૭૦૧. ૐ શ્રી સ્પર્શવિવેકાય નમઃ :- સંપ્રદાયઆશ્રિત સ્ત્રીઓ અને પુરુષોએ કેવી રીતે વર્વું. કોણે કોનો સ્પર્શ કરવો અને કોનો સ્પર્શ ન કરવો તેનું વિભાગપૂર્વક સ્પષ્ટ જ્ઞાન શિષ્યોને આપનારા.
૭૦૨. ૐ શ્રી ધર્મસિદ્ધિદાય નમઃ :- ધર્મની સિદ્ધિ આપનારા.
૭૦૩. ૐ શ્રી નિષ્કામસિદ્ધિદાય નમઃ :- નિષ્કામવ્રતની સિદ્ધિ આપનારા.
૭૦૪. ૐ શ્રી ત્યાગિસેવ્યાય નમઃ :- ત્યાગી સત્પુરૂષોએ સેવવા લાયક.
૭૦૫. ૐ શ્રી અદ્વૈતાય નમઃ :- સ્વરૂપ, સ્વભાવ, આકૃતિ, રૂપ વગેરે સર્વ પ્રકારે ભગવાન જેવા તો એક જ ભગવાન છે માટે ભગવાનને અદ્વિતીય કહેલા છે.
૭૦૬. ૐ શ્રી જયપ્રિયાય નમઃ :- ભગવાનનાં નામનો જપ કરવામાં પ્રીતિવાળા.
૭૦૭. ૐ શ્રી એકાદશીવ્રતવિધિપ્રવક્ત્રે નમઃ :- એકાદશીના વ્રતના વિધિને વિસ્તારથી સ્પષ્ટતાપૂર્વક કહેનારા.
૭૦૮. ૐ શ્રી એકાદશીશ્વરાય નમઃ :- સર્વે એકાદશીના દેવતારૂપ કેશવ આદિક ભગવાનનાં ચોવીસ સ્વરૂપનાં નામો તથા તેની દેવીઓ તેનું પૂજન વગેરે વિગતવાન કહેનારા.
૭૦૯. ૐ શ્રી પ્રબોધનીવ્રતાચારાય નમઃ :- પ્રબોધની એકાદશીનું વ્રત પોતે કરનારા તથા શિષઅયોને તે વ્રત કરાવનારા.
૭૧૦. ૐ શ્રી મહાદાનપ્રતોષિતાય નમઃ :- એકાદશી વ્રત નિમિત્તનું પૂજન ઉજવણું તથા ઉંદ્યાપન અને તે નિમિત્તે દશ પ્રકારની ધેનુનાં દાનો વગેરે સર્વે ક્રિયા જીવુબા પાસે કરાવીને તેમની પર અત્યંત પ્રસન્ન થયેલા.
૭૧૧. ૐ શ્રી મુનિપ્રતોષાય નમઃ :- જમવા બઠેલા સંતોને પોતાના હાથે વારંવાર પીરસી અત્યંત જમાડીને તેમને તૃપ્ત કરનારા.
૭૧૨. ૐ શ્રી વિદુરનીતિશાસ્ત્રપ્રશંસનાય નમઃ :- વિદુરજીએ કહેલ નીતિ શાસ્ત્રની પ્રશંસા કરનારા.
૭૧૩. ૐ શ્રી અક્ષરસ્થાય નમઃ :- પોતાનાં ભક્તજનોને સમજાવવા માટે ભક્તજનોની સભામાં બ્રહ્મધામસ્થ ભગવાનના સાકાર સ્વરૂપનું વિવેચન કરનારા.
૭૧૪. ૐ શ્રી મુનિવ્રાતસ્તુતાય નમઃ :- મુનિમંડળોએ જેમની સ્તુતિ કરી છે.
૭૧૫. ૐ શ્રી યોષિદ્ગણેડિતાય નમઃ :- મહિલા મંડળે જેનું સ્તવન કરેલું છે.
૭૧૬. ૐ શ્રી ભક્ત્યેકતોષ્યાય નમઃ :- અનન્ય ભક્તિરૂપી એક સાધન વડે પ્રસન્ન કરવા યોગ્ય.
૭૧૭. ૐ શ્રી ભક્ત્યાત્મને નમઃ :- ભક્તિમાતાને આત્માની સમાન પ્રિય.
૭૧૮. ૐ શ્રી ભક્તગ્રામમહોત્સવાય નમઃ :- ભક્તોનાં ગામોમાં જઇને મહોત્સવ કરનારા.
