શિક્ષાપત્રીની આરતી
જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરા
શિક્ષાપત્રી સુખદા, શ્રેયસ્કર રુચિરા.... જય પરબ્રહ્મગીરા ।। ટેક ।।
સહજાનંદ પ્રભુની, કરુણામૃત-સરિતા, તું કરુણામૃત સરિતા,
સત્સંગિજીવનની દિવ્ય મહા કવીતા ... જય ૦૧
ધર્મ સહિત સદ્ભક્તિ, નિજજનમાં ભરતી, તું નિજજનમાં ભરતી,
જ્ઞાનતણાં અત્યુત્તમ સૂત્રો ઉચ્ચરતી ... જય ૦૨
વિરાગમાં પ્રભુ પ્રીતિ, વિવેકથી વણતી, તું વિવેકથી વણતી,
બ્રહ્મરૂપે પ્રભુ સેવા એ મુક્તિ ગણતી ... જય ૦૩
ભક્તજનોની ભક્તિ, ધર્મ વડે ભરતી, તું ધર્મ વડે ભરતી,
ને આત્યંતિક મુક્તિ નિષ્ઠાથી કરતી ... જય ૦૪
વિશેષ ને સામાન્ય, ધર્મો સૂચવતી, તું ધર્મો સૂચવતી,
કલિમાં મંગલકારી સહજાનંદ સ્મૃતિ ... જય ૦૫
સત્સંગતિનો મર્મ, બહુધા ઉચ્ચરતી, તું બહુધા ઉચ્ચરતી,
ગુણદૃષ્ટિ રાખીને નિંદા પરહરતી ... જય ૦૬
સતશાસ્ત્રોનું સત્ત્વ, જગમાં વિસ્તરતી, તું જગમાં વિસ્તરતી,
અભય કરી આશ્રિતો, સંકટ સૌ હરતી ... જય ૦૭
સર્વોપરિ સંપૂજય, શ્રીહરિમૂર્તિ-રૂપ, તું શ્રીહરિ મૂર્તિ-રૂપ,
આજ્ઞાંકિત બની રહીએ, બનવા બ્રહ્મસ્વરૂપ ... જય ૦૮
- કવિ શ્રી ત્રિભોવનભાઈ વ્યાસ