૧૧૪. વાળાક દશે ના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:55pm

પૂર્વછાયો-

વંદુ હું ભક્ત વાળાકના, જન વિશવાસી વિશેક ।

અચલ પ્રભુનો આશરો, વળી ગ્રહી ન મૂકે ટેક ।।૧।।

ઉદાર મન અતિ ઘણાં, જેને પ્રકટ પ્રભુશું પ્યાર ।

ભોળે ભાવે ભજે હરિ, છળ કપટ નહિ લગાર ।।૨।।

એવા હરિજનનાં, નામ લેતાં આવે આનંદ ।

કહું સંક્ષેપે સાંભળો, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।।

ચોપાઇ-

બહુ ભક્ત બગસરે ગામ, કોળી હરિપાલ સુતરામ ।

રૈયો કાનો ભગો ઉકો રાણો, ભક્ત સંઘો ભગો કૃષ્ણ જાણો ।।૪।।

ભક્ત વેલો મેપો જોધો જન, કુરજી હરજી એ પાવન ।

દેવશી આદિ દૈ સતવારા, ભક્ત નાઇ રાજો માવો સારા ।।૫।।

નકી વૈશ્ય એક નાનબાઇ, વસે જન એ બગસરામાંઇ ।

વૈશ્ય કલો ને પુંજો પાવન, વસે માલવાણે હરિજન ।।૬।।

ઘુઘરાલે છે લાધો સુતાર, ઉકો ચિતળે માંડણ લુવાર ।

ઠકર વસતો ઢોલરવામાંઇ, માંડવડે છે નારાયણ નાઇ ।।૭।।

સનાળે ગોદડ મકવાણો, સુડાવડ ગોવર્ધન લુવાણો ।

ચરખે જન રામ કુંભાર, દેરડિમાંહિ, શામો સોનાર ।।૮।।

પિઠવાજાળે ખીમો પટેલ, ચુડામાં ભક્ત વેલો વસેલ ।

ભક્ત કૃષ્ણ આહીર હામાપર, બરવાળે છે ડાયો સગર ।।૯।।

દ્વિજ ભક્ત સુંદરજી ઉદાર, લાઠિયે વજેરામ સુતાર ।

ભક્ત રૂડો આસોંદર ગામ, કણબી હિરો ને રતનો નામ ।।૧૦।।

માંશિયાળે રૈયો હરિજન, કણબી કુળમાં ભક્ત પાવન ।

લુણીયે ભક્ત ત્રિકમ ઠાર, વૈશ્ય લાધો આકડિયા મોઝાર ।।૧૧।।

ભક્ત જીવુબાઇ ધકુબાઇ, કાઠી તોરી ખંભાળિયામાંઇ ।

માણસુર હમીર હિમદે, કાઠિ ભક્ત રૂડા રાણદે ।।૧૨।।

ઉકો લવો ડાયો વશરામ, આંબો હિરો રાજો ભક્ત નામ ।

દેવશી આદિ કણબી કાવે, ભક્ત રૂડા રહે કુંકાવાવે ।।૧૩।।

અમરેલીએ પુંજો પચાણ, મકન આમદ ખોજા સુજાણ ।

કણબી ભક્ત પર્વત છે નામ, એહઆદિ અમરેલી ગામ ।।૧૪।।

રામપદમો કણબી કહેવાય, એહ ભક્ત ચાંપથળ માંય ।

મોટા મુક્ત મેરામ માંજરીયો, જેણે સમજીને સતસંગ કરીયો ।।૧૫।।

રાઘવજી ધનો તુલાધાર, દ્વિજ કચરો ધારી મોઝાર ।

નાથો વસતો ભક્ત વણિક, રબારી દેવદાસ છે એક ।।૧૬।।

