વિદેશોમાં કચ્છ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરની દોરવણી અનુસારે પ્રવર્તેલો સત્સંગ.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 7:02pm

(૧) નાઇરોબી (પૂર્વ આફ્રિકા) : જે હાલે કેન્યા પ્રદેશ તરીકે ઓળખાય છે. તે પ્રદેશનું પાટનગર છે. ત્યાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા સત્સંગીઓ મળી પ્રથમ ટેમ્પલ રોડ ઉપર પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ મંદિરની સ્થાપના કરી. એ મંદિર હાલે કચ્છના સત્સંગીઓ વિશેષ પણે સંભાળી રહ્યા છે. અને ત્યાં ભાઇઓબાઇઓનાં મંદિર અલગ અલગ છે. અને ભુજ મંદિરની દોરવણી અનુસારે સત્સંગ કરી રહ્યા છે. જુની જગ્યામાં સંકડાસના કારણે અત્યારે આ મંદિરને વિશાળ જગ્યામાં મોટા પ્રમાણમાં ભવ્યાતિભવ્ય બંધાયું છે. ત્યાં ભક્તો સત્સંગ કરે છે.

(૨) નાઇરોબી : કેન્યામાં કચ્છ પ્રદેશના સત્સંગી ભાઇઓનો ઘણોજ મોટો સમુદાય હોવાથી બધા સત્સંગી ભાઇઓએ કચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિરની કાર્યવાહક  કમિટિની આજ્ઞાથી ગોગન રોડ પર ગુજરાતી લતામાં શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર નામનું મંદિર બનાવી તેમાં ભુજ મંદિરથી સુપ્રતિષ્ઠિત થઇને આવેલી મૂર્તિઓની સ્થાપના થયેલ છે. તેમાં પણ ભાઇઓ-બાઇઓનાં મંદિર અલગ અલગ છે. અને ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરી રહ્યા છે. આ મંદિરનું વિશાળ સ્થળમાં નવનિર્માણની તૈયારી ચાલી રહી છે.

(૩) મોમ્બાસા : કેન્યા પ્રદેશમાં મોમ્બાસામાં સ્ટેશન રોડ પર કચ્છ પ્રદેશના સત્સંગી ભાઇઓનો મોટો સમુદાય હોવાથી શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણનું મંદિર એ નામનું મંદિર કચ્છ ભુજથી સ્વામિનારાયણ મંદિરની કાર્ય વાહક કમિટિની આજ્ઞાથી બંધાવેલ છે. આ મંદિરમાં ભુજ મંદિરથી સુપ્રતિષ્ઠિત થઇને આવેલી મૂર્તિઓની સ્થાપના થયેલ છે. તેમાં પણ ભાઇઓ-બાઇઓનાં મંદિર અલગ અલગ છે ને ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરી રહ્યા છે. આ મંદિર મોમ્બાસામાં જોવા લાયક સ્થળોની મુખ્ય ગણનામાં છે. મોટી સંખ્યામાં વિદેશી યાત્રીઓ દર્શન કરવા આવે છે.

(૪) એલ્ડોરેટ : (કેન્યા) માં કચ્છના સત્સંગી ભાઇઓનો સમૂહ સારા પ્રમાણમાં છે. ભુજ મંદિરની આજ્ઞાથી ત્યાં મંદિરની સ્થાપના કરી છે. આ મંદિર ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

 (૫) કિસુમુ : કેન્યા પ્રદેશમાં કિસુમુ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર છે. તેમના હરિભક્તો ભુજ મંદિરની આજ્ઞાથી મંદિર કરી ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૬) નકુરૂ : કેન્યા પ્રદેશમાં નકુરૂ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર છે. તેમના હરિભક્તો ભુજ મંદિરની આજ્ઞાથી મંદિર કરી ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૭) કંપાલા : યુગાન્ડા પ્રદેશની રાજધાની છે. તે શહેરમાં કચ્છ દેશના હરિભક્તો રહે છે. ત્યાં ભુજ મંદિરની આજ્ઞાથી મંદિર કરી ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૮) દારેસલામ : ટાન્ઝાનિયા દેશનું પાટનગર છે. અહીંના સત્સંગી ભાઇઓએ પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ નાઇરોબીના સહયોગથી મોરોગોરો રોડ પર સુંદર ભવ્ય મંદિરની સ્થાપના કરેલ છે. આ મંદિર ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરી રહ્યા છે.

