ચાર અરૂ અઢાર ખટ, દ્ર્ઢ દિલ ધારલી એહ;

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 9:44pm

ચાર અરૂ અઢાર ખટ, દ્ર્ઢ દિલ ધારલી એહ;

બાર અગીયાર સત્યાવીશ સમનૂર હય.

બઊંતેર બત્રીસ ચૌદ બાવન કો ખાવન હય;

તીન નવ તેત્રીશ જાહીકે હજુર હય.

નવસે નવાણું સાત આઠકું ઉઠાત હાથ;

સાઠ પાંચ છપન અરૂ શતસમ શુર હય.

ચોરાશી અઠાસી જૈસે ધ્યાની હરદમ રહ;

ધર્મસુત જાને નાંહી તો વાકે મુખ ધુર હય.

 

અર્થ

ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણ, ભલે કંઠે કર્યાં હોય; બાર સૂર્ય, અગિયાર રૂદ્ર અને સત્યાવીશ નક્ષત્રોના જેવું તેજ મેળવ્યું હોય, બોંતેર કળાઓને જાણતો હોય; બાવન વીરને સાધ્ય કર્યા હોય, દેવ, દાનવ, માનવ અને ત્રિલોકવાસી સર્વે , નવ ગ્રહો અને તેત્રીશ કરોડ દેવતાઓ તો જેની હજુરમાં હાથ જોડી હાજર રહેતા હોય, નવસો નવ્વાણું નદીઓનાં તથા સાત સાગરનાં જળને શોષણ કરી લે એવો હોય, આઠ મોટા પર્વતોને હાથમાં ઉપાડી લે એવો મહાન બળિયો હોય, અને ચોરાશી હજાર સિધ્ધી અને અઠ્ઠાશી હજાર ઋષિઓને જેવો મહાન ધ્યાની હોય તો પણ જો ધર્માત્મા, ધર્મપ્રિય, ધર્મકુમાર, એવા અક્ષરાપતિ ભગવાન શ્રીહરિનો સમાશ્રય નથી કર્યો તો તેની એ વિદ્યા, બુધ્ધિ, બળ, તેજ અને પ્રભાવ એ સર્વે નકામું, નિરર્થક, શ્રમમય અને નિરુપયોગી છે.

( રચયિતા વિશે વધુ માહીતી આવકાર્ય છે. )

 

Facebook Comments