રાગ - ધોળ - પ્રભાતી
પદ - ૧
સુતા ઉઠીરે, સમરું સહજાનંદ કે, વેણલાં ભલે વાયાં રે.
અંતર ઊપન્યો રે, અતીશે આનંદ કે. વેણલાં૦ ૧
નયણે નિરખી રે, રંગભીનાનું રૂપ કે. વેણલાં૦
પ્રીતે પાખ્યા રે, બ્રહ્મમહોલનાભૂપ કે. વેણલાં૦ ૨
ઊર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે. વેણલાં૦
તેને નિરખી રે, મનડું રહ્યું મોઈ કે. વેણલાં૦ ૩
નખમણિયું રે, જુગલ ચરણની જોડ કે. વેણલાં૦
ગોળ ઘુંટીયું રે, પૂરે મનડાંના કોડ કે. વેણલાં૦ ૪
જંઘા જાનુ રે, જોયા સાથળ સાર કે. વેણલાં૦
નાભી ઊંડી રે, અજ ઊપન્યા જે ઠામ કે. વેણલાં૦ ૫
પેટ પોયણ રે, જોયા ત્રણે વળ કે. વેણલાં૦
એવા ચિહ્નની રે, કૃષ્ણાનંદને કળ કે. વેણલાં૦ ૬
પદ - ૨
હૃદયે જોયું રે, કમળા કેરું ધામ કે, વેણલાં ભલે વાયાં રે
કંઠ કંબુ રે, નીરખું આઠું જામ કે. વેણલાં૦ ૧
દંત દેખી રે, દાડમકેરાં બીજ કે.વેણલાં૦
જીહવા જોઈ રે, જાણે ઝબુકે વીજ કે. વેણલાં૦ ૨
નાસા નીકટ રે, ટીબકડી છે શ્યામ કે. વેણલાં૦
તેને જોતાં રે, નેણે નીંદ હરામ કે. વેણલાં૦ ૩
વામ કરણે રે, તીલ શ્યામ સોહાય કે. વેણલાં૦
તેને જોતાં રે, શોભે સંતોના રાય કે. વેણલાં૦ ૪
ભાલ વચ્ચે રે, રેખા તિલક આકાર કે. વેણલાં૦
મસ્તક ઊપર રે, ફુલડાં કેરા હાર કે. વેણલાં૦ ૫
કર જુગલ રે, કોણીયું બે શ્યામ કે. વેણલાં૦
કૃષ્ણાનંદની રે, પૂરી હૈડાંની હામ કે. વેણલાં૦ ૬
Disqus
Facebook Comments