શ્રીજી મહારાજનું સંત-હરિભક્તોને અખંડ સ્મરણ રહે તે માટે કચ્છ દેશની લીલામાં જે જે સ્થળો-નદી, તળાવ, વાવ, વાડી આદિ સ્થાનોમાં શ્રીજી મહારાજ વિચર્યા છે અને તે તે સ્થળોને જેવી રીતે પાવન કર્યાં છે તેની માહિતી જેવી રીતે મળેલ છે તે પ્રમાણે નોંધ કરેલ છે. તેમજ ભુજ નર-નરાયણદેવના મંદિરમાં શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ ચરણારવિંદ, મૂર્તિઓ, વસ્ત્રો, દાતણ વિગેરે પરંપરાથી સાચવી રાખવામાં આવેલ છે. તે વસ્તુઓનાં સૌ સંતો તથા હરિભક્તોને દર્શન થાય તે માટે શ્રી નર-નારાયણદેવ આદિ દેવોના મંદિરના પાછળના ભાગમાં શ્વેત આરસથી સુશોભીત અક્ષર ભવન કરાવીને તેમાં તે વસ્તુઓ સારી રીતે ગોઠવેલી છે. તેની નોંધ નીચે મુજબ છે.
પૂર્વ બાજુની દિવાલમાં :
ખંડ પહેલો :
૧. ઉપરના ભાગમાં કબાટમાં : શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓથી ભરેલી પેટી ૧૦, શીશી રજથી ભરેલી ૧, આરસનો કટકો ૧, વચ્ચેના કબાટમાં શાલ ૧, સુરવાલ ૧, શેલુ અર્ધું, વાસુદેવ નારાયણની મૂર્તિઓ ૨, નરનારાયણદેવની મૂર્તિ મોટી ૧, ચરણારવિંદની જોડ ૩, શિક્ષાપત્રી તદ્દન નાની હાથની લખેલી ૧, કેશની ઝુડી ૧, વસ્ત્રના કટકા ૪, બુધ્ધાવતાર નામની ધર્મભક્તિ સહિત સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧, શિક્ષાપત્રીની મોટી મૂર્તિ ૧, કીર્તનની ચોપડી ૧, ચરણારવિંદની જોડ ૧, નર-નારાયણદેવની મૂર્તિ મોટી ૧, રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ૧, બુધ્ધાવતારના નામવાળી શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧, નામાંકિત રૂમાલ ૧, તથા માળા.
નીચેના કબાટમાં : ચરણારવિંદ જોડ ૫, હરિકૃષ્ણ મહારાજ સહિત રાધાકૃષ્ણ દેવની મૂર્તિ ૧, પુસ્તક બંધણાની પેટી ૧, નરનારાયણદેવની મોટી મૂર્તિ ૧, વાસુદેવનારાયણની મૂર્તિ ૧, સહજાનંદાય નમઃ હરિકૃષ્ણાય નમઃ એ આદિક નવ નામવાળો છાપેલો રૂમાલ, શિક્ષાપત્રી દોહા ચોપાઇમાં ચોપડી ૧, પ્રસાદીની વસ્તુ ભરેલી પેટી ૧, માળા ૧.
ઉત્તરાભિમુખે દક્ષિણ બાજુની દિવાલમાં.
ખંડ બીજો
ઉપરના કબાટમાં : પુસ્તકો છુટાં પાનાં પ્રત ૧૨, નાની મોટી પ્રસાદીની શિક્ષાપત્રી આદિ ચોપડીઓ ૭, વચ્ચેના કબાટમાં : ધોળું અંગરખું ૧, શ્વેત ધોતીયું ૧, ધોળાં તથા લીલાં રંગનાં ટપકાંવાળી એક છેડે લીલા રંગવાળી લાલ રંગની નેતરની સોટી - અઠાંશ શિક્ષાપત્રી નિત્યાનંદ સ્વામીની નંગ જડીત પુઠું તથા બંધણું સાથે છે, રેશમી પવિત્રું ૧, કલમ રાખવાની ચાંદીની ભુંગળી ૧, બે ફળવાળો ચાકુ ૧, ચશ્મા નાનાં ૧, માળા ૭, બેરખા ૪, ચરણારવિંદની જોડી ૪,
નીચેના કબાટમાં : ધમડકાથી આવેલ રજાઇનો કટકો ૧, પરચુરણ પ્રસાદીથી ભરેલી પેટીઓ ૨.
