જમો જમોને મારા જીવન જુગતે,ભોજનીયાં રસ ભરિયાં રે

Submitted by swaminarayanworld on Thu, 11/03/2010 - 7:01pm

રાગ - ભૈરવ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને, (૪)?

પદ-૪

જમો જમોને મારા જીવન જુગતે, ભોજનિયાં રસ ભરીયાં રે;

પાક શાક તમ સારુ પ્રીતમ, કોડે કરીયાં રે... જમો૦ ૧

તળીયાં ગળીયાં તાજાં તાતાં કનક થાળમાં ધરીયાં રે;

આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝાં ઘેબરીયાં રે... જમો૦ ૨

કડી વડી કારેલાં કાજુ, રાઈતણાં દહીથરીયાં રે;

જોઈએ તો ઉપરથી લેજો. મીઠુ જીરુ મરીયાં રે... જમો૦ ૩

બ્રહ્માનંદના નાથ શીરાવ્યા, દૂધભાત સાકરીયાં રે;

ચળુ કર્યું હરિતૃપ્ત થઈને, નીરખી લોચન ઠરીયાં રે... જમો૦ ૪

Facebook Comments