Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 2:16pm કચ્છ પુરુષોત્તમલીલામૃતસુખસાગર ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં મહંત સદગુરૂ શ્રીઅચ્યુતદાસજી સ્વામી વિરચિત શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર (કચ્છલીલા) પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ -કચ્છ. નિવેદનમ્ વિજ્ઞપ્તિ સદ્ગરુ સ્વામીશ્રી અચ્યુતદાસજીનું જીવન ચરિત્ર ૧. શ્રી પુરુષોત્તમનારાયણનો અવતાર લેવાનો સંકલ્પ અને જન્મ ૨. બાળચરિત્રો આંબલીનો ખાંપો વાગ્યો, ગાયો દોહરાવવી, રિસાયા, ચિભડાં નિંદવાં, રામપ્રતાપભાઈ સાથે હિન્દીપુરમાં ગયા અને ભાઈને મદદ કરી, મલ્લનો હાથ ભાંગ્યો. ૩. અયોધ્યામાં મલ્લોને મહાત કર્યા, ભક્તિમાતાને ઉપદેશ, તમે નો મંદવાડ ને અંતર્ધાન થવું, ઘનશ્યામ નીલકંઠ વેશે ઘર છોડી ચાલી નીકળ્યા, ઉત્તર દીશે વર્ણિવેશે ચાલ્યા, મક્તનાથ, પુલહાશ્રમમાં તપ, ગોપાલયોગી પાસે રહ્યા, ત્યાંથી ફરતા લોજમાં આવ્યા. ૪. રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા, રામાનંદ સ્વામીનું આખ્યાન, નીલકંઠવર્ણી ને રામાનંદ સ્વામીનો મેળાપ, પછી પોતાની ધર્મધુરા નીલકંઠને સોંપી પોતે ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. કચ્છમાં સંપ્રદાયના પ્રચાર વિષેની વાત, શ્રીજી ભુજ પધાર્યા ૫. લાધીબાઈ શ્રીજીને દર્શને, ત્યાં સમાધી થઈ, શ્રીજી મીંઢિયાવળ ખાતા, લીંબુ ચુસતા, માનકુવે પધાર્યા. ૬. વંગડીમાં ડુંગરજીને મરચાંનો ગ્રાસ આપ્યો, રસ્તામાં ઐશ્વર્ય બતાવ્યું, મેરાઈવાડીમાં થઈ તેરા, કાળાતળાવ, રામપર, દહીંસરા થઈ ભુજ આવ્યા. ૭. મહારાજ ઘેર એકલા રહે તે ઠીક નહીં તેવો સંકલ્પ હીરજીભાઈને થયો, તલામોઢની વાત, બાળક કાનુડાની વાત, દિવાળીનો ઉત્સવ કરવા માટે પ્રાર્થના, મલ્લવિદ્યાનો દાવપેચ, જીવરામ સુતારનાં મા હરબાઈની વાત. ૮. રણછોડભાઈ સુતારને આયુષ્ય આપ્યું, માનકુવે પધાર્યા, ત્યાંથી ભુજનગર પધાર્યા, સેજીબાઈ સત્સંગી થયાં, હીરજીભાઈના દીકરાને ચરણારવિંદ ચુસવા આપ્યાં, વઢવાણના બ્રાહ્મણ ગંગારામની વાત. ૯. માનકુવે પધાર્યા, કથા કરતાં બ્રાહ્મણ રિસાણો તે પ્રાગજીદવેને કથા વાંચવા રાખ્યા, છાના ઘેરથી ચાલી નીકળ્યા, કાળાતળાવ પધાર્યા, સમેજાને સમાધી. ૧ર રસ્તામાં બધાને સુખડી ખવડાવી, ખાખી બાવાઓ જમ્યા નહીં તે સંતો હરિ-ભક્તોને જમાડ્યું. ૧૦.