સુખકારી તે શીવજી આજરે. પૂજીયે પ્રિતેથી (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:25pm

રાગ ગરબી

પદ - ૧

સુખકારી તે શીવજી આજરે. પૂજીયે પ્રિતેથી.

મહાદેવ મોટા મહારાજ રે. પૂજીયે પ્રિતેથી. ૧

તજી સર્વે સંસારના કાજ રે. પૂ. લઈ પૂજા તણો સમાજ રે. પૂ. ૨

બિલીપત્રને આક ધતુર રે. પૂ. કરો આરતી લઈ કપુર રે. પૂ. ૩

શીવ શોભે સતી લઈ સાથ રે. પૂ. વળી ડમરુ વજાવે હાથ રે. પૂ. ૪

ત્રણ લોચનને ચંદ્ર લલાટ રે. પૂ. શિરે ગંગા કરે ઘુઘવાટ રે. પૂ. ૫

બદ્રિનાથ કે ભવને ભવાની રે. પૂ. થાયરાજી આપે વરદાની રે. પૂ. ૬

 

પદ - ૨

જુવો નેણાં ભરીને આજ રે. શીવજી શોભે છે.

પ્રિતે પેર્યો છે અંગે સમાજ રે. શીવજી શોભે છે. ૧

સહ છાલા પેર્યુ કટીમાથ રે. શી૦ પેર્યા કંકણ સર્પના હાથ રે. શીવજી. ૨

પેર્યો સર્પ તણો હૈયે હાર રે. શી૦ કાને કુંડળ સર્પનાં સાર રે. શીવજી. ૩

બાંઘ્યા સર્પ તણા બે બાજુ રે. શી૦ કેડે કંદોરો સર્પનો કાજુ રે. શીવજી. ૪

શોભે સર્પ જટા અભંગ રે. શી૦ ધારી વિભુતિ સર્વે અંગ રે. શીવજી. ૫

એવા જોઈ ભૂતગણ નાથ રે. શી૦ વારી જાય છે બદ્રિનાથ રે. શીવજી. ૬

 

પદ - ૩

ઘન્ય ઘન્ય તે ધર્મનું ધામ રે. શંકર સુખકારી

કરે સેવા તેનાં સરે કામ રે. શંકર સુખકારી. ૧

જેને દયા ઘણી દિલમાંય રે. શં. થોડી સેવાએ રાજી બહુ થાયરે.શં.

થયું સાગરથકી ઝેર જયારે રે. શં. લાગીબળવા ત્રિલોકી ત્યારે રે. શં.

જોઈ દયા આવી અપાર રે. શં. સાધી જોગ કલા તેહ વાર રે. શં.

હળાહળ હાથે વિખ લીધુ રે. શં. સૌને જોતાં પોતે પાન કીધું રે. શં.

બદ્રિનાથકહે તેદી સુખધામ રે. શં. નિલકંઠ શંકર પડ્યું નામ રે. શં.

 

પદ - ૪

મહાદેવ ભોળો ભવ નામ રે. સિધ્ધેશ્વર શંભુ.

જેણે બાળી કર્યો નાશ કામરે. સિધ્ધેશ્વર શંભુ.૧

પીયે ભાંગ ને રહે અવધુત રે. સિ. વળી ભેગાં ભમે ઘણાં ભૂત રે. સિ.

કર્યો દક્ષ તણો યજ્ઞ ભંગ રે. સિ. વિર ભદ્ર ઊપજાવી અંગ રે. સિ.

દક્ષ માથું કાપીને હોમ્યું કુંડ રે. સિ. પછી ચોડ્યું બકરાનું મુંડ રે. સિ.

એવાં કરે ચરિત્ર અપાર રે. સિ. જન સુંણી પામે ભવપાર રે સિ.

નમું વારંવાર જોડી હાથ રે. સિ. દાસ કહે છે બદ્રિનાથ રે. સિ.

Facebook Comments