ખંડ ત્રીજો :
ઉપરના કબાટમાં, લાંબી બાંયવાળા અંગરખા શ્વેત ૨, ધોતીયું શ્વેત ૧, માળા ૨, ખરડા બે, બેરખો ૧.
વચ્ચે સિંહાસનમાં : વાસુદેવનારાયણની મુર્તિ ૫, કમળના ડોડાવાળી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૬, બુધ્ધાવતાર નામની સહજાનંદ સ્વામીની મૂર્તિ ૭, શિક્ષાપત્રી મોટીની મૂર્તિઓ ૬, હરિકૃષ્ણ મહારાજ સહિતની શ્રીરાધાકૃષ્ણદેવની મૂર્તિ ૭, તપની મૂર્તિ ૮, શિક્ષાપત્રી નાની મૂર્તિ ૨, નર-નારાયણદેવની નાની મૂર્તિ ૧, સિંહાસનમાં શ્રીરામ-લક્ષ્મણ-સીતાજી છે. તેની પાછળ ફૂલ સુંઘતાં મૂર્તિ ૧, ચરણારવિંદ જોડ ૧, નરનારાયણદેવ ૧, તાંબાની ભુંગરી, લાલ કપડું, મોજો, માળા, રાખડી છે. નીચેનું સિંહાસન તેમાં ગરુડજી છે.
ખંડ ચોથો :
ઉપરના કબાટમાં : ધોળું ધોતીયું ૧, બે ખરડા છે. કાશીની જનોઇ છાપેલી પાટીવાળી શ્રીજી મહારાજે નારાયણજીભાઇને આપેલી હતી તે છે. ખેસ શ્વેત એક છેડા વાળો, ઓગણોતેરા કાળ વખતે શ્રીજી મહારાજે એક હરિભક્તનને રૂદ્રાક્ષનો એક મણકો બંધાવેલ હતો તે મણકો ૧.
વચ્ચેના કબાટમાં : ચાખડીની જોડી ૧૦, મોજડી જોડી ૨, લાલ લાકડાંની કંકાવટી ૧, લાકડાંનો ડાબલો ૧, ઢાંકણાં સહિત દર્પણ લાકડાંનું ૧, ડાબલી ૧, લાંકડાની નાની ડાબલીનું ઢાંકણું ચાંદીનું ૧, ચરણારવિંદની જોડ ૬. નીચેના કબાટમાં : ધમડકાથી આવેલ રજાઇનો કટકો ૧, પ્રસાદીની વસ્તુઓ ભરેલી પેટી ૨.
ખંડ ૫મો :
ઉપરના કબાટમાં : ગાદલું ૧, તકીયો ૧, ગાદી ૧, બાજોઠ નંગ બે તેમાં એક તુટેલો છે. ઢોલીયાના પાયા ૪, ઢોલીયાની ઇંસો બે તથા ઢોલીયાનાં ઉપરાં બે, ઢોલીયાના મોટા પાયા ૩, લોઢાની પેટી ૧, કમાડના બંધની, ચાખડીની જોડી ૧, પ્રસાદીના લાકડાંના કટકા ૧૨, વચ્ચેના સિંહાસનમાં નર-નારાયણદેવની મોટી મૂર્તિ ૯, શ્રીજી મહારાજની શય્યામાં પોઢતી ચિત્ર પ્રતિમા મોટી,
નીચેના ખંડમાં ચરણારવિંદની જોડ ૧૨.
ખંડ છઠ્ઠો :
ઉપરના કબાટમાં : ધમડકાનાં કરણીબાની સાડી ૧, રજાઇ ૧, પરણતી વખતે ઉપર ઓઢવાનો ઉપરણો ૧, વચ્ચેના કબાટમાં : પુસ્તકોની પ્રત ૫, છુટાં પાનાં, ત્રણ ચોપડી, રૂમાલ ૧, ખરડો ૧, લાલ રંગનો રૂમાલ ૧, કાગળ ૧, ભક્તિધર્માત્મજ શ્રીહરિકૃષ્ણ મહારાજ એ નામની મહોર છાપવાળો છે તેમાં શ્રીજી મહારાજે ભુજના હરિભક્તો ઉપર સુબોધની ટીકાવાળું ભાગવતનું પુસ્તક મંગાવવા સંબંધી હકીકત લખેલી છે, કાગળ ૧ તેમાં શ્રીજી મહારાજે ભુજના હરિભક્તોએ મુરલીધર સાથે મોકલાવેલ કાગળ તથા નારાણીયાખ્યાનનું પુસ્તક લખાવીને મોકલ્યું હતું તેના પહોંચની વિગત છે, નરનારાયણદેવની મોટી મૂર્તિ ૧, ચરણારવિંદની જોડ ૨, (આ ત્રણ વસ્તુ ચાંદીનાં ધરામાં મઢેલી છે.) ચરણારવિંદ જોડ ૧, સુવાસની બાની મુદ્રિકા, ચરણારવિંદની જોડ ૪, વચમાં કલમ પીંછીથી ચિતરેલ સહજાનંદ સ્વામી છે.
