કસળીબાઈની પ્રસાદીની વસ્તુઓ

Submitted by swaminarayanworld on Fri, 26/02/2010 - 8:26am

સવાસો વર્ષ પુરાણાં શ્રીજી ચરણાવિંદ મળતાં ભક્તો ઉમટ્યા

god_footstepsમહેસાણાની જોષીની ખડકીમાં સ્વ. કસળીબાઈ બ્રાહ્મણના મકાનના ચણતરમાંથી મળી આવતાં હરિભક્તો ઉમટ્યા

મહેસાણામાં જોષીની ખડકીના એક પુરાણા મકાનના ચણતરમાંથી સવા સો વર્ષ કરતાં વધુ પુરાણાં શ્રીજીનાં ચરણાવિંદ, ચાંદીની ઝાંઝર, દોરો, સિક્કા સહિતના દાગીના વગેરે મળી આવતાં હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. પી.પી.સ્વામિ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતોએ ચરણાવિંદની આરતી-પૂજા કરી હતી.

મહેસાણાની વિરચંદ કરમચંદ વાડી નજીકના વિસ્તારમાં આવેલી જોષીની ખડકીના આ મકાનો સાથે પૌરાણીક કથા વણાયેલી છે જે મુજબ વર્ષો પૂર્વે કસળીબાઈ બ્રાહ્મણ નામનાં વિધવા અહીં રહેતાં હતાં.

૫૦૦ નંદસંતો તથા હરિભક્તો સાથે ભગવાન સ્વામિનારાયણે તેમના ઘરે પધરામણી કરી હતી. ખીચડી અને તેટલા જ વજનના ઘી સાથે તૈયાર કરાયેલી રસોઈ ભગવાને જાતે જ સંતોને પીરસતાં તેમની દિવ્યતાથી ખીચડી હતી તેટલી જ વધી હતી.

આવી ધર્મ કથા સાથે વણાયેલા પુરાણા મકાનમાં ગુરૂવારે સવારે જમીનથી સવા ફૂટ ઉપર દિવાલમાં ખોદકામ કરતાં ગોળ પથ્થર પર અંકિત શ્રીજીના ચરણાવિંદ મળી આવ્યા હતા, જેમાં ‘શ્રીજી’ તથા ‘સંવત-૧૮૮૧’નો ઉલ્લેખ કરાયેલો છે અને પથ્થરની પાછળ ‘મારે કોઈ વારસ નથી પ્રસાદી ઘરમાં રાખી’ તેવો ઉલ્લેખ કરાયેલો છે. તેની સાથે મહેસાણા સહિતના લખાણવાળી એક ઈટ તથા ચાંદીની ઝાંઝર, દોરો, સિક્કા વગેરે ચીજો મળી આવી હતી.

આ વાત પ્રસરતાં મોટી સંખ્યામાં હરિભક્તો અત્રે ઉમટી પડયા હતા અને શ્રદ્ધાપૂર્વક ચરણાવિંદનાં દર્શન કયાô હતાં. બીજી બાજુ જેતલપુરથી પી.પી.સ્વામિ, જમિયતપુરાના ઘનશ્યામ સ્વામિ, મહેસાણા મંદિરના મહંત નારાયણપ્રસાદદાસજી સહિત સંતોએ ડો. જી.કે.પટેલ, ઉધોગપતિ જી.કે.પટેલ સહિત અગ્રણીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ચરણાવિંદની પૂજા-અર્ચના પણ કરી હતી.

આ ઘટના બાદ અહીં ઉપસ્થિત સંતોએ આ તકે જણાવ્યું હતું કે, અહીં રહેતા ૨૧ વર્ષિય વૈભવ હર્ષદભાઈ શાહને સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને તથા સ્વ. કસળીબાએ અહીં ખોદકામ કરવાનું જણાવ્યું હોવાની તેમણે અમને જાણ કરી હતી. જેને પગલે ગુરુવારે સવારે હરિભક્તોની હાજરીમાં ખોદકામ કરતાં શ્રીજીનાં ચરણાવિંદ અહીંથી મળી આવ્યાં તે આનંદની વાત છે.

બીજી બાજુ નરનારાયણ દેવતાબાના સંપ્રદાયમાં સિદ્ધપુર પછીની આ બીજી ઘટનાને લઇને શનિવારે પ.પૂ.૧૦૦૮ કૌશલેન્દ્ર મહારાજ મહેસાણા આવનાર છે.

 http://www.divyabhaskar.co.in/2010/02/26/100226020200_ancient_foot_steps_of_lord_shreeji_found.html

 http://www.swaminarayan.in/MehsanaPhoto.aspx

http://www.jetalpurdarshan.com/kasalibai-ni-prasadini-vastu.html

http://www.jetalpurdarshan.com/mahesana_partika.html

More photos ( added on 5th march 2010)

20

 

ચરણાર્વિંદના દર્શને પી પી સ્વામી અને સંતો

ચરણાર્વિંદ અને પ્રસંગ વિશે વિગત

patrika01 patrika02

patrika03 patrika04

  muni swamimuni swami 001

 

 Amature video at time of digging