સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભુખ્યે આ ભેખ રે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:20pm

રાગ - પરજ

 

સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભુખ્યે આ ભેખ રે;

જનુનીનો જાયો કહું છું, અવશ્ય હતો હું એક રે. સંતો૦ ૧

ગાડું બળદ ગાય ને ઘોડી, ડોબાં હતાં દશ બાર રે;

પાંચ મળીને પુછતા મુને, કરતો હું કારભાર રે. સંતો૦ ૨

અન્ન ધન ધામ ને ધરણી, પરણી હતી ઘેર રે;

છોટાં છોટાં છોકરાં હતાં, હતી માતાજીની મેર રે. સંતો૦ ૩

ખાવા પીવાનું ખૂબ જડતું, વસ્ત્રનો નહિ પાર રે;

જોઈએ  તેવા જોડા જડતા, તકે  તકે  તૈયાર રે. સંતો૦ ૪

એટલું મેલી અહીં આવ્યો છું, ઉર કરી વિચાર રે;

ભૂખે મરતાં ભેખ લીએ છે, ગણશો નહિ એની હાર રે. સંતો૦ ૫

જ્ઞાન વૈરાગ્યે ગળે ઝાલ્યો, કયાંઈ ન ચોટ્યું ચિત્ત રે;

નિષ્કુળાનંદ કહે નહિ કહું  તો, જોડશે મારું ગીત રે. સંતો૦ ૬

Facebook Comments