જાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:42pm

 

રાગ : પ્રભાતી

પદ - ૧

જાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી;

પ્રાતઃ ભયો પ્રાણનાથ, જાગો ગિરિધારી. ટેક.૦૦૦

જન સમાજ દર્શ કાજ, ઠાઢે સબ દ્વારી;

ઉઠો મહારાજ બાજ, કીજે અસવારી. પ્રાત. ૧

સુખનિવાસ ખડે દાસ, દર્શ આશ ભારી;

ગગન ભાસ રવિ ઉજાસ, તમર ત્રાસ ટારી. પ્રાત. ૨

મેવા મિષ્ટાન્ન આન, ઠાન કનક થારી;

કમળા અતિ હરખ માન, લીને કર ઝારી. પ્રાત. ૩

ભયો સવાર દયા ધાર, ઉઠીએ મોરારી;

બ્રહ્માનંદ વાર વાર, જાવત બલિહારી. પ્રાત. ૪

 

પદ - ૨

ઉઠો નંદલાલા વારી, વિશ્વજીવન વહાલા;

ઠાઢે સબ ગ્વાલ બાલ, ઉઠો નંદલાલા. ટેક.૦૦૦

ગઇ રેન દોહન ધેન, ઉઠી બ્રજબાલા;

વાતે શુભ વેન લેન, આયે સબ ગ્વાલા. ઠાઢે૦ ૧

સખા સાન કરત કહાન, તાન ગાન તાલા;

પ્રગટ્યો અબ ભાન, પ્રાણજીવન પ્રતિપાલા. ઠાઢે૦ ૨

કુર તુર દ્યૃત બૂર, સ્વાદમેં રસાલા;

કમળા કર્પૂર લે, હજૂર ખરી થાલા. ઠાઢે૦ ૩

સુખકે શુભ સદન સ્વામી, કોટી મદન કાળા;

બ્રહ્માનંદ દર્શ દાન, દીજીએ કૃપાળા. ઠાઢે૦ ૪

પદ - ૩

અંતર પટ ખોલો, હરિ હમસે હસી બોલો;

કૃપાકે નિધાન કહાન, અંતર પટ ખોલો. ટેક.૦૦૦

નાગ નાથન નાથજીને, બાંધ દ્યુ હિંડોલો;

નટવર છબી નિરખ હરખ, નાંખુગી ઝોલો. કૃપા૦ ૧

કનક જડિત પોંચી કર, મુગટ શિર અમોલો;

સુથની અરુ શોભિત અતિ, પહેરાઉં ચોળો. કૃપા૦ ૨

ઠાઢે નર નાર દ્વાર, કછુક અંતર તોલો;

આયે બલભ્રાત નાથ, કરૂણા કર જોલો. કૃપા૦ ૩

ઉઠો બલવીર નીર, ગરમસેં અંઘોલો;

બ્રહ્માનંદ પાસ રખો, સેવા કાજ ગોલો. કૃપા૦ ૪

પદ - ૪

મેલો આળસ માવા, દઉં માખણ મહી ખાવા;

જશોમતી કહે હાથ જોડી, મેલો આળસ માવા. ટેક.૦૦૦

આયા સબ ગ્વાલ બાલ, તમને બોલાવા;

તે સંઘાથે નાથ તમારે, જાવું ધેન ચરાવા. જશો૦ ૧

ગોપિજન ગ્રામ કેરાં, મનને લલચાવાં;

કેમ થયા છો કહાન વારી, નિદ્રાવશ આવા. જશો૦ ૨

ઉઠો અલબેલા હરિ, મોરલી મીઠી વાવા;

પહેરો તન વસન પીત, ગીત મધુરાં ગાવા. જશો૦ ૩

દાતણ તૈયાર શ્યામ, ગરમ જલ કરાવા;

બ્રહ્માનંદ પાસ દાસ, હાજર નવરાવા. જશો૦ ૪

Facebook Comments