માનકુવામાં ડાહીબાઈને ઘેર કાષ્ટનાં પુતળા જળમાં પધરાવ્યાં, ગંગાજી આણ્યાંને શ્રીજીને નવડાવ્યા, રવજીભાઈને ત્યાં જમ્યા, માનકુવે પધાર્યા, એક બાઈની રસોઈ ખુટાડી, ખેડૂની ખોટ ભાંગી, નાથા ગાંડાને સિધ્ધિ આપી, ભુજ પધાર્યા, સંતદાસજી ડૂબકી મારી ગયા, ૧૧ બ્રાહ્મણ ડાહીબાઈના પતિનો વહેમ ને મંત્ર-જંત્ર કાઢ્યો ને આશ્રિત કર્યો, કેશવજીએ જમાડ્યા, દેવો દર્શને આવ્યા, સંતોને ભોજનમાં જળનાખવાની ના કહી, નાથા સુતારની દીકરી દેવબાઈને સમજાવી સાસરે વળાવીને પોતે સાથે વિથોણ ગયા, માનકુવે પાછા આવ્યા. ભુજને માર્ગે ચાલ્યતાં ૧૩ માનકૂવે પધાર્યા, ત્યાંથી કંડરાઈ તલાવડી થઈ કેરે થઈ બળદીયે પધાર્યા, ત્યાંથી માનકૂવા મહીદાસની વાડીએ કૂવા ઉપર મઠની ખીચડી જમ્યા, નદાસણના કણબી ભુલાભાઈને માર્ગ બતાવ્યો, ભુજ નગરમાં પધાર્યા ત્યાંથી માનકૂવે, મલ્લકુસ્તી જોઈ ૧૪ ત્યાંથી ગુજરાતમાં ફરીને ગઢડામાં વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવી, ત્યાંથી ભાદરે થઈ જોડીયા, માંડવી, ડોણ થઈ માંડવી આવ્યા, ત્યાં સિંધના વેદાંતીયે પ્રશ્નો પૂછ્યા, ત્યાંથી ભાડઈ આવ્યા. ૧૫ ભાડઈના લુહાણાની વાત, ત્યાંથી ધણોઈ થઈ પુનડીમાં આત્માનંદ સ્વામીને કાઠીયાવાડી રોટલો જમાડ્યો, મનનો વિશ્વાસ ન કરવા વિશે, ત્યાંથી દહીંસરા થઈ ગોડપર થઈ માનકૂવા આવ્યા, ત્યાં ભગવાનના વચનનો મહીમા કહ્યો. ૧૬ ભુજ પધાર્યા, લાધીબાઈની વાત, તેમણે યોજેલ અન્નકૂટની કંકોતરીઓ લખી. ૧૭ ભુજમાં અન્નકૂટની સામગ્રી તૈયાર થઈ અને વિદ્વાનોને ચમત્કાર બતાવ્યો. ૧૮ ભુજમાં ઘણીક વાતો કરી તથા પાકશાળામાં બે સ્વરૂપે દર્શને આપ્યાં તથા અન્નકૂટનો ઉત્સવ કર્યો. ૧૯ જેઠી વાલજી વગેરેને નિર્માની બનાવ્યા, હીરજીએ સુંદરજીભાઈને સાધુ થવાની ના કહી, મહારાજ ભુજથી સોરઠ પધાર્યા. ૨૦ મહારાજ જોડીયા બંદર થઈ અંજાર થઈ ભુજ પધાર્યા, ત્યાં કીર્તન ઉત્સવ થયો. ૨૧ ભુજમાં ફુલડોળનો ઉત્સવ કર્યો, પ્રાગજીદવે વગેરેએ મહારાજની પૂજા કરી. ૨૨ અંજાર થઈ ત્યાંથી ભુજનગર પધાર્યા, અંજારથી પત્ર લખ્યો જે, અમારાં દર્શન સિધ્ધપુર થશે, માંડવીના ખૈયા ખત્રીની વાત, ભુજથી માનકૂવા, દેશલપુર, મંજલ, કાદીયા, રસલીયા, તેરા, માંડવી પધાર્યા. ૨૩ માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા ને બે માસ રહ્યા અને જોડીયે પધાર્યા. ૨૪ માંડવીથી ગોતરકા, સાંતલપુર, આડેસર થઈ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા ત્યાં રાયધણજીને અપાર બળ દેખાડ્યું, કંથકોટ થઈ ભચાઉ પધાર્યા. ૨૫ ભચાઉમાં ચમત્કાર જણાવ્યો ત્યાંથી ભુજ પધાર્યા, રાઓશ્રી ભારમલજીએ સામૈયું કર્યુ, ત્યાંથી ખોખરા, માધાપુર થઈ ભુજ પધાર્યા. ૨૬ ભુજમાં સુરજબાને ઘેર ફુલડોલનો ઉત્સવ કર્યો. ૨૭ બળદીયા થઈ માનકૂવા, માંડવી, ભુજ થઈ કારીયાણી પધાર્યા, એક છોકરો તેની માના કહેવાથી ભગવાનને શાધેતો શોધતો આવ્યો તેના ખપની વાર્તા. ૨૮ ધમડકાના ગરાસીયા જોડીયે ભેળા થયા ને સત્સંગી કર્યા, દીકરીયું જીવતી રાખવાની આજ્ઞા કરી, તુણાથી જોડીયા, ધોરાજી થઈ જુનાગઢ પધાર્યા. ૨૯ ત્યાંથી ચુડા-રાણપરુ , દેરડી, દુર્ગપુર , ગુડેલ, ધોરાજી, કાલવાણી, ભાદરા, પીપળીયા, માળીયા, લાકડીયા, આધોઈ, ભચાઉ થઈ ભુજ પધાર્યા, પરમહંસની દીક્ષાની વ્યવસ્થા કરી, જેમલજીનો પ્રશ્ન જે કોની માળા ફેરવો છો તેનો ઉત્તર. ૩૦ ભુજમાં સુંદરજીભાઈને ત્યાં અન્નકૂટોત્સવ, હમીર સરોવર મહીમા કહ્યો. ૩૧ ભુજમાં અન્નકૂટોત્સવ. ૩૨ અન્નકૂટોત્સવની પૂર્ણાહૂતિ. ૩૩ માનકૂવે પધાર્યા, ત્યાંથી દહીંસરા, વડવાળા, કંડરાઈ, મેઘપુર, નારાયણપુર, કેરા, બળદીયા, ગજોડ, ફરાદી થઈ માંડવી પધાર્યા, અન્નકૂટની કંકોતરીઓ લખાવી, ખૈયાની વાત શિવરામની સમજણ વખાણી. ૩૪ ડોણ થઈ રામપુર, માનકુવા, ભુજ, અંજાર, ગઢપુર થઈ ભાદરા પધાર્યા, ત્યાંથી ભુજ પધારી સુંદરજીભાઈને ઘેર હુતાસનીનો સમૈયો કર્યો. ૩૫ ભુજના હરજીવનને પરણાવવાની વાત, પછી અંજાર પધાર્યા, ત્યાંથી ભચાઉ થઈ ઝાલાવડ દેશમાં થઈ હાલાર થઈ સોરઠમાં પંચાળા પધાર્યા, ત્યાં બે માસ રહ્યા. ૩૬ ત્યાંથી ભાલમાંથી જેતલપુર, દંઢાવ્ય, માળીયા, વાંઢીયા, ભચાઉ તથા ભુજ થઈ તેરા પધાર્યા, ગુંસાઈજીના મંદિરમાં પ્રશ્ન-ઉત્તર સંતન આત્માનું અભિમાન નથી ? તે વાત. ઈદ્રે કરેલી સ્તુતિ. ૩૭ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા, આત્માનંદ સ્વામીને પૂછ્યું કોનું ભજન કરો છો ? તથા બ્રહ્માનંદ સ્વામીને કલ્યાણના ખપની વાત કરી, વાણીયાને આશ્રિત કર્યો, ભચાઉ, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી થઈ ભુજ પધાર્યા, મુસલમાન જમાદારની વાત. ૩૮ માથકથી અંજાર પધાર્યા, ત્યાંથી માથક થઈ દેવળીયા, કુંભારીયા, બંધરે થઈ ભુજ પધાર્યા, શેખજીના અંતરની વાત કહી, માનકુવે પધાર્યા, ત્યાંથી દહીંસરા થઈ સરલી વાડી થઈ વડુ પધાર્યા. ૩૯ જીવને બે પ્રકારની માયા છે તે વાત કરી, શંકર દર્શને આવ્યા, રામપુર પધાર્યા. ૪૦ એકાંતિક મુક્તનાં લક્ષણો તથા ગંગાજીનો મહીમા કહ્યો, પુરુષોત્તમગીતાનો મહીમા