નીચેના કબાટમાં : પિત્તળનો ડાબર ૧, ઢાંકણાં સહિત પિત્તળની થાળી ૪, કાંસાનો કટોરો ૧, શ્રીજી મહારાજે જેથી દૂધ પીધું હતું, આરસનો કટોરો ૧, ચીનીનો કટોરો ૧ કાળારંગનો, કલશલી પિત્તળની ૧, ચંબુ પિત્તળનો ૧, નાનું તરભાણ પિત્તળનું ૧, ચાખડીના ટાચકા હાથી દાંતના ૨, ચરણરજ ભરેલા હાંડીના કાંચના કાંઠા ૩, પુસ્તક ૧, કળશ ૧, વાટકો ૧.
ખંડ ૭મો :
ઉપરના કબાટમાં : વાસુદેવનારાયણની મૂર્તિ ૫, કમળના ડોડાવાળી સહજાનંદ સ્વામીની મૂર્તિઓ ૫, સહજાનંદ સ્વામીની કલમ પીંછીથી ચિતરેલી મૂર્તિ ૨, બુધ્ધાવતાર નામની સહજાનંદ સ્વામીની મૂર્તિ ૭, શિક્ષાપત્રીની મોટી મૂર્તિઓ ૫, હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ ૬, તપની મૂર્તિ ૭, ચરણારવિંદની જોડ ૮.
નીચેના કબાટમાં : ધોતીયું ચંદન વાળું શ્વેત રંગનું ૧, દાતણ નંગ ૧, ગોપીચંદનની શુકાનંદ સ્વામીએ બનાવેલી માળા ૧, સુતરની ગુંથેલી માળા ૧, કેસર ભરેલી શીશી ૨, પરચુરણ પ્રસાદીની વસ્તુઓથી ભરેલી પેટી ૧, ચરણારવિંદ જોડ ૧, નરનારાયણદેવ ૧, મુક્તાનંદ સ્વામી સાથે સહજાનંદ સ્વામી.
ખંડ ૮મો :
ઉપરના કબાટમાં : કરણીબાનાં વસ્ત્રો જે ખંડ છઠ્ઠાની સાથે સળંગ છે. વચ્ચેના કબાટમાં : સોનેરી છેડાવાળો શ્વેત ખેસ ૧, દોરીયાનું અંગરખું શ્વેત ૧, ટોપી કીનખાબ લાલ રંગની સોનેરી બુટ્ટાંવાળી ૧, લીલી કોરવાળું ગુલાબી રંગનું રેશમી પીતાંબર ૧, ચરણારવિંદની જોડ ૧૦.
નીચેના કબાટમાં : લાલ તથા લીલી કોરનો શ્વેત રૂમાલ ૧, નારાયણજીભાઇ સુતારના ઘેરથી આવેલ, ચરણારવિંદ જોડ ૬, પરચુરણ પ્રસાદીની પેટી. કાગળ ૧, તેમાં શ્રીજી મહારાજે ભાવનગરના મહારાજ વજેસંગના કુંવર અજુબા સારુ પ્રસાદીનો રેંટો મોકલાવેલો તેની પહોંચનો ભાવનગરના મહારાજ વજેસંગ તથા કુંડવર ભાવસંગનો લખાવેલો પહોંચપત્ર, નાની મોટી માળા ૩, માળા ૧ રતાંજલીની છે, રતલી તોલું ૧, અંદરના ભાગમાં નખકેશ સહીતની શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓથી ભરેલી પેટી બે.