હરિજન રૂડાં રાણીબાઇ, એહ આદિ જન જીરામાંઇ ।

ભાચે ભક્ત ઘેલો શેઠ સારો, કાપી પાશ જે નિસર્યો બારો ।।૧૭।।

ધામલેજમાં લાખો પટેલ, લખુ ચારણ લોઢવે રહેલ ।

ભક્ત વીરો સુતાર માનુબાઇ, વસે ક્ષત્રિ એ ડોળાસામાંઇ ।।૧૮।।

દિવમાં નાઇ દામો સુંદર, કલ્યાણ હરિ ને પીતાંબર ।

જન એક પારવતીબાઇ, જેને પ્રભુશું સાચી સગાઇ ।।૧૯।।

શેઠ કૃષ્ણજી લખમીચંદ, રાજબાયે ભજયા ગોવિંદ ।

પ્રેમબાઇ રતનબાઇ નામ, ડોસો માળી વસે દિવગામ ।।૨૦।।

અનુપ ભક્ત છે ઉનામાંઇ, હેતવાળા હંસરાજ ભાઇ ।

ઉધ્ધવ શેઠ વેલશી ગણેશ, જેઠો ભક્ત હરિનો હમેશ ।।૨૧।।

સોનાં અવલ માણ્યકબાઇ, એ વણિકજન ઉનામાંઇ ।

એક ભક્ત કુંભાર દેસુર, બીજં ુ કુળ સમુળું અસુર ।।૨૨।।

દ્વિજ ભક્ત રૂગનાથ કહીએ, શેઠ તુલસી વસે કાંધિયે ।

શેઠ વાલો વાઘો હરિજન, સામતેરે છે દ્વિજ વસન ।।૨૩।।

દ્વિજ વાઘજી ત્રિકમ નામ, રૂડા ભક્ત એ ગાંગડે ગામ ।

કોળી ભક્ત પરવતભાઇ, ભક્ત જોગો વસે ટીંબીમાંઇ ।।૨૪।।

કોળી રામ વીરો સુરદાસ, મોટા ભક્ત મોલીગામે વાસ ।

વિપ્ર વીરો રામજી સુજાણ, સોની લોમો લાખો જીવો જાણ ।।૨૫।।

કાનો લોમો બાબરીયા બે ભાઇ, ભક્ત એહાદિ ડેડાણ્યમાંઇ ।

કાળુ કાળો લોમો ખીમો ધીર, વસે બારપટોળી આહીર ।।૨૬।।

ભગો સુમરો ભક્ત ભણિજે, મસરી રામપુરે ગણિજે ।

કોવાયે રાઘો લાખો આહીર, ધર્મમતિ અતિ મનધીર ।।૨૭।।

રૂડા ભક્ત રાજુલે અવલ, રાજગર મુળો ને વિઠલ ।

સોની નાગ શામલો સુધીર, પુંજો લાખો આલો ને હમીર ।।૨૮।।

ભક્ત ભગાદિ બીજા છે બહુ, વસે ગામ રાજુલામાં સહુ ।

રાઘો લોમો આહીર ઝોલાપર, ક્ષત્રિ ભક્ત શ્રીભાઇ સુંદર ।।૨૯।।

દ્વિજ હિરજી ડુંગર ડાયો, માંડાળે આહીર બીજો માયો ।

ચાડદિકે ભોજો કરમણ, ચોખા ભક્ત હરિના ચારણ ।।૩૦।।

ભોજો સામત ભક્ત આહીર, વસે ચાડદિકે મનધીર ।

ભક્ત ડોસો પંચોળી જાદરે, નથુ લુવાર તલગાજરે ।।૩૧।।

દ્વિજ ગિગો જીવો જણસાલી, એહાદિ જન મવે મંડળી ।

અસરાણે ભગો નકોભાઇ, ઉપન્યા કુળ આહિર માંઇ ।।૩૨।।

આલો લખમણ માંગાણીરામ, વડાળે બાઇ અમર નામ ।

સાજણ સામત વાલો કુંભાર, મેંપો વસતો વણોઠ મોઝાર ।।૩૩।।

