૮૯. સોરઠમાં વિચરણ કરતા હરિજી ગઢડા પધાર્યા ત્યાંથી ભૂજ જઇ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, ગઢડા સંતો

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:20pm

પૂર્વછાયો-

એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા પાંચાળ ।

અનંત જીવ ઉધ્ધારવા, ફરે દેશોદેશ દયાળ ।।૧।।

ચોપાઇ-

પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, આવ્યા માણાવદર મુરારી ।

રહી રાત્ય ને કર્યાં ભોજન, પછી ત્યાંથી પધાર્યા જીવન ।।૨।।

કરીગામગણોદેવિશ્રામ,આવ્યાજાળિયેસુંદરશ્યામ।

તિયાં જમિયા સંતે સહિત, જને જમાડિયા કરી પ્રીત ।।૩।।

પછી ત્યાંથી ચાલ્યા અવિનાશી, શોભે સુંદર રાત્ય ઉજાશી ।

કર્યો વાટમાં કાંઈક ઢાળ, આવ્યા દૂધિવદર દયાળ ।।૪।।

સુંદર શીરાની કરી રસોઈ, જમ્યા જન સંઘે હતા સોઇ ।

પછી સુંદર સાંઝની વેળે, ચાલ્યા નાથ સંઘ લઇ ભેળે ।।૫।।

ચાલતાં વીતિયા ચારે જામ, આવ્યા બંધિયે સુંદરશ્યામ ।

રહ્યા રજની આનંદે અતિ, આવ્યા પીપળિયે પ્રાણપતિ ।।૬।।

હરિભક્તે જમાડ્યા ત્યાં હેતે, સર્વે મુનિને સંઘ સમેતે ।

ત્યાંથી ચાલિયા સુંદર શ્યામ, કર્યો રાયપુરે વિશરામ ।।૭।।

ત્યાંથી આવિયા ગામ વાંકિયે, એમ ગામો ગામ દર્શન દિયે ।

ત્યાંથી આવિયા ગઢડામાંય, દિન ત્રણ રહ્યા પોતે ત્યાંય ।।૮।।

પછી ત્યાંથી ચાલિયા દયાળ, આવ્યા કારિયાણીયે કૃપાળ ।

પછી નાથે કહી એમ વાત, સંતે તમે જાઓ ગુજરાત ।।૯।।

સારી મૂરતિઓ સુખદાઇ, પધરાવશું વરતાલમાંઇ ।

તેને અર્થે કરાવો મંદિર, સારૂં સરસ સહુથી સુંદર ।।૧૦।।

તેની રીત્ય સમઝાવી કઇ, જાઓ આદરો ત્યાં તમે જઇ ।

આપી આગન્યા સંત સધાવ્યા, પોતે ગામ ગઢડામાં આવ્યા ।।૧૧।।

ત્યાંથી પધાર્યા કચ્છ ભુજ ભણી, કરવા પ્રતિષ્ઠા નરવીરતણી ।

દિધાં સહુ દાસને દરશન, પ્રભુ જન પર છે પ્રસન્ન ।।૧૨।।

પછી ભાવેશું ભુજનગર, બેસારિયા નારાયણ નર ।

આવી મુહૂર્તમાં મનગમી, વૈશાખસુદી કહીએ પંચમી ।।૧૩।।

તેદિ નરનારાયણ રાય, બેસાર્યા ભુજનગરમાંય ।

એમ કરી બહુ શુભ કામ, પછી પધાર્યા ગઢડે ગામ ।।૧૪।।

અતિ દયાળુ દયા અપાર, અતિ કૃપાળુ કૃપાભંડાર ।

કરે આચરણ જેજે મહારાજ, તેતો સહુ જીવને સુખકાજ ।।૧૫।।

કરે ચરિત્ર નવલાં નિત્ય, જન રાખે ચિંતવિને ચિત્ત ।

દાસ ઉપર છે દયા અતિ, સુખસાગર શ્યામ મૂરતિ ।।૧૬।।

દિયે દાસને દર્શન દાન, જન જુવે ભાવે ભગવાન ।

કરે વાત નિત્ય પ્રત્યે નવી, સુણી આશ્ચર્ય થાય અનુભવી ।।૧૭।।