ખંડ ૯મો :
ઉપરના કબાટમાં : ભરત ભરેલાં રેશમી ગાલ મશૂરીઆં ૨, ભરત ભરેલ પીળા રંગનું ઓશીકું ૧, પીળા રંગની રૂ ભરેલી સરીયારી કચ્છી ટોપી ૧, શ્વેત રંગની કચ્છી ટોપી ૨, લાલ રંગની રજાઇ ૧, ધમડકાના રાયધણજીની ઢાલ ૧, તલવાર ૧, બંદુકનો કુંદો ૧, વસ્ત્રનો વિંજણો ૧ શ્વેત રંગનો, પરચુરણ વસ્તુની ભરેલી પેટી ૨, લૂગડાંના પાવલાંની જોડ ૧, રેશમના રૂમાલના કટકા ૨, પ્રસાદીનું લાકડું ૧, (વેલાલના જેસંગભાઇના માઢના દાદરાના પગથિયાનું)
વચ્ચેના સિંહાસનમાં : વાસુદેવનારાયણની મૂર્તિઓ ૬, બુધ્ધાવતાર નામની શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૬, હરિકૃષ્ણ મહારાજ સહિત રાધાકૃષ્ણ દેવની મૂર્તિ ૬, ખુરશી પર બેઠેલા શ્રીજી મહારાજની ઉપાડ કામવાળી ચાંદીની મૂર્તિ.
નીચેના કબાટમાં : ચાંદીની ફ્રેમમાં મઢેલી ચરણારવિંદની જોડ ૬, રૂપિયો ૧, સોનાનાં ફુલ વચ્ચે મઢેલ શ્રીજી મહારાજનાં અસ્થિ.
ખંડ ૧૦મો :
ઉપરના કબાટમાં શ્વેત ધોતીયાં ૨, તેમાં એક ચંદનવાળું છે, નિષ્કુળાનંદ સ્વામીની લાકડાં પર છાંટવાની ગેરુ ભરેલી દોરી ૧, લાલ રંગની કીનખાબની ટોપી ૧, સુરવાલનો પાયચો અરધો લાલ બુટ્ટાં વાળો પીળા રંગનો, પુસ્તક બાંધવાની પાટી ૧, લીલા રંગની નેતરની છડી ૧.
વચ્ચેના કબાટમાં : શ્રીજી મહારાજે મછીઆવમાં ફૂલદોલના મહોત્સવ સમયે ભુજના ગંગારામભાઇને આપેલો રૂનો ભરેલો લાલ રંગનો રેશમી વાઘો ૧, તથા ટોપી પીળા રંગની શ્રીજી મહારાજે ગંગારામભાઇને આપેલી તે ૧, ધોળું અંગરખું ૧, કાન-ગોપીના રાસવાળો ભરત ભરેલો લાલ રંગનો રેશમનો રૂમાલ ગોળ ૧, ચરણારવિંદની જોડ ૧૦,
નીચેના કબાટમાં : છુટાં પાનાનાં પુસ્તકોની પ્રત ૧૭, શિક્ષાપત્રી ચોપડી ૧, મુક્તાનંદ સ્વામીનાં ચશ્માં જોડ ૧, લીલા રંગનાં ચશ્માંની જોડ ૧, નરનારાયણદેવ ૨, ચરણારવિંદ જોડ ૪, લાલછેડાવાળો શ્વેત ખેસ ૧.
ખંડ ૧૧મો :
ઉપરના કબાટમાં પીળારંગની શાલ છેડામાં ભરત ભરેલી, લાલ ટપકાં વાળો કાળારંગનો સાડલો ૧ , ચંદનની પાટીઓનો બનાવેલો સંકેલા પંખો ૧.
વચ્ચેના કબાટમાં : નરનારાયણદેવની મૂર્તિઓ મોટી ૫, વાસુદેવનારાયણની મૂર્તિ ૧૧, રાધાકૃષ્ણદેવની મૂર્તિ ૮, બુધ્ધાવતાર નામની શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૨, તપની મૂર્તિ ૯, ચરણારવિંદની જોડ ૮.
નીચેના કબાટમાં : પિત્તળની થાળી ૪, પિત્તળનો વાટકો ૧, ચાખડીની જોડ ૧, કરણીબાનાં કલ્લાંની જોડ ૧, જે શ્રીજી મહારાજે પોતાનાં ચરણમાં ધારણ કરેલાં હતાં, આરસનું પત્તર ૧, જેમાં શ્રીજી મહારાજે આમ્રરસનું પાન કરેલું હતું, ચોપટી ૧, પ્રસાદીની.
