચાલ. આ લોકમાં. ૫

અભિમાન અતિ ભારે. આ લોકમાં.

કેની શીખ નવ ધારે. આ લોકમાં. ૬

આંખ તાણી બોલે મુખ. આ લોકમાં.

રૂડા સંતને દે છે દુઃખ. આ લોકમાં. ૭

બદ્રિનાથ કહે વાણી. આ લોકમાં.

જાશે જમ તુને તાણી. આ લોકમાં. ૮

 

પદ - ૪

પ્રાણી પ્રભુને તું ભૂલ્યો. સંસારમાં રે લોલ.

સગાં સુત જોઈ ફુલ્યો. સંસારમાં. ૧

ખેતી વાડી ઘર ઘોડી. સંસારમાં.

તેમાં રહ્યો જીવ જોડી. સંસારમાં. ૨

કરી કૂડ ને કપટ. સંસારમાં.

કર્યું ધન ભેળું ઝટ. સંસારમાં. ૩

ખાધું ખર્ચ્યું નહિ કાંઇ. સંસારમાં.

ઘાલ્યું ઊડું ઘરમાંઇ. સંસારમાં. ૪

પછી મરીને થયો ભૂત. સંસારમાં.

નડે કુળને કપૂત. સંસારમાં. ૫

આવી પગે પડે સહુ. સંસારમાં.

ધુણે દીકરાની વહુ. સંસારમાં. ૬

વળી ડાકલાં તે વાગે. સંસારમાં.

ડોસો ગોખલાને માગે. સંસારમાં. ૭

બદ્રિનાથ એમ ગાય. સંસારમાં.

સંત સેવે સુખ થાય. સંસારમાં. ૮

Facebook Comments