લિયે સુખ અલૌકિક સહુ, એવી વાતો કરે વાલો બહુ ।

એમ આનંદમાં દિન જાય, જન ગુણ ગોવિંદના ગાય ।।૧૮।।

જાય જુગ તે પળ સમાન, નિત્યે ભેળા રહેતાં ભગવાન ।

એમ કરતાં આવી અષ્ટમી, કૃષ્ણજન્મતિથિ મનગમી ।।૧૯।।

મોટા ઉત્સવનો એહ દિન, તેડ્યા સમૈયા પર મુનિજન ।

આવ્યા સંત સહુનાં મંડળ, મોટા મુક્ત જે અતિઅમળ ।।૨૦।।

આવી લાગ્યા પ્રભુજીને પાય, ર્સ્પિશ પદ ને મોદ ન માય ।

વાલે અતિ વાલ્યપે બોલાવ્યા, સંતો સમૈયાપર ભલે આવ્યા ।।૨૧।।

સંતો સવેર્આવ્યા તમે મળી, રખે રહી જાય કોઇ મંડળી ।

સંત કહે આવ્યો સહુ સાથ, દેશ પ્રદેશ હશે કોઇ નાથ ।।૨૨।।

કહે નાથ તે આવશે સોઇ, એમ કહી કરાવી રસોઇ ।

થઇ ચાલતી રૂડી રસોઇ, જમે જન મગન મન હોઇ ।।૨૩।।

એમ કરતાં વિત્યા દિન ચાર, આવી અષ્ટમી શુભ તે વાર ।

રહ્યા વ્રત મુનિ સહુમળી, સાંખ્યયોગી બાઇઓની મંડળી ।।૨૪।।

ચાલ્યા નાવા નાથ સાથે લઇ, નાહ્યા નિર્મળ જળમાં જઇ ।

નાઇ નિસરિને બોલ્યા નાથ, તમે સાંભળજયો સહુ સાથ ।।૨૫।।

હરિ મંદિર સારૂં હમેશ, લેવો એકુકો પથ્થરો શીશ ।

આજ અમે પણ એક લેશું, વાસુદેવની ભક્તિ કરીશું ।।૨૬।।

પછી સોનેરી પાઘને માથે, લિધો છે એક પથરો નાથે ।

એમ નાઇ આવ્યા નાથ ઘેર, આવ્યો ભક્ત ભાવિક એ વેર ।।૨૭।।

જાતિ વૈશ્ય વેણીભાઇ નામ, લાવ્યા પૂજા પૂજવાને શ્યામ ।

કાજુ કનક કડાંની જોડ, ર્અિપ નાથ હાથે પુર્યા કોડ ।।૨૮।।

પછી મુનિ મળી રચ્યો રાસ, રમ્યા સંતસંગે અવિનાશ ।

એમ કર્યો ઉત્સવ આનંદે, લીધું સુખ મળી મુનિવૃંદે ।।૨૯।।

વળતો આવ્યો નવમીનો દન, જને કર્યાં સુંદર ભોજન ।

મુનિકાજે મોદક મોતૈયા, કર્યા કાજુ જાય નહિ કહ્યા ।।૩૦।।

પોતે પીરશે પ્રભુજી હાથે, અતિ હેતે નિજજન માથે ।

લઇ મોદક મનવાર્યું કરે, કડી વડી ફુલવડી ફરે ।।૩૧।।

કઢ્યાં દૂધ સાકર ઉજળી, ફરે ઉપર ભાતમાં વળી ।

એમ જુક્તે જમાડિયા દાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।।૩૨।।

સુણો સંત સહુ જનવૃંદ, રહો ચોમાસંુ કરો આનંદ ।

ક્યાંયે માગવા ન જાવું અન્ન, કરવું દરબારમાંથી ભોજન ।।૩૩।।

એવી સુણી વાલ્યમની વાત, સર્વે સંત થયા રળિયાત ।

નિત્ય દયાળુ દર્શન દીયે, નિર્ખિ નાથ જન સુખ લિયે ।।૩૪।।

તિયાં વરષે ગર્જનાયે ઘન, બોલે મોર બપૈયા મગન ।

બોલે દાદુર અતિ આનંદે, જાણું ધુન્ય માંડી મુનિવૃંદે ।।૩૫।।

ઝળકે વિજળી વારમવાર, વરષે મેઘ વળી એકધાર ।

