જમોને જમાડું રે જીવન મારા, હરિ રંગમાં રમાડું રે (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:37pm

 

જમોને જમાડું રે જીવન મારા, હરિ રંગમાં રમાડું રે. જીવન મારા. ૧

વાલાજી મારા સોનાનો થાળ મંગાવું,મોતીડે વધાવું રે. જીવન મારા. ૨

વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે. જીવ૦ ૩

વાલાજી મારા ગૌરીનાં ર્ઘાૃત મંગાવું, માંહી સાકર નંખાવું રે. જીવ૦ ૪

વાલાજી મારા દૂધ કઢેલ ભલી ભાતે, જમોને આવી ખાંતે રે. જીવ૦ ૫

વાલાજી મારા પાપડ પતાસાં ને પોળી, જમોને ગળી મોળી રે. જીવ૦ ૬

વાલાજી મારા  તુવેરની દાળ ચઢી ભારી, વિશેષે વઘારી રે. જીવ૦ ૭

વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, જમોને ગિરધારી રે. જીવ૦ ૮

વાલાજી મારા આદાં કેરીનાં અથાણાં, છે વાલ ને વટાંણાં રે. જીવ૦ ૯

વાલાજીમારા જે જે જોઈએ  તે માગી લેજો, ખારું ને મોળું કહેજો રે.જી.

વાલાજી મારા જળરે જમુનાની ભરી ઝારી, ઊભા છે બ્રહ્મચારી રે.જી૦૧૧

વાલાજી મારા લવીંગ સોપારી  તજ  તાજાં, જમોને લાવું ઝાઝાં રે. જી૦૧૨

વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી, છો અંતરજામી રે. જીવ૦ 

Facebook Comments