ખંડ ૧૨મો :
ઉપરના કબાટમાં લાંબી બાંયો વાળું ચંદનથી વ્યાપ્ત અંગરખું ૧, લાલ છીંટની ટોપી ૧, લાલ બુટાંવાળી શ્વેત રંગની રજાઇ ૧, રેશમી નાડી રેશમનાં ફૂમતાવાળી ૧.
વચ્ચેના કબાટમાં : સોનાની ફ્રેમમાં મઢેલ ચરણારવિંદની જોડ ૧ તથા નરનારાયણદેવની મૂર્તિ ૧, ચાંદીની ફ્રેમમાં મઢેલી ચરણારવિંદની જોડ ૧, ચાંદીની ફ્રેમમાં મઢેલી નરનારાયણદેવની મૂર્તિ ૧, ચોપડીઓ પ્રસાદીની ૩, લાલ છીંટનો રુમાલ ૧, રજાઇનો કટકો ૧, ભુજના હરિભક્તો ઉપર શ્રીજી મહારાજે લખાવેલો કાગળ ૧, જેમાં મંદિર કરવા માટે જગ્યા લેવાની તથા કપિલ ગીતાનું પુસ્તક લખાવીને મોકલવાની તથા પ્રાગજી દવેની સંભાળ રાખવાની ભલામણ લખેલી છે. કાગળ ૧, શ્રીજી મહારાજે ભુજના હરિભક્તો ઉપર લખેલ તેમાં એવી ભલામણ લખેલી છે જે નારાયણીયાખ્યાનનું પુસ્તક લખાવી મોકલશો, તે પુસ્તક અમદાવાદમાં લખાયેલી પ્રત ન હોય તેમજ અમદાવાદમાં લખાયેલી પ્રત પર લખાયેલું બીજું પુસ્તક પણ નહીં, પરંતુ જુની પ્રત પર લખાયેલું હોય તે પ્રત પરથી લખાવીને મોકલાવશો એમ વિગત લખેલી છે. ચરણારવિંદની જોડ ૪.
નીચેના કબાટમાં : ચંદનવાળું ધોતીયું શ્વેત ૧, લાલકોર વાળું કાળું તોરણ, શ્વેત ખેસ ૧, ધોતીયું ૧, છરો ૧, બેરખો ૧, નાનો ઓરસીયો, પત્તર ૪, અક્ષરઓરડીની ખીલી, પ્રસાદીનું ડોયું, દરવાજાની ફુદડી ૨, પ્રસાદીના વસ્ત્રના ટુકડા.
ખંડ ૧૩મો :
ઉપરના કબાટમાં ધોતીયાં શ્વેત નંગ ૬, કામળી ધોળી ૧, ભગવા રંગની કામળી ૧, ધોળું ગોદડું ૧, લાલ રંગની રજાઇયું ૩, ગુલાબી રંગની મારવાડી પાઘ ૧, ગુલાબી કોરવાળો શ્વેત રુમાલ ૧, પીળા રંગનો બટવો ૧, વસ્ત્રના કટકા ૨,
વચ્ચેના સિંહાસનમાં : નરનારાયણદેવની મૂર્તિ મોટી ૯, રંગ ક્રીડા કરતા શ્રીજી મહારાજની મૂર્તિનો તકતો મોટો ચાંદીની ફ્રેમ વાળો.
નીચેના કબાટમાં : ચરણારવિંદની જોડ ૧૨.
ખંડ ૧૪મો :
ઉપરના કબાટમાં ધોળું ગોદડું ૧, નાની મોટી ચોપડીઓ ૮, ચાખડીની જોડ ૧, ત્રાંબાનો ત્રાંસ ૧.
વચ્ચેના કબાટમાં : સોનેરી છેડાવાળો ગુલાબી રંગનો રુમાલ ૧, લાલરંગની છાપેલી કોરવાળો રુમાલ ૧, નાની મોટી માળાઓ ૬, ચરણારવિંદની જોડ ૪.
નીચેના કબાટમાં : ધોળું ધોતીયું ૧, પાવલાંની જોડ ૧, પ્રસાદીની વસ્તુ ભરેલી પેટી ૧, તપની મૂર્તિ બે, વાસુદેવનારાયણ મોટા ૧, મઢેલ પ્રસાદીનાં વસ્ત્ર બે, શિક્ષાપત્રી નાની ૧, કબાટો ૧૦ના થાંભલા જે નીચેના ભાગમાં છે તેમાં પ્રસાદીની વસ્તુથી ભરેલી પેટીઓ છે.