કહ્યો. ૪૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧: ચાર વર્ણ ને આશ્રમના ધર્મ કહ્યા. ૪૨ પુરુષોત્તમગીતા અધ્યાય રઃ ભાગવત્ ધર્મ ને ધર્મની ઉલ્લંઘીને વર્તે છે તેની ગતી કહી. ૪૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૩: પાપીષ્ક પુરુષોની વાત તથા ધર્મ પાળવાની આજ્ઞા. ૪૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૪: પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અપરિમિત બ્રહ્માંડની ઉત્પતિ. ૪૫ પુરુષોત્તમગીતા અધ્યાય પઃ ભગવાનનું કર્મફળ પ્રદાતાપણું તથા સ્વતંત્રપણું તથા લોભાદિ દોષો કહ્યા. ૪૬ પુરુષોત્તમગીતા અધ્યાય ૬: જ્ઞાનનો મહીમા દેહ ને આત્માનું જુદાપણું. ૪૭ પુરુષોત્તમગીતા અધ્યાય ૭: વૈરાગ્ય નિરુપણ. ૪૮ પુરુષોત્તમગીતા અધ્યાય ૮: ગર્ભવાસ, બાલ્યાવસ્થા ને વૃદ્ધાવસ્થાનાં દુઃખો, કાળાતળાવ પધાર્યા. ૪૯ પુરુષોત્તમગીતા અધ્યાય ૯: રાજા તથા દેવાદિકના વૈભવનું નાશવંતપણું તથા વૈરાગ્યના ગુણો. ૫૦ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૦: ભક્તિનું રૂપ તથા જન્મોત્સવ તથા એકાદશીના ઉત્સવો કહ્યા. ૫૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૧: ધનવાન ગૃહસ્થાશ્રમી મંદિર કરાવે તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તથા મક્તિમાં વિઘ્ન કરે તે સ્વભાવ સંબધીનો ત્યાગ કરે. ૫૨ પુરુષોત્તમગીતા અધ્યાય ૧રઃ નિષ્કામભક્તનાં લક્ષણ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભક્તિના ભેદો. ૫૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૩: ભગવાનના સ્વરૂપનો મહિમા અધિક કહ્યો. ૫૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૪: ભગવાનનું અન્યથા કર્તાપણું ભગવાનનું પ્રકાશને પ્રકટ કરવાપણું. ૫૫ પુરુષોત્તમગીતા અધ્યાય ૧પઃ બુદ્ધિ, ઈન્દ્રિય, મન, પ્રાણ, ભગવાન જીવને આપે છે. મુક્તને અંતર્યામી કરે છે તથા પોતાનો મહિમા કહ્યો, પુરુષોત્તમગીતા સમાપ્ત. ૫૬ રામપુરમાં કથાની સમાપ્તી કરીને આંસબીયા થઈ કોડાઈ થઈ માંડવી બંદર આવ્યા, ત્યાંથી કાળાતળાવ, તેરા ,પધાર્યા, ત્યાં સંતદાસજીને સમાધી કરાવી, ત્યાંથી ભુજ થઈને ગુજરાત પધાર્યા, ત્યાંથી પાછા ભુજ આવ્યા, ત્યાંથી માનકૂવા થઈ તેરામાં સંતદાસજી ચાર્યમાં દટાયેલા રહેલા ૫૭ આધોઈથી