મેં તો તેરે બિરુદ ભરોંસે બહુનામી

Submitted by swaminarayanworld on Sat, 20/02/2010 - 10:04pm
રાગ - જંગલો
પદ - ૧
મેં તો તેરે બિરુદ ભરોંસે બહુનામી - મેં તો
સેવા સુમરન કછુવે ન જાનું , સુનિયે પરમ ગુરુ સ્વામી - મેં તો
ગજ અરુ ગીધ તારી હે ગનિકા , કુટીલ અજામેલ કામી - મેં તો
યેહી સાખ શ્રવને સુની આયો , ચરન શરન સુખધામી - મેં તો
પ્રેમાનંદ કહે તારો કે મારો , સમરથ અંતરજામી - મેં તો
પદ - ૨
અપનો બિરુદ બીચારો નાથ - અપનો
અશરન શરન અધમ ઓધારન , નિગમ ગાવત યહ ગાથ - અપનો
બનચર મલીન ગીધ બંધુ સમ , મીલે હરખી ભરી બાથ - અપનો
ગૌતમ નારી તારી જડ જોની , ચરન પરસી સુખપાથ - અપનો
પ્રેમાનંદ વિશ્વાસ આની ઉર , પર્યો ચરન ધરી માથ - અપનો
Facebook Comments