ખંડ ૧૫મો :
ઉપરના ભાગમાં હાટીઓના કમાડની જોડ ૧, હરબાઇ સુતારના ઘરનાં કમાડો બે તથા એક અડધું કમાડ છે, ધમડકામાં જે મેડી હતી તે મેડીમાં શ્રીજી મહારાજ રહેતા તે મેડી પર ચઢવાનો દાદરો કે જે ધમડકાથી આવેલો છે. તે દાદરો નંગ ૧, અમદાવાદના શ્રીનરનારાયણદેવના આરસના સિંહાસનના આરસના કટકા નીચેના કબાટની અંદર રાખેલા છે તેનાં દર્શન નથી થતાં.
વચ્ચેના ભાગમાં : પ્રસાદીનાં પત્રો છે તે બન્ને બાજુ કાચથી મઢેલા છે તેનાં દર્શન એક ભાગનાં થાય છે. બન્ને બાજુથી જોવા હોય તો કબાટ ખોલીને જોઇ શકાય તેમ રાખેલ છે. કાગળની વિગત નીચે પ્રમાણે છે.
કાગળ ૧. શ્રીજી મહારાજે ભુજના હરિભક્તો ઉપર લખાવેલ છે તેમાં અદીબાના સગપણ સંબંધમાં ભુજ શ્રીનરનારાયણદેવને ત્રણસો કોરી આપવાનો ઠરાવ કરેલ છે પણ તે કોરીઓ આપણે લેવાની નથી તેવી ભલામણ લખેલી છે.
કાગળ ૨. તે પત્ર સર્વ સત્સંગી પર લખાવેલ છે તેમાં આચાર્યોની વિગત છે.
કાગળ ૩. શ્રીજી મહારાજે ભુજના હરિભક્તો ઉપર લખાવેલ છે તેમાં એમ લખેલ જે તમારો વિનંતી પત્ર મલ્યો. અમો અવકાશે જરૂર ત્યાં આવીશું અને માંડવીમાં જગ્યા લઇ લેવાની ભલામણ લખી છે.
કાગળ ૪. તેમાં શ્રીજી મહારાજે કચ્છના હરિભક્તોને વડતાલ સમૈયા પર જરૂર આવશો એવી ભલામણ લખી છે.
કાગળ ૫. આ કાગળ ગઢડેથી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી - આ ચાર સદ્ગુરુઓએ ભુજના ગંગારામભાઇ મલ્લ તથા સુતાર હિરજીભાઇ આદિ હરિભક્તો ઉપર લખાવી મોકલેલ છે તેમાં એ વિગત લખી છે જે, વલ્લભજી કોઠારી સાથે મોકલાવેલ તમારો કાગળ મલ્યો છે. વાંચી હકીકત જાણી છે. શ્રીજી મહારાજને તમારા દેશમાં પધારવા માટે અમોએ વિનંતી કરીને કહ્યું છે જે, હે મહારાજ ! કચ્છ દેશ બહુ દૂર છે માટે હરિભક્તોને દર્શન દેવા ફરીથી એકવાર પધારવું જોઇએ. હરિભક્તોનો બહુ આગ્રહ છે. તે સાંભળીને શ્રીજી મહારાજે ત્યાં કચ્છમાં પધારવાની હા પાડી છે પણ હાલમાં વળી મહારાજના નાના ભાઇ ઇચ્છારામભાઇએ દેહ મૂક્યો છે માટે હાલનો દેશ કાળ જોતાં મહારાજથી ત્યાં આવી શકાય તેમ જણાતું નથી માટે રાજી રહેશો અને સંપથી ભજન કરશો.
કાગળ ૬. શ્રીજી મહારાજે ભુજના હરિભક્તો ઉપર લખાવેલ છે તેમાં મંદિરનો વહિવટ કરવાની વિગત તેમજ કોરી લેવા દેવાની વિગત લખેલી છે.
કાગળ ૭. અમદાવાદથી મુક્તાનંદ મુનિ આદિક સંતોએ ગઢપુર શ્રીજી મહારાજ પર કાગળ લખેલો છે તે પત્ર છે.
કાગળ ૮. ભુજથી હરિભક્તોએ શ્રીજી મહારાજ ઉપર ગઢપુર કાગળ લખેલ છે તેમાં શ્રીજી મહારાજે નારાયણીયાખ્યાન મોકલવાનું લખેલ તેનો જવાબ લખ્યો છે. તથા બીજી વિગત લખી છે.
