દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 9:21pm
 
દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને,
માવાનું મુખડું જોશું, સવારમાં નિત્ય ઊઠીને.
હરશું ને ફરશું સ્મરણ કરશું, માવાનું મુખડું જોશું. સવારમાં૦
સંતો કહેશે તે સેવા રે કરશું, કહેશે તો સંજવારી લેશું. સવારમાં૦
ગોપીનાથજીના ગુણલા ગાશું, હાથ જોડીને ઊભા રહેશુ. સવારમાં૦
હરિકૃષ્ણજીને હેતેથી મળીએ, સંસારમાં શીદ ભળીએ. સવારમાં૦
માતાજી પાસે માગીને કહિએ, બાળકોની ખબરું લઈએ. સવારમાં૦
વાસુદેવજીને વારણે જઈએ, અમે તમારા એમ કહીયે. સવારમાં૦
ધર્મભક્તિને ભાળીને કહીએ, હવે જાવા નવ દઈએ. સવારમાં૦
રેવતીજીને હૃદયમાં ધરીએ, સૂર્યનારાયણ સમરીયે. સવારમાં૦
જદુપતિને જોવાને સારું, પાસે છે બળરામ ભઈએ. સવારમાં૦
આ દશ ર્મૂર્તિનું જે દર્શન કરશે, ભવથી પાર ઉતરશે. સવારમાં૦
લીંબતરુની લીલા સંભારીયે, શ્રીજીનું ધ્યાન નિત્ય ધરીયે. સવાર૦
ઘેલા નદીના ઘાટને જોઈને, સ્નાન વિધિ અનુસરીએ. સવારમાં૦
આ દશ ર્મૂર્તિ રહો મુજ આગે, ધીરૂભા એમ નિત્ય માગે. સવારમાં૦
 
  ૦૪-  દાદાને દરબાર જાશું -    શ્રીજી મહિમા - ૪

  ૦૧-  દાદાને દરબાર જાશુ -  સુપ્રભાતમ

 

Facebook Comments