રાગ : ગરબી (હાલરડું)
હાલરડું અતિ વાલરડું૧, હરિને ગાવે ગોપી હાલરડું;
પારણીએ પુરુષોત્તમ પોઢ્યા, ભળકે છે સુંદર ભાલરડું. હરિ. ૧
વહાલે હસી વ્રજવનિતાને, અંતરમાં સુખ આલરડું. હરિ. ૨
ઘી ગોળ માંડા૨ કારણે રે, મુખડું ફાડે પ્યારો ઠાલરડું૩. હરિ. ૩
બ્રહ્માનંદ કહે ચાંદલિયો લેવા, કજિઓ કરી બોલે કાલરડું૪. હરિ. ૪
-------------------------------------------------------------------
૧. વહાલુ, પ્રિય ૨. પરોઠું ૩. ખાલી ૪. કાલું
Disqus
Facebook Comments