જીમત શ્યામ સુજાન મહાપ્રભુજી, જીમત શ્યામ સુજાન, (૧)

Submitted by swaminarayanworld on Thu, 04/05/2017 - 9:19pm

રાગ : ધન્યાશ્રી

 

પદ-૧

જીમત શ્યામ સુજાન મહાપ્રભુજી, જીમત શ્યામ સુજાન,

સહજાનંદ મનોહર મૂર્તિ, સંતનકે સુખદાન. મહાપ્રભુ૦ ૧

મંજન કર ઉત્તમ જલ મોહન, પિતાંબર પહેરાન,

ભોજન રૂચિ સુખાસન બેઠે, જન નિજ પ્રિતી જાન. મહાપ્રભુ૦ ૨

કંચન પાટ થાળ પુનિ કંચન, વાસન કનક બખાન,

ઝારી કનક ભરી જલ જમુના, કંચન ગ્રહ કમઠાન. મહાપ્રભુ૦ ૩

તાજે તરત તમતમે તીખે, ચિકના રૂ મિષ્ટાન્ન,

લવણ ક્ષાર હાજર કરી લાયે, ખટરસ ભોજન ખાન. મહાપ્રભુ૦ ૪

શીરા સેવ બીરંજ સાબુની, રૂચિર થાલ મહી ઠાન,

પ્રેમ મગન નિરખત પ્રિતમ મુખ, નિજજન પીરસત આન. મહાપ્રભુ૦ ૫

મોદક તલે અધિક મહી મીસરી, ઉત્તમ રસ અંબાન,

પાપડ વડી પકોડી પુરી, માલપુવા પકવાન. મહાપ્રભુ૦ ૬

સુભગ સંકાર અરૂ સુધરના, નાથ કરે નજરાન,

ફુલકાં ગરમ નરમ કરી ઘૃતસે, પીરસત રૂચિર પરમાન. મહાપ્રભુ૦ ૭

મોતૈયા મેસુબ મીઠાઈ, ઘેબર અધિક ઘીયાન,

સાટા અરૂ પેંડા અતિ સુંદર, ફુલવડી ફરસાન. મહાપ્રભુ૦ ૮

ફેણી સુતર ગાંઠીયા બરફી, સેવૈયા શકરાન,

તિખી કળી જલેબી તાજી, મગદળ ઘૃત તૃપ્તાન. મહાપ્રભુ૦ ૯

આદાં લીંબુ અજબ અથાના, કેરી મરચ કહાન,

ઉરહી અરૂ ભાજી તાંદુલકી, હરિ જીમત મુસ્કાન. મહાપ્રભુ૦ ૧૦

ચોળા ગ્વારફળી છુંકારી, કછું ઝાલર છુંકાન,

વાલોરાં મુરી વંતાગન, શાક ન અધિક સમાન. મહાપ્રભુ૦ ૧૧

દુધ ભાત મહી માખણ મેવા, અર્પે જીવન પ્રાન,

વિધિવિધ જનમન મોદ વધારણ, રૂચિરૂચિ ભોગ લગાન. મહાપ્રભુ૦ ૧૨

જીમ અધાય તૃપ્ત ભયે જીવન, કીયે આચમન રૂચિ માન,

કાથો ચુનો લવીંગ સોપારી, ચાવત બીરી પાન. મહાપ્રભુ૦ ૧૩

ચંદન ચરચ પુષ્પ ગલ ચોસર, આરતી હી ઉતરાન,

બ્રહ્માનંદ નવલ પ્રીતમકો, રહો રેન દીન ધ્યાન. મહાપ્રભુ૦ ૧૪

Facebook Comments