માળીયા, ખાખરેચી, વાંટાવદર, રાયસંગપુર, હળવદ, ધ્રાંગધ્રા, મેથાણ, ખેરવા, રામગીરી, વાઢું, દદુકા, મચ્છીઆવ, ભાત, જેતલપુર, ડભાણ, ઘોડાસર, હથરોલી, ડભાણ, ચલોડા, કાણોતર, બરોલ, અડવાલ, સારંગપુર, ગઢપુર, કોટડા, ગોંડલ, કાળાવડ, ભાદરા, જોડીયા, બાલંભા, આમરણ ૫૮ ભુજથી માનકૂવા પધાર્યા, પાછા ભુજ આવ્યા, જીવનું રૂપ કહ્યું. ધ્યાન કોનું કરવું તથા પોતાના સ્વરૂપનો નિશ્ચય કહ્યો, માનકૂવા વિથોણ થઈ તેરા આવ્યા. ૫૯ ત્યાંથી કાળાતળાવ ગયા, ઉંદરથી બીન્યાં તે જમ આવશે ત્યારે કેમ કરશો તે વાત, ત્યાંથી માંડવી દહીંસરાથી ભુજ પધાર્યા, ત્યાંથી માનકૂવા, માંડવી, સાંધણ, તેરા ને ભુજ આવ્યા, જગજીવનની વાત, ભચાઉ, વાંઢીયા, માળીયા, પીપળીયા, વણથલી, ભાયાવદર, માણાવદર થઈ પંચાળા આવ્યા. ૬૦ માળીયાનું રણ ઓળંગી આધોઈ આવ્યા, ત્યાંથી ખોખરા, ભુજ, કાળાતળાવ ત્યાં પાણીનું દુઃખ ટાળ્યું, દશહજાર જીવનું કલ્યાણ કરવાનો સંતોને નિયમ લેવડાવ્યો, કથામાં ઉંઘવું નહીં તે વાર્તા ત્યાંથી તેરા ગયા, સાધુને ઝોળી માગવાની વાત, કાળાતળાવ, ગઢપુર, કારીયાણી આવ્યા ૬૧ તેરામાં આત્માનંદ સ્વામી ઉદેપુર ગયા હતા તે વાત. ત્યાં પ્રાગજીની સ્ત્રીને સમાધીમાંથા જગાડી, માંડવી થઈ પંચાળા, અગતરાઈ, જુનાગઢ, જેતપુર, ગોંડલ, સરધાર, કોટડા, કરીયાણા, ગઢડા, ઝીંઝીવદર, સાળંગપુર, અડવાળ, બરોલ, જવારજ, સીમેજ, ધોળકા, જેતલપુર, ડભાણ, નડીયાદ, માણાવદર ૬૨ ત્યાંથી ઉમરઠે , જેતલપરુ , ચલોડાથી પાછા જેતલપુર પધાર્યા, ત્યાં ભાઉની સવારી આવી હતી, તે વાત કહી ખેડા કલેકટરને મળ્યા, ને ડભાણ પધાર્યા, ત્યાંથી, બુધેજ, માળીયા, આધોઈ, કંથકોટ પધાર્યા, ત્યાં ગૌભંગની વાત રાજાને કહી, ત્યાંથી ચોબારી, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી ખોખરા ૬૩ કેરીઓ વહેંચી ત્યાંથી માનકૂવા પધાર્યા, અદાભાઈએ ઘોડી લેવાની વાત કહી, મહારાજે ના પાડી, ત્યાંથી ભુજ પધાર્યા, જીવ સંત અને હરિભક્તનો અવગુણ લે તો અમાવાસ્યના ચંદ્ર જેવો ઉતરી તે ઉપર ઋષિને શ્વાનની વાત, સુરજબાને ઘેર ફુલડોલ કર્યોને માનકૂવા પધાર્યા. ૬૪ ત્યાંથી તેરા થઈ કાળાતળાવ, માનકૂવા થઈ ભુજ આવ્યા, શ્રીજીએ જન્મ દિવસ ઉજવ્યો, જગજીવને હીંસક યજ્ઞ કર્યો, મહારાજે શિખામણ આપી, તે ન માની, અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન. ૬૫ હિંસામય યજ્ઞનો નિષેધ વર્ણન, ત્યાંથી સુખપર, માનકૂવા, નારાયણપુર, બળદીયા થઈ ભુજ આવ્યા. ૬૬ ત્યાંથી ધમડકા, ભચાઉ આવ્યા, નિર્વાસનિક થવાની વાત, જગજીવનની આડેડાઈના કારણે મૃત્યુ, ત્યાંથી