કાગળ ૯. ભાવનગરના રાજા વજેસિંહજીએ ગઢડા દાદાખાચર ઉપર લખેલ છે.
કાગળ ૧૦. અમદાવાદથી શ્રીજી મહારાજે આખા સત્સંગ પ્રતિ સંત હરિભક્તોને શિખામણનો પત્ર લખાવેલ છે તે છે. નરનારાયણદેવની મોટી મૂર્તિઓ ૪ છે. કચ્છાવતારની મૂર્તિ ૧.
નીચેના ભાગમાં ડોડાવાળી મૂર્તિ ૧, રાધાકૃષ્ણદેવની મૂર્તિ ૨, સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧, ઉધ્ધવજી ૧, તપની મૂર્તિ ૧, મહારાજે લખેલ ઉપદેશામૃત પત્ર, કોરમાં ચારેબાજુ ભરત ભરેલ શ્વેત રૂમાલ, પ્રસાદીની વસ્તુથી ભરેલી પેટી ૧, ચોપડી ૧ , બુધ્ધાવતારની મૂર્તિ ૧, રાધાકૃષ્ણની મૂર્તિ ૧, નાના મોટા ખેસ ૨, ચરણારવિંદની જોડ ૪, ચાખડીની જોડ ૧, પરચુરણ વસ્તુઓથી ભરેલી પ્રસાદીની પેટી ૨, પિત્તળની થાળી ૧.
ઉપરના કબાટમાં : પ્રસાદીની પેટી ૪, માળા ૧, ચાખડીની જોડ ૧, પુસ્તકો ૨, પ્રતો ૫, પ્રસાદીની વસ્તુથી ભરેલી પેટી ૨. સુખશય્યા : નરનારાયણદેવની મૂર્તિઓ ૨, વાસુદેવનારાયણની મૂર્તિઓ ૨, કમળના ડોડાવાળી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૨, કલમ પીછીથી ચિતરેલી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧, તપની મૂર્તિ ૩, હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિઓ ૩, બુધ્ધાવતારના નામવાળી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧, શિક્ષાપત્રીની નાની મૂર્તિ ૧, આ વસ્તુઓ ઢોલીયાના ઉપરના કબાટમાં છે.
ઢોલીયાથી નીચેના કબાટમાં ચરણારવિંદની જોડ ૬ છે.
સભામંડપમાં : સિંહાસનના ઉપરના ભાગમાં પ્રસાદીની વસ્તુઓ : શ્રીજી મહારાજનાં પ્રસાદીનાં શ્વેત ધોતીયાં ૨, ભગવા રંગનું કપડું ૧, પંચ રત્નનાં પુસ્તકો ૨, બાંધેલું પુસ્તક ૧, તે ભાગવતનો સાર શ્રીજી મહારાજે પંચાળા ગામે સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી તથા શુકાનંદ સ્વામી ઉપર લખાવેલ છે તે છે. ઢોલીયાના ચાર પાયા તથા ચાર ઇસ ઉપર છુટાં ગોઠવેલાં છે. શ્રી અમદાવાદના નરનારાયણદેવનાં સિંહાસનના આરસના ચાર કટકા છે. ચાખડીની જોડ ૨ તેમાં કાળા રંગવાળી ચાખડી ૧, તે શ્રી રામાનંદ સ્વામીની છે. અને બીજી જોડ અયોધ્યાપ્રસાદજી મહારાજની છે. પ્રસાદીની ચોપડી ૧, લાકડાંના છુટા કટકા ૭, અયોધ્યાપ્રસાદજી મહારાજનાં વસ્ત્રો ધોતીયું ૧, અંગરખું ૧, ખેસ ૧, ચાદર ૧, આ પ્રમાણે અયોધ્યાપ્રસાદજી મહારાજનાં વસ્ત્રો છે.
બ્રહ્મચારીના ભંડારમાં : ચરણારવિંદની જોડ ૧, સ.સ્વામી અચ્યુતદાસજીની વાસુદેવનારાયણદેવની મૂર્તિ ૧ ઊભી, સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧ આડી, શિક્ષાપત્રી મૂર્તિ ૧, નાની તપની મૂર્તિ ૩. સંતોની ધર્મશાળામાં સુંદરજીભાઇને ઘેર બોરડી હતી તેનો ટુકડો, અમદાવાદ શ્રી નરનારાયણદેવના સિંહાસનનો આરસ પથ્થર, છપૈયામાં મહારાજને ખાંપો વાગેલ તે આંબલીનો ટુકડો, મહારાજ પત્ર લખતા તે પાટી.