ખેરાલિયે ગોલણ નિરમળો, કાઠી સુંથો વેલો ને સામળો ।

ભક્ત દેવાણંદ છે કુંભાર, રાઠોડ રૂડો ખેરાલિ મોઝાર ।।૩૪।।

વાવેરે પિઠો જણસાળી જેહ, ભક્ત મુળુ બાબરિયો તેહ ।

જાદવ કરણો ભગો કુંભાર, વસે ગામ ઘાણલા મોઝાર ।।૩૫।।

મેરિયાણે છે હાજો કુંભાર, કુળે સહિત ભક્ત ઉદાર ।

રાઓતદાસ માંમૈયો કંક, જાનબાઇ છાપરિયે નિઃશંક ।।૩૬।।

વાસો મુળો ને વીરો રબારી, વસે લિખાળે ભજે મુરારી ।

ઉગો માંતરો કડવો કહેવાય, કાઠી ભક્ત ગોરડકા માંય ।।૩૭।।

કાઠી સાદુલ સગાલ નામ, ભક્ત લૈયે એ લુવારે ગામ ।

દ્વિજ વસતો સામત કુંભાર, રાઘવ રહે બાઢડા મોઝાર ।।૩૮।।

વીરો નારણ કણબી કહીએ, ભક્ત સારા સમઢિયાળે લહીએ ।

શેઠ દ્વારકો આંબો વિઠ્ઠલ, વસે ઝિઝુંડે જન અવલ ।।૩૯।।

પાંચો સાંગો રબારી પાવન, ગામ મોલડિયે હરિજન ।

ધન્ય ધન્ય પિઠવડી ગામ, જિયાં ભક્ત વસે નિષ્કામ ।।૪૦।।

આંબો મેઘો હિરો ભાયો નામ, રૂડો પુંજો હરજી જેરામ ।

રાજો ભગો મુળો જેઠો જન, વાલો કલો પ્રેમજી પાવન ।।૪૧।।

હિરુ લાડુ વેલુ કુંવર બાઇ, મોટાં મુક્ત એ કણબીમાંઇ ।

દ્વિજ જીવો ને પુતળીબાઇ, સુત શિવો ગોવર્ધનભાઇ ।।૪૨।।

દ્વિજ મોનો રાઘવ દયારામ, કોળી ભક્ત એક ભોજો નામ ।

જન જણસાળી કલ્યાણ લઇ, ભક્ત છે પિઠવડીયે કઇ ।।૪૩।।

કણબી ભક્ત ભગો જસો રાણો, જન જીવી કેરાળામાં જાણો ।

ચાંદુ મામૈયો ભક્ત જેરામ, રાઘવાદિ ભક્ત વંડેગામ ।।૪૪।।

વીરો લાખો ને મેઘો કુંભાર, વસે ભક્ત પિયાવા મોઝાર ।

કાઠી હરિજન મુલુબાઇ, વસે ગામ તે બવાડીમાંઇ ।।૪૫।।

કાઠી ભક્ત અમરબાઇ નામે, તેહ વસે ખાલપર ગામે ।

હરિભક્ત સાદુલ કુંભાર, કન્યા કડવીયે તજયો સંસાર ।।૪૬।।

ભક્ત જણસાળી ખોડો છે નામ, એહાદિ જન ફિફાદ ગામ ।

દ્વિજ જેઠો વાલજી દયાળ, અજો દેવરામ એક બાળ ।।૪૭।।

હરિભક્ત છે બાઇ કુંવર, એહાદિ જન દામનગર ।

કણબી ભક્ત ડાયો હરદાસ, જન ઠાઉકા ઠાસલે વાસ ।।૪૮।।

દ્વિજ વીરો અમરબાઇ નામ, મોનજી ભીમજી દયારામ ।

દ્વિજ જેઠો સુંંદરજી મણિયાર, ભક્ત એ પાલીતાણા મોઝાર ।।૪૯।।

દ્વિજ શંકર બોઘો બે ભાઇ, ભક્ત બ્રાહ્મણ કિકો કેવાઇ ।

ભક્ત મુળજી છે ભાવસાર, ખોજો સંઘજી દિયોર મોઝાર ।।૫૦।।

