આરતી શ્રૃંગાર કરત, ભકિત ધર્મ દોઉ (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 10:23pm

પદ - ૧

આરતી શ્રૃંગાર કરત, ભકિત ધર્મ દોઉ ;      

વાસુદેવ નિરખ વદન, પ્રફુલ્લિત ચિત્ત હોઉ.        આ૦૧

સાત વરસ નવલ પાઘ, શિશપેં બનોઉ ;   

ફૂલન પર ઝૂલ ભ્રમર, મંડળ અટકોઉ.      આ૦ર

અતિ વિશાળ તિલક ભાલ, સુંદર મન મોઉ ;            

ભ્રુહ શરદ કમળ નેન, નાશા શુક જોઉ.     આ૦૩

શ્રવણ લોલ કુંડળસો, અલકન ઉર ઝોઉ ;   

બ્રહ્માનંદ વદન ચંદ, અંતર વસ સોઉ.     આ૦૪

 

પદ – ૨

કરત આરતી શ્રૃંગાર, નવલ શ્યામકી ;        

નિરખત ત્રિય હોય મગ્ન, ગોપ ગ્રામકી.    કરત૦૧

ઉર પર દ્યુતિ પરત આઈં, મોતી દામકી ;  

માનહું રવિ કિરણ પ્રસર, પ્રથમ જામકી.   કરત૦ર

ભુજ પ્રચંડ અધિક ચાહ, અતિ ઇનામકી ;    

ઉદર ત્રિવલિ નાભિ સર, જન વિશ્રામકી.   કરત૦૩

ઝલક રહી પુંચી કર, દછન વામકી ;           

બ્રહ્માનંદ લખિત લજિત, કાંતિ કામકી.     કરત૦૪

 

પદ – ૩

નિરખ મુનિ વૃંદ આય, છબી શ્રૃંગારકી ;      

મૂર્તિ ઉપજાત મોહ, નંદકુમારકી.           નિર૦૧

શિર પર જુક રહી પાઘ, કનક તારકી ;       

ભાલ તિલક શોભા, ભવ કરન પારકી.      નિર૦ર

ઝલકત ઉર અધિક જ્યોતિ, મોતી હારકી ; 

દેખી દેખી ડગત ધીર, દેવ નારકી. નિર૦૩

હસની બોલની નવલ ચાલ, અતિ ઉદારકી ;             

બ્રહ્માનંદ લખી વિસારી ગતિ સંસારકી.     નિર૦૪

 

પદ – ૪

દેખીએ શ્રૃંગાર સમય, આરતી હરિકી ;         

કામ ક્રોધ લોભ મોહ, ટરત ડર અરિકી.     દેખી૦૧

નિરખત બડ ભાગ રાગ, પાઘ હે જરિકી ;   

બિધબિધ અંગ ધરત વસન, ભૂષણ છબિ નીકી.    દેખી૦ર

જયજય ધુની અખંડ હોત, જ્યોત જલત ઘીકી ;      

નિરખત બલવીર ધીર, ભીર હે મુનિકી.    દેખી૦૩

ચિન્તત અઘ ઓઘ હરન, અરૂન ચરન લીકી ;         

બ્રહ્માનંદ દ્રગન ધારી, છબી વિહારીજીકી.   દેખી૦૪

Facebook Comments