મંદિરના ચોકમાં : ગણપતિની દેરી પાસે બે શિલાઓ છે. તેમાંની એક શિલા ભચાઉ પાસેના બટીયા કુવાના પરથારની છે. તેના ઉપર બેસીને શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. શીલા ૧ ભુજના ભટ્ટ મહીદાસની વાડીની છે. જે વાડી રણજીતવિલાસની પશ્ચિમબાજુની સડકથી પશ્ચિમમાં છે. તેના પર શ્રીજી મહારાજ થાળ જમ્યા છે.
અક્ષરભુવનમાં ચોપડીઓ તથા પુસ્તકો પ્રસાદીનાં લખ્યાં છે તે પૈકી કેટલાકનાં નામો નીચે મુજબ છે.
પંચરત્નનાં પુસ્તક બે છુટાં પાનાં શિક્ષાપત્રીઓ ૭, નારાયણગીતા ૨, મુક્તાનંદ સ્વામી કૃત અમરેશ્વરાનંદ સ્વામીનું રામચરિતમાનસ પુસ્તક ૧, સુમતી પ્રકાશ ૧, બ્રહ્માનંદ સ્વામી કૃત સંપ્રદાય પ્રબોધ ૧, મુક્તાનંદ સ્વામી કૃત ધર્મતત્વસાર પુસ્તક ૧, રામપ્રસાદ કૃત શ્રીમદ્ ભાગવતના બારે સ્કંધનો સાર (સંસ્કૃતમાં છે) બીજાં પુસ્તકો કાવ્ય તેમજ કુવલયાનંદકારિકા વિ.નાં છે.
અક્ષરભુવનમાં ચરણારવિંદની જોડ ૧૧૮ ।। છે.
સુખ શય્યામાં : ૬ જોડ છે.
બ્રહ્મચારીના ભંડારમાં :- ૧ છે.
કુલ્લે ચરણારવિંદની જોડ ૧૨૫ ।। છે.
અક્ષરભુવનમાં :- નરનારાણદેવની મૂર્તિઓ ૩૯ છે.
સુખ શય્યામાં - ૨ છે.
અક્ષરભુવનમાં :- વાસુદેવનારાયણની મૂર્તિઓ ૩૧ છે.
સુખ શય્યામાં - ૨ છે.
બ્રહ્મચારીના ભંડારમાં -૧ છે.
કુલ્લે ૩૪ મૂર્તિઓ છે.
અક્ષરભુવનમાં : બુધ્ધાવતારનામની સહજાનંદ સ્વામીની મૂર્તિઓ ૨૪ છે.
સુખ શય્યામાં મૂર્તિ ૧ છે.
બ્રહ્મચારીના ભંડારમાં મૂર્તિ ૧ છે.
અક્ષરભુવનમાં હરિકૃષ્ણ મહારાજ સહિત શ્રીરાધાકૃષ્ણદેવની મૂર્તિઓ ૩૧ છે.
સુખ શય્યામાં ૩ છે.
કુલ્લે ૩૪ છે.
અક્ષરભુવનમાં : તપની મૂર્તિઓ ૨૭ છે.
સુખ શય્યામાં ૩ છે.
બ્રહ્મચારીના ભંડારમાં ૩ છે.
કુલ્લે ૩૩ છે.
અક્ષરભુવનમાં : કમળના ડોડાવાળી સહજાનંદ સ્વામીની મૂર્તિ ૧૩
સુખ શય્યામાં ૨ છે.
કુલ્લે ૧૫ છે.
અક્ષરભુવનમાં : કલમપીંછીથી ચીત્રેલી શ્રીજી મહારાજની મૂર્તિ ૩ છે.
સુખ શય્યામાં ૧ છે.
કુલ્લે ૪ છે.
અક્ષરભુવનમાં : મુક્તાનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજની મૂર્તિ ૧
અક્ષરભુવનમાં : શિક્ષાપત્રીની મોટી મૂર્તિ ૧૧
શિક્ષાપત્રીની નાની મૂર્તિ ૨
સુખ શય્યામાં ૧
બ્રહ્મચારીના ભંડારમાં ૧
કુલ્લે ૪ છે.
કુલ મૂર્તિઓ ૨૦૩ (બસો ત્રણ છે.)
કચ્છ પ્રદેશનાં ગામડાંઓનો ઉલ્લેખ દર્શાવતા અધ્યાય નંબર