અધમ ઉધ્‍ધારણ આસમે, સહજાનંદ સ્વામી

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:37pm

રાગ – રામગ્રી 

પદ - ૧

અધમ ઉધ્‍ધારણ આસમે, સહજાનંદ સ્વામી;

પ્રગટ્યા પૂર્વ દેશમેં, જન અંતરજામી. અધમ૦ ૧

કાઠી કોળી કળી કાળમાં, મહા પાપી અપાર;

તેને  તાર્યા આ સમે, ગણતાં ન આવે પાર. અધમ૦ ૨

કણબી વરણ કોઈ કાળમાં, નથી પામ્યા કલ્યાણ;

તેવા અગણીત  તારીયા, આજ શ્યામ સુજાણ. અધમ૦ ૩

ભ્રષ્ટમતી બહુ ભામીની, વેદ કર્મ વિહીણ;

ઓધારી અગણીતને, પ્રભુ પરમ પ્રવીણ. અધમ૦ ૪

એ આદિ કળી કાળમાં, નીચ જાતી અપાર;

અવિનાશાનંદ કહે  તારીયા, આજ ધર્મકુમાર. અધમ૦ ૫

 

પદ - ૨

પતિતપાવન પ્રભુ આવિયા, નિજ બિરુદ વિચારી;

ભવસાગરથી  તારવા, અગણીત નર નારી. પતિત૦ ૧

પ્રીત કરી બાંધી મહાપ્રભુ, પાંચ વ્રતની પાળ;

આંખો મચી ચાલ્યા જાય છે, વૃદ્ધ  તરુણ ને બાળ. પતિત૦ ૨

સ્વામિનારાયણ નામને, જપે જાણે અજાણે;

પુંજ બળે  તેના પાપનો, કવિ મુખથી વખાણે. પતિત૦ ૩

ગણિકા અજામેલ ગીધને, ગજ ગોપી ગોવાળ;

તાર્યા પૂર્વે  તેહને, પ્રભુ પરમ કૃપાળ. પતિત૦ ૪

એવું વિચારીને આ સમે, દાસ પોતાનો જાણી;

તારો અવિનાશાનંદને, મતી મંદ પ્રમાણી. પતિત૦ ૫

 

પદ - ૩

હું બલિહારી શ્રીહરિ,  તારા બિરુદને જોઈ;

થયો નથી થાશે નહીં, આવો અવતાર કોઈ. હું૦ ૧

કરણી ન જુઓ કોઈની, ગુણ ગ્રહો ગોપાલ;

દાસ ત્રાસ હરો દેખતાં, દયાસિંધુ દયાલ. હું૦ ૨

પરવત સમ પાપ દાસનાં,  તેને અણુસમ જાણો;

અણુસમ દાસના ગુણને, પરવત પરમાણો. હું૦ ૩

અમૃત નિજગુણ ન  તજે, પીયે જાણે અજાણે;

અમર કરે અગણીતને, વેદ શાસ્ત્ર પ્રમાણે. હું૦ ૪

પ્રભુતા પ્રભુ  તેમ ન  તજે, દીનબંધુ કહાવે;

અવિનાશાનંદના નાથને, ભજો ભવદુઃખ જાવે. હું૦ ૫

 

પદ - ૪

ગુણનિધિ ગરીબ નિવાજ છો, ગુણસાગર સ્વામી;

ગુણ ગાવે નીત ગણપતી, અગણીત બહુનામી. ગુણ૦ ૧

દાસ સુદામાને  તારીયો, જમી  તાંદુલ મેવા;

સુખ આપ્યું સહુ દેખતાં, મોલ કંચન રેવા. ગુણ૦ ૨

પુત્ર પૃથાના પાંચને, દેખી ગરીબ ઊદાસી;

છત્રપતી જગમાં છતાં, કીધાં કમલાનિવાસી. ગુણ૦ ૩

વિદુર વિભીષણ વિશ્વમાં, ચાવા કીધા છે  તારું;

ગુણવંત ગરીબને  તારવા, એવું બિરુદતમારું. ગુણ૦ ૪

અગણિત ગરીબ ઓધારીયા, કહતાં પારજ નાવે;

અવિનાશાનંદ અલબેલના, ગુણ નિશદિન ગાવે. ગુણ૦ ૫

Facebook Comments