નદીએ આવ્યાં નવલાં જળ, અતિ સુંદર સારાં અમળ ।।૩૬।।

નિત્યે નાવા જાયે ત્યાં નાથ, સવેર્સંગ લઇ મુનિસાથ ।

નાહી પાછાવળે જન જયારે, લિયે એકએક શિલા ત્યારે ।।૩૭।।

તેણે કરી શોભે જન ઘણું, જાણું સૈન્ય ચાલ્યું રામતણું ।

તેને દેખી દાઝે દુષ્ટ છાતિ, જે કોઇ હોય રાવણની જાતિ ।।૩૮।।

દૈત્ય દૈત્યતણો ધર્મ પાળે, સાધુ સાધુનો ધર્મ સંભાળે ।

સંત સદા સુખી દલમાંઇ, એવી વાત ગણે નહિ કાંઇ ।।૩૯।।

સુણે વાલ્યમ મુખની વાત, સંશય શોક ન રહે જાત ।

નિત્ય વાત નવિનવિ થાય, સુણી આનંદમાં દિન જાય ।।૪૦।।

એમ કરતાં સુખ વિલાસ, વહિ ગયો છે ચાતુરમાસ ।

આવ્યા દશરા દિવાળીના દન, કરવો ઉત્સવ કહે ભગવન ।।૪૧।।

અન્નકોટનો ઉત્સવ કહું, આવ્યા સતસંગી તિયાં સહુ ।

હતો સમીપે સંત સમાજ, રચી દીપમાળા મુનિરાજ ।।૪૨।।

બળે દિવા હજારે હજાર, થિયો પ્રકાશ ગયું અંધાર ।

બેઠા અલબેલો તિયાં આવી, મનોહર મૂર્તિ મનભાવી ।।૪૩।।

શોભે વસ્ત્ર આભૂષણ અતિ, જન મન હરણ મૂરતિ ।

હસિ હસિ જુવે જન સામું, પુરે જનના મનની હામું ।।૪૪।।

પરમ આનંદમાં દન પળતા, આવ્યો અન્નકોટ દન વળતા ।

પુયોર્અન્નકોટ અતિ અન્ને, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજને ।।૪૫।।

કહેતાં પાર ન આવે પાકનો, તાજી ભાજી શીમા નહિ શાકનો ।

હેતે જમ્યા પોતે જનહાથ, પછી જમાડ્યા મુનિસાથ ।।૪૬।।

કશી કમર ઉઠીયા હરિ, મોટી પંગતિ મુનિની કરી ।

લીધા મોતૈયા લાડવા લાલે, માગે એક તિયાં ત્રણ આલે ।।૪૭।।

સાટા પેંડા જલેબી ને ખાજાં, દળ મગદળ મેશુબ ઝાઝાં ।

સેવ સંુવાળી લાપશી શિરો, ફરે કંસાર સાકર કેરો ।।૪૮।।

બહુ હવેજે ભજીયાં બણ્યાં, કળિ ગાંઠિયા ફુલવડી ચણ્યા । સું

દર શાક પિરશ્યાં પંગત્યે, એમ જમાડ્યા જન જુગત્યે ।।૪૯।।

પછી નાથ કહે સુણો વાત, હવે જાયે સહુ ગુજરાત ।

આવી પ્રબોધની દિન થોડે, ચાલો સહુ જાઇએ મળી જોડે ।।૫૦।।

લક્ષ્મીજી ને નારાયણ આપ, થાશે વરતાલે તેહનો સ્થાપ ।

કરી એટલી આગન્યા વાલે, થઇ મગન માની મરાલે ।।૫૧।।

રાખ્યા સંત પાસે સુખ દઇને, શ્રાવણવદિ ચતુરથી લઇને ।

ત્યાંથી રાખી મુનિની મંડળી, ર્કાિતકશુદિ બીજલગે વળી ।।૫૨।।

કર્યોઉત્સવ એટલા દન, જમ્યા મુનિ ભાવતાં ભોજન ।

ધન્ય જયા લલિતા બે જન, જેણે પ્રભુને કર્યા પ્રસન્ન ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ભુજ વૈશાખશુદિ પંચમીને દિવસ નરનારાયણ પધરાવ્યા ને ગઢડે અન્નકોટનો ઉત્સવકર્યોએ નામે નેવ્યાશિમું પ્રકરણમ્ ।।૮૯।।