૭૧૯. ૐ શ્રી વૃત્તાલયપુરાવાસાય નમઃ :- વૃત્તાલય પુરમાં નિવાસ કરીને રહેલા.
૭૨૦. ૐ શ્રી ભક્તસંઘસુખપ્રદાય નમઃ :- ભક્તોના સંઘોને સુખ આપનારા.
૭૨૧. ૐ શ્રી પ્રાપ્તસ્વબંધુસન્માનાય નમઃ :- પોતાના કુટુંબીજનોથી સન્માનિત થયેલા.
૭૨૨. ૐ શ્રી ભૂરિતર્પિતપાર્ષદા નમઃ :- પાર્ષદોને જમાડીને તૃપ્ત કરનારા.
૭૨૩. ૐ શ્રી ગંગાર્પિતફલાહારાય નમઃ :- ગંગામાએ અર્પણ કરેલા ફળાહારને જમનારા.
૭૨૪. ૐ શ્રી ભક્તસંઘસમર્ચિતાય નમઃ :- દેશો દેશમાંથી આવેલા ભક્તોએ વિધિપૂર્વક પૂજેલા.
૭૨૫. ૐ શ્રી નાનાદેશીયભક્તૌઘાર્પિતવિત્તૌઘદાન્તકૃતે નમઃ :- જુદા જુદા પ્રદેશોમાં વસતા ભક્તોના સમુદાયોએ પોતાને સમર્પિત કરેલા દ્રવ્યસમૂહનું સત્પાત્ર બ્રાહ્મણો, ગરીબોને દાન કરનારા.
૭૨૬. ૐ શ્રી ભક્તભ્રાતૃદ્વાસપર્યાયકૃતભોજનાય નમઃ :- પોતાને વિષે પ્રીતિવાળા પોતાના ભાઇ રામપ્રતા અને ઉચ્છારામ આ બન્નેને ઉતારે-અનુક્રમે જઇને ત્યાં ભોજન કરનારા.
૭૨૭. ૐ શ્રી દોલોત્મવવિદ્યાનજ્ઞાય નમઃ :- દોલોત્સવના વિધાનને શાસ્ત્રીય રીતે જાણનારા અને સભામાં શિષ્યોને તે વિધિ કહેનારા.
૭૨૮. ૐ શ્રી નરનારાયણર્ચકાય નમઃ :- નરનારાયણ ભગવાનની પૂજા કરનારા.
૭૨૯. ૐ શ્રી રંગક્રીડનકૃતે નમઃ :- ભગવાનની પ્રસાદીના રંગો અને ગુલાલ વડે ભક્તો સાથે રંગે રમનારા.
૭૩૦. ૐ શ્રી મુક્તકામચારનિષેશકાય નમઃ :- બ્રહ્મરૂપ થયેલા ભગવદ્ભક્ત મુક્ત પુરૂષોએ પણ ફાવે તેમ ન વર્તવું. (શાસ્ત્ર નિયમનું પાલન કરીને જ વર્તવું) તેવો ઉપદેશ આપનારા.
૭૩૧. ૐ શ્રી સ્ત્રીપુંપ્રસંગભૂર્યાપ્રદર્શકાય નમઃ :- ધર્મનિષ્ઠ પતિવ્રતા સ્ત્રીઓ તથા બ્રહ્મચર્ય વ્રતવાળી સ્ત્રીઓ જો પુરૂષોનો સહવાસ રાખે તો તે સ્ત્રીઓ અને પુરૂષને મોટી વિપત્તિઓ આવે છે. તેવું દૃષ્ટાન્ત આપીને સભામાં શિષ્યોને સમજાવનારા.
૭૩૨. ૐ શ્રી ધર્મદેશીકાય નમઃ :- ધર્મનો ઉપદેશ આપનારા.
૭૩૩. ૐ શ્રી સાષ્ટાાંગબ્રહ્મચૈકસ્થાપકાય નમઃ :- આઠ પ્રકારના નિયમોનું પાલન કરીને સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યવ્રત પાળવું પરંપરા સ્થાપન કરનારાઓમાં શ્રેષ્ઠ.
૭૩૪. ૐ શ્રી ધર્મવિત્તમાય નમઃ :- ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ.
૭૩૫. ૐ શ્રી ગૃહીતરનસ્ત્રયંગસ્પર્શદોષપ્રકાશકાય નમઃ :- બ્રહ્મચારીઓ અને ત્યાગી સંતો સ્ત્રીનો સ્પર્શ કરે તો પણ મહાદોષ લાગે છે. તેવું પ્રમાણ સહિત પ્રતિપાદન કરનારા.
