વાસુદેવ નારાયણ વિષ્ણુ મોહન કૃષ્ણ મુરારી (૧) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:24pm

 

રાગ : ભૈરવ

વાસુદેવ નારાયણ વિષ્ણુ મોહન કૃષ્ણ મુરારી,

શંક ચક્ર કરકમળ ગદાધર કમળાવર સુખકારી. વાસુદેવ૦ ૧

માધવ મુકુંદ માવ મધુસૂદન અક્ષરપર અવિનાશી,

રાધારમણ રમાપતિ રાઘવ હૃષીકેશ સુખરાશી. વાસુદેવ૦ ૨

પ્રાણનાથ પુરુષોત્તમ પૂરણ પ્રભુ પૂરણ અપારા,

પુંડરીકદૃગ પાળ પુરાતન પીતાંબર જગપ્યારા. વાસુદેવ૦ ૩

નરભ્રાતા નરસિંહ નિરંજન નાથ નિડર બહુનામી,

તપફળ તપકારક તપવલ્લભ ધરનીધર ચિદ્ધામી. વાસુદેવ૦ ૪

વામન વિશ્વાધાર વિશ્વંભર વરદાયક વ્રતધારી,

વિભુવરાહ વિમળજશ વિઠ્ઠલ વ્રજપતિ કુંજવિહારી. વાસુદેવ૦ ૫

કમલનયન કેશવ કરુણાનિધિ કેવળ નાથણ કાલી,

હંસ હરિ હયગ્રીવ હિરણ્મય મચ્છ કચ્છ વનમાળી. વાસુદેવ૦ ૬

ગોકુલેશ ગોપાળ ગરુડધ્વજ ગુણાતીત ગોવિંદા,

ગોપીજનવલ્લભ ગિરિધારી ચતુરબાહુ વ્રજચંદા. વાસુદેવ૦ ૭

ભવતારણ ભૂધર ભુવનેશા ભક્તવત્સલ ભયહારી,

બદ્રીપતિ બળવીર મહાબળ શ્યામ રામ કંસારી. વાસુદેવ૦ ૮

જગકર્તા જગદીશ જગદ્ગુરૂ જગજીવન જદુરાયા,

યજ્ઞ યજ્ઞભુક્તા યોગેશ્વર કલ્કી બુદ્ધ કહાયા. વાસુદેવ૦ ૯

ઊર્ધ્વબાહુ મુક્તેશ અધોક્ષજ અચ્યુત અમર અનંતા,

દીનબંધુ નટવર દામોદર કલિહર ત્રિભુવન કંતા. વાસુદેવ૦ ૧૦

પ્રાતઃસમય ઘનશ્યામ પિયાકી નામમાળ ઉઠી ગાયે,

બ્રહ્માનંદ મનોહર મુરતિ અંતરમાંહે ઠેરાયે. વાસુદેવ૦ ૧૧

Facebook Comments