વિરહનું
પદ - ૧
મુને મેલી ગયા રે મહારાજ, કોને કેમ કીજીયે. ટેક.
કેમ રે કરીને દિન કાપશું, કરશે કુણ હવે કાજ. કોને કેમ૦૧
પાટે બેસી સુખ આપતા, કાપતા કષ્ટ કલેશ;
રમુજ કરીને બોલાવતા, હેતે હરખી હમેશ. કોને કેમ૦ ૨
આધિ વ્યાધિ ઊપાધિ ને, નાશ કરતા નેદાન;
ખાન પાન સનમાનને, દેતા થઈ ગુલતાન. કોને કેમ૦ ૩
કરી આવતા કાંઈ કામને, જયારે જન સુજાણ;
બહુ હેતે ભરી બાથમાં, મળતા કરતા વખાણ. કોને કેમ૦૪
પ્રીત કરીને પૂછતા, સરવે સુખ સમાચાર;
તેરે દિવસ ઘણા સાંભરે, ઊરમાં વારંવાર. કોને કેમ૦ ૫
જયારે જયારે મુને જીવમાં, સૂરત સાંભરે શામ;
આવે હૈયું ઊભરાઈને, જંપ નહિ આઠુંજામ. કોને કેમ૦ ૬
સુખ સરવે સંસારમાં, ઊરથી થયાં ઊદાસ;
અવિનાશાનંદ કે આ સમે, સુખ છે શ્રીહરિ પાસ. કોને કેમ૦ ૭
Disqus
Facebook Comments