મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઊપાધિ; (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 9:58pm

 

રાગ - પરજ

પદ -૧

મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઊપાધિ;

સદ્ગુરુ મીલ્યા અનાદિ, મીટ ગઈ સર્વે ઊપાધિ. - ટેક.

કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હૈ ઘડનરહારા;

જબસે મોહે સદ્ગુરુ મીલ્યા, મીટ ગયા સર્વે ચાળા. મેં હું૦ ૧

કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને  તાત;

કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. મેં હું૦ ૨

નહિ રહ્યા મેં નહિ ગયા મેં, નહિ સુધર્યા નહિ બીગડા;

હમ હમારા કુળ સંભાર્યા, મત કરના કોઈ ઝગડા. મેં હું૦ ૩

પાણી મેં સે પુરુષ બનાયા, મલમૂત્રકી કયારી;

મીલ્યા રામ ને સર્યાં કામ, અબ ન રહી કોઉંસે યારી. મેં હું૦ ૪

આગે  તપસી  તપસા કરતા, રહ ગઈ કિંચિત કામા;

તે કારણ આ નરતન ધરીયો, સો જાનત હૈ રામા. મેં હું૦ ૫

જે કારણ આ નરતન ધરીયો,  તે સર્યું છે કામ;

નિષ્કુળાનંદ કહે પ્રગટ મળ્યા મોહે, ટળ્યું નામને ઠામ. મેં હું૦ ૬

Facebook Comments