રાગ : રામકલી
પદ - ૧
હો રંગીલે શ્યામરે રે, મેં તેરી નિજ દાસી.
મેં હું ચેરી મેહરમ તેરી, ચરનકમળકી નિવાસી. હો૦ ૧
નિમખ ન ભૂલું નાથ નિરંતર, અંતર ચરન ઉપાસી;
અહોનિસ હરખ ભરી મેરિ અખિયાં, પ્રિતમ તેરી પ્યાસી. હો૦ ૨
સુંદર વદન મનોહર સુરત, નટવર છબી અબિનાશી;
બ્રહ્માનંદ નિરખહે તોય મુખ, તબ મોય સબ દુઃખ જાસી. હો૦ ૩
પદ - ૨
હો રંગીલે શ્યામરે રે, તુમ મેહરમ હો મેરે;
મેં બંદી પ્રીતમ તમ સંદી, હાથ બેંકાણી તેરે. હો૦ ૧
જોગ યજ્ઞ તીરથ બરતાદીક, દેવી દેવ ઘનેરે;
ઇનસે કાજ સરે નહીં કબહુ, એ સબ માયા કેરે. હો૦ ૨
ઓર ઠોર મન ભ્રમે નહીં મેરો, ચરન કમળ ચિત્ત ઠેરે;
બ્રહ્માનંદ કહે મનમોહન, રહો મેરે અખિયન નેરે. હો૦ ૩
પદ - ૩
હો રંગીલે શ્યામરે રે, અબ ઉઠકે હસી હેરો;
આયે ગ્વાલ બાલ દરશનકું, અંતર હરખ ઘનેરો. હો૦ ૧
દિનકર ઉદે ભયો હે પ્યારે, સબ મીટ ગયો અંધેરો;
અબ તો સમય ભયો મનમોહન, ગૌ ચરાવન કેરો. હો૦ ૨
કીજે સ્નાન દાન કરુણા નિધિ, પીત વસન અંગ પહેરો;
બ્રહ્માનંદ હરખ અતિ અંતર, બદન બિલોકિત તેરો. હો૦ ૩
પદ - ૪
હો સલુને શ્યામને રે, અબ દરશન દીજે;
અંતર આશ દાસ સબ ઠાડે, તા પર કરુણા કીજે. હો૦ ૧
બીન દર્શન વ્યાકુળ બ્રજબિનતા, લાલ અરજ સુની લીજે;
ઇતની નિંદ કહા મેરે પ્યારે, આળસ તજકે ઉઠીજે. હો૦ ૨
બહુત અબેર ભયો મેં બલ જાઉં, પય સાકર ઉઠ પીજે
બ્રહ્માનંદ વદનકી પ્યાસી, દેખ દેખ છબી જીજે. હો૦ ૩