૭૩૬. ૐ શ્રી સ્ત્રીપુંસાન્યોન્યસંસ્પર્શવ્યવસ્થાકૃતે નમઃ :- સ્ત્રીઓ અને પુરૂષોએ (વ્યવહારિક કાર્યમાં) પરસ્પર સ્પર્શ કરવો તેની શાસ્ત્રમર્યાદા મુજબનો ઉપદેશ આપનારા.
૭૩૭. ૐ શ્રી વિદાંવરાય નમઃ :- વિદ્વાનોમાં શ્રેષ્ઠ.
૭૩૮. ૐ શ્રી આહારશુદ્ધિકૃતિને નમઃ :- આહાર શુદ્ધિ માટે ઉપદેશ આપનારા.
૭૩૯. ૐ શ્રી સદ્યઃપાપનિષ્કૃતે નમઃ :- જાણે-અજાણે થયેલાં નાનાં મોટાં પાપોનું પ્રાયશ્ચિત તરત જ કરાવનારા.
૭૪૦. ૐ શ્રી વેદાન્તતત્ત્વપ્રથનાય નમઃ :- સમગ્ર વેદાન્તશાસ્ત્રનું પ્રતિપાદ્ય પરમ તત્ત્વ એક વાસુદેવ ભગવાન છે તેવું સમજાવનારા.
૭૪૧. ૐ શ્રી સાંખ્યયોગાર્થદર્શકાય નમઃ :- સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રના અર્થોને બતાવનારા.
૭૪૨. ૐ શ્રી અદાંભિકપ્રિયાય નમઃ :- દંભ રહિત ભક્તો પ્રત્યે સ્નેહ રાખનારા.
૭૪૩. ૐ શ્રી અતૃષ્ણાય નમઃ :- તૃષ્ણા રહિત.
૭૪૪. ૐ શ્રી ગુણગ્રાહિણે નમઃ :- સદ્ગુણોનો સંગ્રહ કરનારા.
૭૪૫. ૐ શ્રી ગુણપ્રિયાય નમઃ :- દયા ક્ષમા આદિ સદ્ગુણોથી જ પ્રસન્ન થનારા.
૭૪૬. ૐ શ્રી પુરાણશ્રવણોત્સુકાય નમઃ :- પુરાણોની કથા સાંભળવામાં ઉત્સાહવાળા.
૭૪૭. ૐ શ્રી પુરાણવિધિબોધકાય નમઃ :- પુરાણ (શ્રવણ) વિધિનો બોધ આપનારા.
૭૪૮. ૐ શ્રી શ્રીમદ્ભાગવતશ્રોત્રે નમઃ :- શ્રીમદ્ ભાગવત પુરાણ સાંભળનારા.
૭૪૯. ૐ શ્રી શ્રીમદ્ભાગવતાભિજ્ઞાય નમઃ :- શ્રીમદ્ ભાગવત પુરાણની તથા વક્તાની વિધિપૂર્વક પૂજા કરનારા.
૭૫૦. ૐ શ્રી શ્રીમદ્ભાગવતાર્પકાય નમઃ :- શ્રીમદ્ ભાગવત પુરાણના સમગ્ર અર્થોને સારી રીતે જાણનારા.
૭૫૧. ૐ શ્રી શ્રીમદ્ભાગવતોત્કૃષ્ટપુરશ્ચરણકારકાય નમઃ :- (કથા વાંચનારા બ્રાહ્મણને) ભાગવત પુરાણનું દાન આપનારા.
૭૫૨. ૐ શ્રી જન્માષ્ટમ્યુત્સવાપૂર્ણજીવવર્મમનોરથાય નમઃ :- શ્રીમદ્ ભાગવત પુરાણની ૧૦૮ સંહિતાપારાયણ કરાવીને તેનું ઉત્તમ પુરશ્ચરણ બ્રહ્મણો પાસે વિધિપૂર્વક કરાવનારા.
૭૫૩. ૐ શ્રી કાર્યાયનનરાનંદાય નમઃ :- જન્માષ્ટમીનો ઉત્સવ કરીને જીવાખાચરનો મનોરથ પૂર્ણ કરનારા.
૭૫૪. ૐ શ્રી વાસ્તુવેશ્મનિકેતનાય નમઃ :- કારિયાણી ગામના માણસોને આનંદ આપનારા.
૭૫૫. ૐ શ્રી સૂરસંભાવનાય નમઃ :- વસ્તાખાચરના દરબારમાં નિવાસ કરીને રહેનારા.
૭૫૬. ૐ શ્રી શાકસંસ્કારાનંદિતસ્વકાય નમઃ :- લોયા ગામના દરબાર સુરાખાચરની ઇચ્છા પુરી કરીને તેને આનંદ આપનારા.
૭૫૭. ૐ શ્રી નાગટંકજનપ્રીયાય નમઃ :- લોયા ગામમાં પોતાની હાથે જ ઘીમાં રીંગણાનું શાક વઘારીને બ્રહ્મચારી, સંતો, પાર્ષદો, હરિભક્તોને પોતે જ પીરસીને સર્વે ભક્તોને આનંદ આપનારા.
૭૫૮. ૐ શ્રી શુકપ્રશ્નકૃતોત્તરાય નમઃ :- નાગડકા ગામે જઇને ત્યાંના ભક્તોને આનંદ આપનારા.
૭૫૯. ૐ શ્રી ચાંદ્રાયણવ્રતારાધ્યાય નમઃ :- શુકાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપનારા.
૭૬૦. ૐ શ્રી પંચાલજનપાવનાય નમઃ :- ચાન્દ્રાયણ વ્રતથી પ્રસન્ન કરવા યોગ્ય.
૭૬૧. ૐ શ્રી શિવરાત્રિવ્રતાચરણાય નમઃ :- પંચાળાના ભક્તજનોને દર્શન આપીને તેમની પૂજા સ્વીકારીને તેમને પવિત્ર કરનારા.
૭૬૨. ૐ શ્રી કૃતદોલામહોત્સવાય નમઃ :- વિધિપૂર્વક શિવરાત્રીનું વ્રત પોતે કરનારા અને શિષ્યો પાસે તે વ્રત કરાવનારા.
૭૬૩. ૐ શ્રી કૃતદોલામહોત્સવાય નમઃ :- ફૂલદોલનો મહોત્સવ કરનારા.
૭૬૪. ૐ શ્રી દ્વૈતાદ્વૈતાર્થનિગમહાર્દબોધિને નમઃ :- દ્વૈત અને અદ્વૈત સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનારા, શ્રુતિઓના રહસ્યને પોતે સમજનારા અને સભામાં શિષ્યોને સમજાવનારા.
૭૬૫. ૐ શ્રી મહોદયાય નમઃ :- મહાપ્રતાપશાળી.
૭૬૬. ૐ શ્રી દિવ્યાંગભક્તિધર્માદિરૂપપ્રેક્ષયિત્રે નમઃ :- ભક્તિ અને ધર્મસહિત વાસુદેવ ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવનારા.
૭૬૭. ૐ શ્રી અમૃતાય નમઃ :- મૃત્યુ રહિત.
૭૬૮. ૐ શ્રી હેમંતાર્ચાસ્તુતિપ્રીયાય નમઃ :- દરબાર શ્રી ઝીણાભાઇએ કરેલી પૂજા તથા સ્તુતિથી પ્રસન્ન થયેલા.
૭૬૯. ૐ શ્રી જીર્ણદુર્ગજનાર્ચિતાય નમઃ :- જૂનાગઢના ભક્તોએ પૂજેલા.
૭૭૦. ૐ શ્રી કૃતતીર્થવિધયે નમઃ :- તીર્થવિધિ કરનારા.
૭૭૧. ૐ શ્રી વિપ્રભોજનાય નમઃ :- બ્રાહ્મણોને જમાડનારા.
૭૭૨. ૐ શ્રી ભૂરિદાય નમઃ :- જૂનાગઢમાં બ્રાહ્મણોને બહુદાન આપનારા.
૭૭૩. ૐ શ્રી અભવાય નમઃ :- સંસારનો ભય ટાળનારા.
૭૭૪. ૐ શ્રી દુર્ગભક્તાતિસુખદાય નમઃ :- ગઢપુરના ભક્તોને સુખ આપનારા.
૭૭૫. ૐ શ્રી કૃતકૃત્યાય નમઃ :- પોતાનું સર્વ કામ પૂરૂં કરનારા.
૭૭૬. ૐ શ્રી જગત્પતયે નમઃ :- જગતનું પાલન પોષણ કરનારા.
૭૭૭. ૐ શ્રી રહઃસ્થાય નમઃ :- એકાન્તમાં બેસીને સ્વસ્થ ચિત્તે વિચારનારા.