(૯) બોલ્ટન : (યુ.કે.) નું એક શહેર છે. ભુજ મંદિરની કાર્ય વાહક કમિટિની આજ્ઞાથી શ્રી કચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઇ છે. અને ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરી રહ્યા છે.

(૧૦) લંડન (યુ.કે.) : લંડન શહેરમાં કચ્છ પ્રદેશના સત્સંગી ભાઇઓ મોટી સંખ્યામાં વસે છે. તે લંડન શહેરમાં ભુજ મંદિરના અંડરનાં જ મંદિરો છે.

(૧) શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન વિલ્સડન લેન.

(૨) શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો લંડન.

(૩) શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર સાઉથ ઇસ્ટ લંડન (વુલ્વીચ)

(૪) શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઇસ્ટ લંડન (ફોરેસ્ટગેટ-ઇસ્ટ)

(૧૧) ઓલ્ડહામ : (યુ.કે.) નું એક શહેર છે. ત્યાં કચ્છ પ્રદેશના સત્સંગીઓ ઘણા વસે છે. તેઓ ભેગા મળી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજની કાર્યવાહક કમિટીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઇ છે.

(૧૨) કાર્ડિફ : (યુ.કે.) નું એક શહેર છે. ત્યાં પણ કચ્છના સત્સંગીઓ સારા પ્રમાણમાં હોવાથી સર્વે ભેળા મળી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઇ છે.

 (૧૩) શ્રી સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોર લંડન. આ (યુ.કે.) માં આઠ મંદિરો છે. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૪) મોરેસિયર્સ : એ પ્રદેશમાં કચ્છના સત્સંગીઓ રહે છે. તેમણે ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર મોરેસિર્યની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૫) શિશલ્સ : આ પ્રદેશમાં કચ્છી સત્સંગી ભાઇઓ ઘણા વસે છે. તેમણે ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર શિશલ્સની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૬) આરબ કંટ્રી મસ્કતમાં પણ કેમ્પોમાં મંદિરો છે. ને દુબઇ આદિ સ્થળે પણ મંદિરો છે. તે બધા હરિભક્તો ભુજ મંદિરની આજ્ઞાનુસારે મંદિર સંભાળે છે. ને ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૭) મેલબર્ન :- ઓસ્ટ્રેલીયામાં એ પ્રદેશમાં કચ્છના સત્સંગીઓ રહે છે. તેઓ ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર મેલબર્નની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૮) પર્થ :- ઓસ્ટ્રેલીયામાં એ પ્રદેશમાં કચ્છના સત્સંગીઓ ઘણા રહે છે. તેઓ ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર પર્થની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૧૯) સીટની :- ઓસ્ટ્રેલીયામાં આ શહેરમાં કચ્છના ઘણા સત્સંગીઓ રહે છે. તેઓ ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર સીટનીની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૨0) એડેલાઇટ :- ઓસ્ટ્રેલીયામાં એ પ્રદેશમાં કચ્છના સત્સંગીઓ રહે છે. તેઓ ભુજ મંદિરની કાર્યવાહક કમિટિની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર એટેલાઇટની સ્થાપના કરી. તે ભુજ મંદિરની દોરવણી મુજબ સત્સંગ કરે છે.

(૨૧) અન્ય દેશોમાં જેમકે અમેરિકા, કેનેડા, સ્વિડન ઇત્યાદિ અનેક દેશોમાં કચ્છના હરિભક્તો ઘણા પ્રમાણમાં રહે છે. કોઇ કોઇ સ્થળે મંદિરો પણ છે. તે સર્વે હરિભક્તો ભુજ મંદિરની પ્રણાલિકા મુજબ ભાવવિભોર થઇ સત્સંગ કરે છે.