વ્યારૂં કીજે ઘનશ્યામ, બિનય સુતી વ્યારૂં કીજે ઘનશ્યામ (૨)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:38pm

રાગ : બિહાગ

પદ ૧

વ્યારૂં કીજે ઘનશ્યામ, બિનય સુતી વ્યારૂં કીજે ઘનશ્યામ;

નિજ જન મનરંજન કહનેકું, આયો સદા સુખ ધામ. બિનય૦ ૧

કનક થાર મહીં ભોજન બહુવિધ, ધરેહે પ્રેમીજન આવી;

રૂચિ રૂચિ ગ્રાસ લેહુ મનમોહન, સ્વાદકી બિગત લખાની. બિનય૦ ૨

સેવકજનકું સદા સુખદાયક, જીમત દરશન દીજે;

વ્રજજનકે મનમોદ બઢાવન, હાસ વિનોદહું કીજે. બિનય૦ ૩

દુધ ભાત મિસરી મનભાવન, લીજે પરમ સુખકારી;

આચમન કર મુખવાસ મનોહર, કીજીયે કુંજવિહારી. બિનય૦ ૪

વ્રજ વનિતાકું સદા સુખદાયક, તુમ પ્રભુ પુરન કામ;

મુક્તાનંદ કે’ નાથ ભક્ત હિત, રાજત ગોકુળ ગામ. બિનય૦ ૫

 

પદ - ૨

વ્યારૂ કીજે વિહારી, રસિક પ્રીયા વ્યારૂં કીજે વિહારી;

કમળનયન કમળાવર કેશવ, સંતનકે સુખકારી. રસિક૦ ૧

કનકભુવન મધ્ય મણિમય મંડપ, તાવિચ ચોકી ઢારી;

રૂકમની આદિ રાની સબ આઇ, ભરભર કંચન થારી. રસિક૦ ૨

સબકે થાર એક સંગ આયે, ભઇ શોભા અતિ ભારી;

ભાવ સહિત પ્રભુ ભોજન કીજે, અકળ રૂપ અવતારી. રસિક૦ ૩

શુક નારદ સનકાદિક મુનિ સબ, સુરપતિ અજ ત્રિપુરારી;

મહાપ્રસાદ હું એ સબ ચાહત, ગાવત કીર્તિ તમારી. રસિક૦ ૪

સત્યભામા આચમન કરાવત, લેકર કંચન ઝારી;

મુક્તાનંદ કે’ પ્રભુ મુખવાસ લે, ઠાઢિ દિનેશ દુલારી. રસિક૦ ૫

Facebook Comments