વાંઢીયા, માળીયા, પીપલીયા, હાલાર, પંચાળા, કરીઆણા, સુખપુર, સારંગપુર, બુધેજ, વઉઠા, વારસિંહ, ડભાણ, બોચાસણ, શેરડી, એકલબારા, સરસવાણી, બામણગામ, વડતાલ, ઉમરેઠ, ડડુસર, કઠલાલ ૬૭ ત્યાંથી ગઢડા, કારીયાણી, પંચાળા, માણાવદર, ગઢડા, મછીયાવ, વડતાલ, ગઢડા, ઉમરેઠ, નાગડકા, બોટાદ, ગઢડા ત્યાં સંતોને ખૂબ જમાડ્યા, ત્યાંથી વડતાલમાં અન્નકૂટનો ઉત્સવ કરી ગઢડા પધાર્યા. ૬૮ ત્યાંથી વડતાલ પધાર્યા ત્યાંથી પાછા ગઢડા, ત્યાંથી જેતલપુર, વડતાલ, ઉધના, ધરમપુર પધાર્યા, ત્યાંથી વાસંદા, ધરમપુર , ઝડેશ્વર, બામણગામ, વડતાલ, વડથલ, ગઢડા થઈ પાછા વડતાલ પધારી ફૂલડોળનો ઉત્સવ કર્યો, ત્યાંથી કારીયાણી, ગઢડા, વડતાલ, જેતલપુર ગઢડા, જયતલપુર પધાર્યા, ૬૯ ગઢડા પધાર્યા, ૧૮૬૭ ની હુતાશની મછીયાવ કરી, ને દરેકનાં સીધાં લીધાં ને દીધાં, કોરા માટલામાં ઠારવેલા પાણીથી સ્નાન કરવા માંડયું, બાપુભાઈની રસોઈ સ્વીકારી. ૭૦ બાપુજીભાઈનાં દીકરીએ ટાઢા પાણીથી સ્નાન ન કરવા વિનવ્યા ને રસોઈ જમ્યા, ને પીરસ્યું, પરગામના હરિભક્તોએ રસોઈ આપી. ૭૧ ગોવિંદરામ વિશામણનો વેશ લઈને આવ્યો, ને ધુણ્યો, વાંકાનેરના જીવરામવિપ્રને મદદ કરી, ૧૮૭૬ ના ફૂલડોળની લીલા મછીયાવ કરી અમદાવાદ પધાર્યા. ૭૨ ત્યાંથી પાછા મછીઆવ થઈ દદુકા, મછીઆવ, શિયાળ, રોઝકા, ગઢડા પધાર્યા, ત્યાં ફાગણ વદી ૩ ના રાજે શ્રીવાસુદેવનારાયણની મૂર્તિ પધરાવીને સારંગપુર પધાર્યા, ત્યાં ઝાંપડીની વાત, ત્યાંથી ડભાણ, ત્યાં સંતો ગોળા જમતા ત્યાંથી વિજાપુર પધાર્યા. ૭૩ વજીબાની વાત, ત્યાંથી મછીઆવ પધાર્યા, સ્ત્રીના સ્વભાવની વાત. ૭૪ ગઢડા, શ્રીનગરમાં મૂર્તિપ્રતિષ્ઠાની દેશોદેશ કંકોતરીઓ લખી કૃષ્ણાનંદ ને વૈષ્ણવાનંદ સન્યાસીની વાત, ત્યાંથી ઝીંઝાવદર પધાર્યા. ૭૫ ત્યાંથી કારીયાણી કુંડળ, અડવાળ, બળોલ, ધોળકા, જેતલપુર, અમદાવાદ, જેતલપુર, અસલાલી થઈ કાંકરીએ મુકામ કર્યો. સાહેબને મળ્યા, નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી. ૭૬ કાંકરીએ ચોરાસી કરી, પછી અસલાલી, જેતલપુર, ધોળકા થઈ ગણેશ ધોળકા રહ્યા, ને સંકલ્પનો મંદવાડ ઉતાર્યો, ત્યાંથી અડવાળ, અણીયાળી, સુંદરીયાણા, સારંગપુર, પીપલીયા, રાધાવાવ, ગઢપુર આવ્યા. ૭૭ ગઢપુરમાં હુતાશનીનો સમૈયો કર્યો, ઉપદેશની વાર્તા કરી, પોતાના થાળ માટે દરેકે અરધો આપવાની વાત કરી, આચાર્ય પાસે રહેનાર પાળાએ રુપિયા ન રાખવા તે વાત, લાજ રાખવા વિશે વાત. ૭૮ ભુજમાં મંદિર કરવા હીરજીભાઈનો પત્ર આવ્યો, ને શ્રીજીએ કંકોતરીઓ મોકલાવી ને ભુજ પધાર્યા. ૭૯ ભુજમાં નરનારાયણદેવ પધારાવ્યા, બાઈ-ભાઈ વચ્ચે વાત ન કરવી તથા પંચ વર્તમાન પાળવાં, ધર્મમાં રહીને ચાલવું વગેરે જ્ઞાન વાર્તા કરી. ૮૦ સહજાનંદ સ્વામીને વિષે પપ ગુણો રહેલા છે તેનુ વર્ણન , શ્રીજીનો બ્રહ્માંડમાં આવ્યાનો શો હેતુ છે, ર૪ અવતારોનો શો હેતુ છે, તથા ભગવાનના ભક્તે નિત્ય છ કર્મો કરવાનાં તેના ઉત્તરો, ઈર્ષાનો ત્યાગ કરવા વિષે ત્યાંથી ગોપાળાનદં સ્વામીને ભજુ રહી હનુમાનજીને પધરાવી પછી ૮૧ ત્યાંથી કુંડળ, ગલીઆણા, સીંજીવાડા, મેળાવ્ય, રાવળીયા થઈ વડતાલ આવ્યા, ને ત્યાં લક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા કરી. ૮૨ ત્યાંથી ગઢડા પધાર્યા, ત્યાંથી ઝીંઝાવદર કારીયાણી, નાવળા થઈ ધોલેરા પધાર્યા, ત્યાંથી પીપળી, સીંજીવાડા થઈ વડતાલ પધાર્યા, ત્યાં દેશ વિભાગના લેખ કરાવ્યા ને અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીને આચાર્ય પદે સ્થાપી ગાદી કરી, અને જે તે દેશના હરિભક્તો પાસે આચાર્યોની ૮૩ ધોળકામાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ત્યાંથી ગઢપુર ગયા, ત્યાંથી ધોલેરામાં મૂર્તિપ્રતિષ્ઠા, ત્યાંથી કારીયાણી થઈ ગઢડા પધાર્યા, ત્યાંથી ગાલોળ થઈ વડાળા ને જુનાગઢમાં મૂર્તિઓ પધરાવી. ૮૪ જુનાગઢના નવાબના મહેલમાં પધાર્યા, ત્યાંથી નિત્યાંનદ સ્વામી અને નવાબના પુરાણી વચ્ચે શાસ્ત્રચર્ચા થઈ, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, ત્યાંથી પંચાળા અગત્રાઈ આવ્યા, પર્વતભાઈની વાડીએ પધાર્યા, ત્યાંથી પંચાળે પધાર્યા, ત્યાંથી પીપલાણા, યમુનાવડ, કરીયાણા કારુભાર નદી ૮૫ મંદિરમાં પધાર્યા, ત્યાંથી અસલાલીએ પધાર્યા, ત્યાંથી દેશ વિભાગ કર્યો હતા તે પ્રમાણે સાધુઓને બેસવા આજ્ઞા કરી અને સંતોને ફેર બદલી ન કરવા જણાવ્યું, અમદાવાદમાં સન્યાસીએ શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા, પણ સ્વાગત કરી શક્યા નહીં તે વાત, ત્યાંથી જેતલપુર પધાર્યા ૮૬ મંદિરનું કારખાનું ચલાવ્યું, સત્સંગિજીવનનાં બે પુસ્તકો ને શિક્ષાપત્રીનું ભાષ્ય શતાનંદ મુનિએ કરવા માંડ્યું, લૌકિક અને અલૌકિક સમજણની વિક્તિ. અવધપુરના પોતાના ભુવાનદીન તથા દીનાસિંગની વાત, ગઢડામાં મૂર્તિપ્રતિષ્ઠા. ૮૭ મૂર્તિમાં અમે નિવાસ કરીને રહેશું તે વાત, ગુજરાતની સંઘની જંગલનો અગ્નિ બળતો આવ્યો તેથી રક્ષા કરી, રાજકોટથી ગવર્નરનું આમંત્રણ આવ્યું ને રાજકોટ પધાર્યા, ગવર્નરને મળ્યા, પાછા