રાગ - ભૈરવ
પદ-૧
મંગળ મહારાજહુકી, કીજે આરતી.
નિરખત મુખ કમળ કષ્ટ, રહત નહીં રતિ. મંગળ૦
કર અનૂપ ધૂપ જયોતિ, અનલ દીપતી ;
પુષ્પપાત અતિ સુહાત, અગ્રકી બતી. મંગળ૦૧
ઝાલર શરણાઇ ઘંટ, ઝાંઝ શોભતી ;
ધુનિ અસંખ્ય શંખભેર, મૃદંગ બાજતી. મંગળ૦ર
દર્શ કાજ સુર સમાજ, રાજત અતિ ;
નારદ મુનિ શારદ સુર, નારી નૃતતી. મંગળ૦૩
નેન નિકટ રહો મેરે, અખંડ મૂર્તિ ;
બ્રહ્માનંદ વાર વાર, કરત બિનતિ. મંગળ૦૪
પદ-૨
આરતી મહા પ્રભુકી, મંગલા ભઇ ;
ઉઠે ઘનશ્યામ જામ, અર્ધ નિશિ રઇ. આ૦૧
જાગે સબ ગ્વાલ બાલ, આશ ગઇ ;
ઘર ઘર પ્રતિ નાર સાર, મથત હે મઇ. આ૦ર
ઝાલર ઝનકાર હોત, જ્યોત બીલ સઇ ;
કંચનકી આરતી કર, કમળ શ્રી ઠઇ. આ૦૩
ઠાડે જન આસ પાસ, કરત ધૂન નઇ ;
બ્રહ્માનંદ નટવર છબી, અંતર ધરી લઇ. આ૦૪
પદ-૩
આરતી મહા પ્રભુકી, ભઇ મંગળા ;
અગ્રબત્તી ધરી સમીપ, દીપ ઝલમલા. આ૦૧
શંકર આજ ધ્યાન ત્યાગ, દર્શકું ચલા ;
સનકાદિક શારદ મુનિ, નારદ મળ્યા. આ૦ ર
દ્વારપેં અપાર મુક્ત, કરત કરબલા ;
પ્રેમ મગ્ન નિરખી બદન, હોત ગલગલા. આ૦ ૩
દિનદિન પ્રતિ અધિક અધિક, કમળ મુખકલા;
બ્રહ્માનંદ તાપ પાપ, દર્શતે ટળ્યા. આ૦ ૪
પદ-૪
આરતી મહા પ્રભુકી, મંગળા કરે ;
ઈંદ્રાદિક દેવ આય, પાય જ્યું પરે. આ૦ ૧
મુનિયનકે વૃન્દ આત, નંદ કે ઘરે ;
દર્શ કાજ આતુર રાય, અંગને ફરે. આ૦ ર
આજ્યપૂર અધિક નૂર, જ્યોતિ પ્રજરે ;
અતિ સુગંધ વાન આન, ધૂપ લે ધરે. આ૦ ૩
મંગળમય નિરખત મુખ, સર્વ દુઃખ હરે ;
બ્રહ્માનંદ નટવર છબી, પલ ન બિસરે. આ૦ ૪