રાગ લાવણી
પદ - ૧
હરિ અખિલ ભુવનકે શ્યામ, સદા સુખદેરી,
આયે જેતલપુરમે શ્યામ, સખી બહુ વેરી,
સંગે સંત મંડલ ઓર, કાઠી કે અસવારી,
કર ઝલલલ લલલલ, ઝલકે ભાલા ભારી,
ઘુમે ઘોડા કેરી ઘમસાન, શ્યામકું ઘેરી. આયે.૧
કીયે યજ્ઞ યદૂપતી આપ, માપ નહિ આવે,
અતિ તૃપ્ત હુતાસન કીન, હોમી ઘૃત ભાવે,
બહુ વિપ્ર જીમાયે, લાડુ સકર ઘૃત ભેરી. આયે.૨
મનમોહન મહોલમે, સંત સભા કરે સારી,
હરિભક્ત ચડાવે હાર, પુષ્પકે હજારી,
લઈ ટોપી ધરાવે માથ, હરિકુ ચંપેરી. આયે.૩
બ્રહ્માજી વિષ્નુ મહેશ, દેવ સબ આયે,
હોઈ મગન ગગન મ તેજરૂપ રહે છાયે,
સબ સંત હરિજન, આશ્ચર્ય પામે ઘનેરી આયે.૪
ભયે એક ગોલા કે તીન, ભીન સબ દેખે,
જાઈ ભીતરમેં ભગવાન, ભાવસે પેખે,
કહે બદ્રિનાથ નમી, અંતર ધ્યાન ભયેરી આયે.૫
પદ - ૨
હરિકાજ બનાયો આજ, હિંડોળો ભારી,
જાઈ જેતલપુરમ, ઝુલે કુંજવિહારી,
એક અતિ અનોપમ, બડ બિસ્તારે સોહે,
શુભ છાયા ઘેરી હેરી, મુની મન મોહે,
ચહુ દિશે ડાલ વિશાલ, અતિ સુખકારી જાઈ. ૧
તહાં રચ્યો હિંડોળો હેમ, હરિવર કાજે,
મણી માણેક મોતી જોતી, રતન બિરાજે,
બની શોભા બહુત પ્રકાર, સુમન કી સારી જાઈ. ૨
આયે અખિલ ભુવનકે નાથ, હિંડોળે બિરાજે,
તહાં તાલ મૃદંગ ઊમંગ, ઝાંઝ બહુ બાજે,
હરિજન પહેરાવે હાર, હેતસે હજારી જાઈ. ૩
હીરદોરી દાસ લઈ હાથ, હુલાસે હીલાવે,
બજે ઘુઘરુ કો ઘણકાર, ગુણીજન ગાવે,
બહુ બોલે બપૈયા મોર, કોયલ શુક સારી જાઈ. ૪
ભઈ દેવ સરોવર તીર, ભીર બહુ ભારી,
આઈ અમર વિમાને બઠ, આકાશે અપારી,
કહે બદ્રિનાથ સબ સુમન, ઝરી કરે સારી જાઈ. ૫