ગઢપુર આવ્યા. ૮૮ પરચા. લાધીબા ને માતાજીએ દેહ મેલ્યો ને એક ચિત્તામાં બાળ્યાં, જોડીએથી આવતાં રવજીની સાથે સમદ્રુમાં કુદી પડ્યા, ને સુંદરજીભાઈનો ગર્વ ઉતાર્યો, સુંદરજીભાઈને ભાગવત ભણવું હતું તે વાત, રણછોડભાઈને દર્શન આપી ધામમાં તેડી ગયા, નૃસિંહાનંદ સ્વામીની વાત, અદાભાઈને પરચો ૮૯ માંડવીના ખૈયા ખત્રીની તથા કંથકોટથી ખૈયા ખત્રીને દર્શન આપ્યાં, તથા સામતજી સરવૈયાની વાત, ધમડકામાં બ્રહ્માનંદસ્વામીને મળેલ તે વાત, બળદીયાનો રતના ભક્તનો પરચો. ૯૦ દહીંસરાના કચરાભક્ત તથા રવાના વિપાશા તથા ધ્રુફીના ભારમલજીની દીકરીના પરચા, ભુજમાં વાલજી મલ્લ ને સચ્ચિદાનંદ સ્વામીએ પરચા પૂર્યા. ૯૧ રવજી સુતારને સુખીઆ કર્યા, કાળાતળાવમાં કૂવાનું જળ ઉપર કર્યું, તથા કંથકોટના ગરાસીયાને પરચા પૂર્યા. ૯૨ કંથકોટના મીયાણાથી રક્ષા કરી, કાળાતળાવના હરભમને પરચા, વૈરાગીની રક્ષા કરી, ભુજના શિવરામ મહેતા તથા માનકૂવાના શામજીને પરચા. ૯૩ મહેતા શિવરામ, હરજીવન, સારસ્વત વિરજી, સદાબા તથા ગંગારામ જેઠીને પરચા. ૯૪ ભુજના નરસિંહભાઈ તથા રામપ્રતાપભાઈ તથા અમદાવાદના શ્રાવકને પરચા. ૯૫ ધોળકાના બ્રહ્મરાક્ષસની વાત. ૯૬ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મરાક્ષસ તથા તેની સાથેના ૩૦૦ ભૂતોનો ઉધ્ધાર કરવા ગઢડા મોકલ્યા અને તેમની પાસે ગોપીનાથજીના મંદિરના પાયા પથ્થરથી પૂરાવ્યા. ૯૭ ઉત્તમાનંદ સ્વામીએ કાશીના પંડીતોને જીત્યા, ગંગાજીબાના સાસુનું ચુડેલોથી રક્ષણ કર્યું, ફુલઝરીબાઇનાં ઘરેણાં પાછાં મળ્યાં તે પરચા. ૯૮ ગ્વાલીયરમાં ધુવાના લુહારનો પરચો. ૯૯ સચ્ચિદાનંદ સ્વામી દ્વારાએ ભક્ત જનોને શિક્ષાનાં વચનો કહેડાવ્યાં. ૧૦૦ શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. પરિશિષ્ટ (અ) રુકમાવતી ગંગા. પરિશિષ્ટ (બ) કચ્છનાં પ્રસાદીનાં સ્થાનોનો ટૂંકો પરિચય. વિદેશોમાં કચ્છ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરની દોરવણી અનુસારે પ્રવર્તેલો સત્સંગ. પરિશિષ્ટ (ક) ભુજમાં શ્રીનરનારાયણદેવની બાજુના ભાગમાં સુશોભિત અક્ષરભુવનમાં પ્રસાદીની વસ્તુઓ ગોઠવી છે તેની યાદી. કચ્છ પ્રદેશના હરિભક્તો વિગેરેમા સૂચિ અધ્યાય નંબર કચ્છ પ્રદેશનાં ગામડાંઓનો ઉલ્લેખ દર્શાવતાં અધ્યાય નંબર કચ્છ સિવાયની સામાન્ય અનુક્રમણિકા અધ્યાય નંબર Book traversal links for શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર (કચ્છલીલા) નિવેદનમ્ ›