આરતી
જયદેવ જયદેવ, જય ગોકુળચંદા, જય ગોકુળચંદા ;
બ્રજપતિ કુંજબિહારી બ્રજપતિ કુંજબિહારી, કેવળ સુખકંદા. જય 0
રાધાપતિ સુખરાશિ, નટવર નવરંગી, નટવર નવરંગી ;
મોર મુગટ મસ્તક ધરી, મોર મુગટ મસ્તક ધરી, છબી નૌતમચંગી. જય૦૧
ગો ગોપી ગોકુળ હિત, કર ગિરિવર ધાર્યો, કર ગિરિવર ધાર્યો ;
સેનાસહિત સુરપતિકો, સેનાસહિત સુરપતિકો, અતિ મદ ઉતાર્યો. જય૦ર
જમુના તટ જદુનંદન, રોકત મહિયારી, રોકત મહિયારી ;
બ્રજ જન મોદ બઢાવત, બ્રજ જન મોદ બઢાવત, ક્રીડા સુખકારી. જય૦૩
રાધાની સંગ ઉભા, લઇ બંસી હાથે, લઇ બંસી હાથે ;
બ્રહ્માનંદ બલિહારી, બ્રહ્માનંદ બલિહારી, મોહન છબી માથે. જય૦૪
Disqus
Facebook Comments