માનકુંવર ને ધોળીબાઇ, દ્વિજ વસે એ ત્રાપસ માંઇ ।

કાનબાઇ પતિ વીરો નામ, ભક્ત ખોજા એ તળાજે ગામ ।।૫૧।।

ભક્ત એક જીવો ભાવસાર, રહે પડવા ગામ મોઝાર ।

વાલો કૃષ્ણ ને દેવશી નામ, ભક્ત ભાવસાર ગુંદિગામ ।।૫૨।।

ક્ષત્રિ ભક્ત રૂપોભાઇ ધીર, ભક્ત રાજોભાઇ શૂરવીર ।

ઝિણો સંઘવી ઝિણો શ્રીમાળી, ભાવસાર ગાંગો મકુ માળી ।।૫૩।।

શેઠ ભક્ત ભગવાન કહીએ, કણબી ભક્ત કાકો એક લહીએ ।

કોળી ભક્ત ગોવિંદ નિદાન, ભણસાળી ભક્ત ભગવાન ।।૫૪।।

એહાદિ ભક્ત ભાવનગરે, શિશસાટાની ભગતિ કરે ।

દ્વિજ શંભુ મુળજી રતન, ક્ષત્રિ ભક્ત મોકો હરિજન ।।૫૫।।

ક્ષત્રિ ભક્ત મોટાં મોટીબાઇ, ભક્ત એહઆદિ વળામાંઇ ।

શેઠ લાલો ગિલો ભાવસાર, શા ડાયો ઉમરાળા મોઝાર ।।૫૬।।

ખોપાળે કણબી જેઠો જન, અડતાળે દ્વિજ ગોવર્ધન ।

શેઠ ભીમજી ભક્ત સુધીર, જેઠો લખમણ કૃષ્ણ આહિર ।।૫૭।।

ભક્ત કણબી કહીએે જસો નામ, એહાદિ રાજપિપળે ગામ ।

કાઠી મુળુ રાઓત બે કહિએ, ભક્ત ગામ ગુંદાળામાં લહીએ ।।૫૮।।

શેઠ આંબો ઘેલો માધો જીવો, જેઠો કિલો દામજી ને દેવો ।

દ્વિજ હરિભક્ત હરિભાઇ, જન કણબી ભગો કેવાઇ ।।૫૯।।

ભરવાડ ભગાદિ ભાળિયે, ભાવસાર જેઠો ગઢાળિયે ।

હરિજનનાં નામ અપાર, જથારથ ન હોય ઉચ્ચાર ।।૬૦।।

પૂર્વછાયો-

અસંખ્ય જીવ ઓધારિયા, તેનો નાવે લખતાં પાર ।

જે આવ્યા મારી જાણ્યમાં, કર્યાં એટલાં નામ ઉચ્ચાર ।।૬૧।।

બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, જે કોઇ નર ને નાર ।

દરશ સ્પરશ દયાળને, કઇ ઉતર્યા ભવપાર ।।૬૨।।

દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટયે તેજ અંબાર ।

આવે પ્રભુજી તેડવા, જાય બ્રહ્મમોલ મોઝાર ।।૬૩।।

રથ વેલ્ય ઘોડા પાલખી, વળી દેખે બહુ વિમાન ।

માગી શિખ મુકે દેહને, જેને મળ્યા સ્વામી ભગવાન ।।૬૪।।

મોટો પ્રતાપ મહારાજનો, એક જીભે કહ્યો ન જાય ।

એમાં જે જન ઉધરે, તેનું નહિ આશ્ચર્ય જરાય ।।૬૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વાળાકદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને ચૌદમું પ્રકરણમ્ ।।૧૧૪।।