રાગ લાવણી
પદ - ૧
કરી કૃપા શ્રીકૃષ્ણ કૃપાળ લાલ બહુ તેરી,
હરિ છેલ છપૈયે પ્રગટ ભયે રંગ લહેરી,
સંવત અઢાર સાડત્રીસો સુખકારી,
શુભ ચૈત્ર શુકલકી નામ કહીયે સોમવારી,
દશ ઘડી રાતતે બીતી ગઈ જેહ બેરી. હરિ. ૧
ભવ બ્રહ્મા શારદ નારદ આયે દોરી,
કરી બીનતી વારંવાર, દોઊ કર જોડી,
હૈયામે હરખ અપાર, રહે દ્રગ ઠેરી. હરિ. ૨
કરી છુમછુમ છુમછુમ, નાચ અપસરા ગાવે,
આવી અમર આકાશે પુષ્પે પ્રભુકુ વધાવે,
ગડગડે નગારે નોબત બાજે ભેરી. હરિ. ૩
નારદજી નૃત્ય કરી ગોવિંદ ગુન ગાવે,
કરી તન નન નન નન, તુબરું તાન બજાવે,
ભઈ ધર્મદેવ કે દ્વારે ભીડ ઘનેરી. હરિ. ૪
સુખકારી શંકર ડમ ડમ ડમરુ બજાવે,
કરી થેઈ થેઈ થેઈ થેઈ પાવ નચાવે,
કહે બદ્રિનાથ બહુ આનંદ અંગ ભયેરી. હરિ. ૫
પદ - ૨
મન મોહન નિત નિત નૌતમ બેશ બનાવે,
ઘનશ્યામ છબી દેખી સબ હી સુખ પાવે,
છપૈયાપુરકી સબ નારી નાથ નિહારી,
લઈ ગોદ ખેલાવે આનંદ અંતર ભારી,
કરી ચુંબન હરિકું હેત કરીકે હસાવે. ઘનશ્યામ. ૧
પગ ઠુમક ઠુમક ઠુમક ઠુમક નેપુર બાજે,
ચલે ધમ ધમ ધમ ધમ ધમ ધમ ઘુઘર ગાજે,
હરિ દડ દડ દડ દડ દોડીકે સનમુખ આવે. ઘનશ્યામ. ૨
શીર ટોપી ઓપી અંગરખી અંગ પહેરી,
હીર નાડી સારી સુંથણલી સોનેરી,
બાંયે બાજુ કાજુ મોતી મની ઝલકાવે. ઘનશ્યામ. ૩
પીત પટકે ચટકે લટકે શું મન લેવે,
મુખ મંદ મંદ હસકે સબકું સુખ દેવે,
કાને કુંડલ ઝલલલ ઝલકે મુનિજન મન ભાવે. ઘનશ્યામ. ૪
અતિ પ્રિત કરીકે પ્રેમવતી પય પાવે,
લઈ મેવા મિસરી ખાંતા કરીકે ખવાવે,
બહુનામી બદન પર બદ્રિનાથ બલી જાવે. ઘનશ્યામ. ૫