રાગ કાફી હોરિ
પદ - ૧
શામળો મોંસે ખેલત હોરી. શાંમળો.
મેં જમુનાં ભરન ગઈતી, લઈ ગાગર શિર કોરી;
આય અચાનક મળ્યો ડગર મહિ, સંગે સખાકું બટોરી;
દેખી મોકુ નવલ કીશોરી. શાંમળો. ૧
હોરી હોરી કહી ઝોરી ચલાવત, ગાવત અંગ મરોરી;
કેશર ગાગર લઈ મન મોહન, આવ્યો સખિ શ્યામ દોરી;
હસી મોરે શિર પર ઢોરી. શાંમળો. ૨
અબિર ગુલાલ લઈ મુખ મીજયો, કર પકર્યો બર જોરી;
ભીડી ભુજામાંહિ મોકુ પકરકે, કંચુનકી કસ તોરી;
કાઊસે હોના હિલચ્યોરી. શાંમળો. ૩
બૈયાં મરોરી અતિ ઝક ઝોરી, ડાર્યો કંગનવા ફોરી;
દાસ બદ્રિનાથ કહે કહા વરનું, હાર હૈયાકો તોરી;
ગયો મોકું રંગમે રોરી. શાંમળો. ૪
પદ - ૨
બાવરે મોરી ચુનર ફારી. બાવરે.
અબીલ ગુલાલકી મુઠી ભરી, દોડ આવ્યો નજીક મોરારી;
સુંદર વાત કહી મનમોહન, સુરત ચુકાઈ હમારી ગયો;
મોરી આંખ મેં ડારી. બાવરે. ૧
હોળી હોળી કહી ધુમ મચાવત, ગાવત મુખ હોંસે ગાને;
ભરી પિચકારી મારત મુખ ઊપર, દેખી સુંદર અતિ નારી ગારી;
નહિ પરણી કુંવારી. બાવરે. ૨
કેશર કુંમ કુંમ કે કિચમાંહી, પટકી મોકું ગિરધારી;
લાજ તજી મન મોહન પ્યારે, ડાર્યો કંચુ મેરો ફાડી;
હસે સખા દઈ કર તાળી. બાવરે. ૩
હસી હસીને નકી સેનમેં મોહન, ચિત્ત હરિ લોને હમારી;
દાસ બદ્રિનાથ કહે શ્યામ ઊપર, તન મન ડારું વારી;
છબિ પર જાઊ બલિહારી. બાવરે. ૪
પદ - ૩
છપૈયે રંગ ધુમ મચાઈ. છપૈયે.
ચુવા ચુવા ચંદન અબિર અરગજા, કેશર ગાગર લાઈ;
રામપ્રતાપ ઈચ્છારામ મોહન, ખેલત તીનો ભાઈ;
શોભા મુખ બરની ન જાય. છપૈયે. ૧
શ્રીઘનશ્યામ ભરી પિચકારી, મારત સબહીકુ ધાઈ;
હોરી હોરી કહી રંગ ઊડાવત, ગાવત ફાગ ફુલાઈ;
મોહન મુખ મંદ મુસકાઈ. છપૈયે. ૨
અબીલ ગુલાલ લઈ મન મોહન, ડારત અતિ હરખાઈ;
શ્યામ સખા સબ શ્યામકે ઊપર, ભરી પિચકારી ચલાઈ;
હોળી હોળી મુખનસે ગાઈ. છપૈયે. ૩
ઊડત ગુલાલ લાલ ભયો અંબર, રવિ તેજ નાહી દેખાઈ;
અરસ પરસ સબ ખેલત, એસે માનુ મેઘ ઝરિ લાઈ;
એસો રંગ કીચ મચાઈ. છપૈયે. ૪
ભવ બ્રહ્મા સનકાદિ દેવ મુનિ, કૌતક દેખન આઈ;
દાસ બદ્રિનાથકે શ્યામ ઊપર, સુમન ઝરી બરસાઈ;
જય જય બાની બોલાઈ. છપૈયે. ૫
પદ - ૪
છપૈયામેં મંદિર ભારી. છપૈયા.
શ્રી ઘનશ્યામજી પ્રગટ બિરાજત, અવતારકે અવતારી;
કરત દરશન અતિ પ્રેમસે જે જન, પાવે પદારથ ચારી;
જાવે વૈકુંઠ કે દ્વારી. છપૈયા. ૧
પુરવાસી સબહી નીત જાવત, પ્રેમસે સાંજ સવારી;
શ્રી ઘનશ્યામકી માધુરી મુરત, નિરખત મન ચિત્ત ધારી;
અંતર માંહી લેત ઉતારી. છપૈયા. ૨
પ્રેમ ભરે સબહી જન ગાવત, બાજત તાનમે તારી;
તાલ મૃદંગ ઝાંઝ ડફ બાજત, નાચત થઈ થઈ કારી;
બાજે તહાં દૂંદૂભિ ભારી. છપૈયા. ૩
દેશ દેશકે હરિજન ચલી જાવત, ભીડ મચત તહાં ભારી;
શીતલ સંત સભા તહાં શોભત, ત્યાગી સબે ધન નારી;
સેવે ઘનશ્યામ મોરારી. છપૈયા. ૪
કાર્તિક ચૈત મેં મેલા હો, લાગત જાવત બરન હો ચારી;
દાસ બદ્રિનાથ શ્યામ છબી પર, તન મન નાખત વારી;
મૂરતિ અંતરમે ઉતારી. છપૈયા. ૫