વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી
કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું વેણજી
વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી ।।
સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી ।। ર ।।
કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં ।।
તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં ।। ૩ ।।
પય સાકર સુંદર ત્યાં લગી, જયાં લગી ન ભળી લાળ ભોયંગની ।।
તેમ હરિજન સારો ત્યાં લગી, જયાં લગી નથી સોબત કુસંગની ।। ૪ ।।
શોભનિક શરીર ત્યાં લગી, જયાં લગી નથી કોઢ કપાળમાં ।।
તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની જાળમાં ।। પ ।।
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં ।।
તેમ ભકતની ભલાઈ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ।। ૬ ।।
તેમ મુકતની મોટપ ત્યાં લગી, જયાં લગી નથી પંચવિષયનો પ્રસંગ ।।
દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ।। ૭ ।।
જેવા વિમુખ છે બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય ।।
નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય ।। ૮ ।।