૭૭૮. ૐ શ્રી ગૂઢસંકલ્પાય નમઃ :- પોતાનો સંકલ્પ ગૂઢ રાખનારા.
૭૭૯. ૐ શ્રી હરિમંદિરકારાકાય નમઃ :- ભગવાનનાં મંદિરો કરાવનારા.
૭૮૦. ૐ શ્રી મહારંભાય નમઃ :- મોટાં મોટાં મંદિરોનાં ખાતમૂહૂર્ત કરનારા.
૭૮૧. ૐ શ્રી સદાસ્વસ્થાય નમઃ :- હમેશાં ચિત્તને સ્વસ્થ રાખનારા.
૭૮૨. ૐ શ્રી કલિદોષહરોદ્યમાય નમઃ :- કળિયુગના દોષો ટાળવા માટે સતત પ્રયત્ન કરનારા.
૭૮૩. ૐ શ્રી કૃતશ્રીનગરવાસાય નમઃ :- અમદાવાદમાં નિવાસ કરીને રહેનારા.
૭૮૪. ૐ શ્રી મહાસંભારસાધકાય નમઃ :- વિપુલ પ્રમાણમાં સામગ્રી એકત્રિત કરાવનારા.
૭૮૫. ૐ શ્રી શ્રીપુરેશાર્હિતાય નમઃ :- બ્રિટિશ સરકારના અમદાવાદ પ્રાંત વિભાગના અધિકારીએ ભાવનાપૂર્વક પૂજેલા.
૭૮૬. ૐ શ્રી સભ્યાય નમઃ :- આશ્રિતો અને અન્ય નાગરિકોની મહાસભામાં અધ્યક્ષ સ્થાને બિરાજમાન હોવાથી સભ્ય.
૭૮૭. ૐ શ્રી પૂર્તકર્મપ્રશંસકાય નમઃ :- પૂર્તકર્મનો મહિમા કહેનારા.
૭૮૮. ૐ શ્રી નરનારાયણાર્ચાસંસ્થાપકાય નમઃ :- ભગવાન નરનારાયણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરનારા.
૭૮૯. ૐ શ્રી પૌરમાનિતાય નમઃ :- શહેરના ભક્તોએ અને નાગરિકોએ ભક્તિભાવથી પૂજેલા.
૭૯૦. ૐ શ્રી ક્ષેત્રમાહાત્મ્યગદિત્રે નમઃ :- શ્રીપુર ક્ષેત્રનો મહિમા કહેનારા.
૭૯૧. ૐ શ્રી મહોત્સવવિધાપકાય નમઃ :- નરનારાયણ દેવની આગળ કીર્તનો ધૂન વગેરે ઉત્સવ કરાવનારા.
૭૯૨. ૐ શ્રી એકાહભોજિતાશેષપૌરવિપ્રાય નમઃ :- એક જ દિવસે અમદાવાદ શહેરના સમગ્ર બ્રાહ્મણોને જમાડનારા.
૭૯૩. ૐ શ્રી બહુપ્રદાય નમઃ :- બ્રાહ્મઓને ઘણી દક્ષિણા આપનારા.
૭૯૪. ૐ શ્રી પૂજોત્સવવ્યવસ્થાકૃતે નમઃ :- પૂજા અને ઉત્સવની વ્યવસ્થા કરનારા.
૭૯૫. ૐ શ્રી ગાંગેયપ્રાર્થિતાય નમઃ :- ગંગારામમલ્લે જેમની પ્રાર્થના કરી છે.
૭૯૬. ૐ શ્રી મનવે નમઃ :- મનન કરવાના સ્વભાવવાળા સંકલ્પમાત્રથી જ સ્વકાર્ય સિદ્ધ કરનારા.
૭૯૭. ૐ શ્રી ભુજંગપુરભક્તાતિપ્રીયાય નમઃ :- કચ્છ ભુજમાં જઇને તે ભક્તોને દર્શન આપીને અતિ આનંદ આપનારા.
૭૯૮. ૐ શ્રી પૌરપ્રપૂજિતાય નમઃ :- ભુજ શહેરના ભક્તોએ વિધિપૂર્વક પૂજેલા.
૭૯૯. ૐ શ્રી નરનારાયણપ્રતિષ્ઠાપકાય નમઃ :- ભુજમાં નરનારાયણ ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરનારા.
૮૦૦. ૐ શ્રી વિપ્રપૂજકાય નમઃ :- બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન-દક્ષિણા આપીને તેમની પૂજા કરનારા.