પૂર્વછાયો-
દાખું દાસ દંઢાવ્યના, ભક્ત અતિઘણા ભાવિક ।
દૃઢમતિ ધીરજ અતિ, જાણે સત્ય અસત્ય વિવેક ।।૧।।
તન મન ધન તુચ્છ કરી, હરિજન થયાં નરનાર ।
પ્રકટ પુરૂષોત્તમને, મળી ઉતર્યાં ભવપાર ।।૨।।
બાળ જોબન વૃધ્ધ વળી, સરવે થયાં સનાથ ।
પરા પાર પરબ્રહ્મ જે, તેહ નિરખ્યા નયણે નાથ ।।૩।।
એવા જન અનઘનાં, લેતાં નામ આવે આનંદ ।
શ્રવણ દઇ જે સાંભળે, તે વામે મહાદુઃખ દ્વંદ્વ ।।૪।।
ચોપાઇ-
મોટા ભક્ત છે મોટેરે ગામ, કણબી ભક્ત ભૂધરદાસ નામ ।
પુરૂષોત્તમ રઘો નાથજી, હાંસજી વેણીદાસ રામજી ।।૫।।
લખો લખુ ભગો પ્રભુદાસ, બાઇ કંકુયે ત્યાગી જગઆશ ।
બાઇ હરિ ને રળિયાત બાઇ, રતનબાઇ છે મોટેરામાંઇ ।।૬।।
જેઠો ભક્ત જન ગંગાબાઇ, કણબી ભક્ત કોટેશ્વરમાંઇ ।
અડાલજ માંહિ છે ચોધરી, તજી કુળ ધરમ ભજયા હરિ ।।૭।।
કણબી ભક્ત જેરામ ને લાલ, જેઠો અવિચળ પુર જમાલ ।
કણબી હરખજી પુંજો ભાટ, રહે ઉમારસદે તજી ઉચ્ચાટ ।।૮।।
દેવજાતિ તે ભક્ત છે આસો, કહીએ એહનો કલોલે વાસો ।
કણબી ભક્ત ગંગાદાસ કહીએ, નરોત્તમ વાસણજી લહીએ ।।૯।।
ભક્ત કાકુજીને કાશીદાસ, શિધરદાસનો ઓળામાં વાસ ।
રૂડાં ભક્ત છે બાઇ રતન, એહ રહે ઓળે હરિજન ।।૧૦।।
ભક્ત સુતાર જેઠો કેશવજી, કણબી કાશીદાસ ને રાયજી ।
દ્વિજ ભવાનીશંકરભાઇ, શા ઝવેર ધમાસણામાંઇ ।।૧૧।।
હરિભક્ત કોળી વાલો કહીએ, જન ગામ જલોદમાં લહીએ ।
ખાંટ ભક્ત બાદરજી જેહ, રતુજી અરજણજી તેહ ।।૧૨।।
હરિભક્ત છે હવનબાઇ, એહાદિ જન આદ્રેજમાંહિ ।
જીવી રતન ને પ્રભુદાસ, કણબી ભક્ત કોલવડે વાસ ।।૧૩।।
કણબી ભક્ત રામદાસ ભાઇ, કુબેર વસન નાની બાઇ ।
કણબી ભક્ત કહીએ મોટીબાઇ, ભક્ત ભાટ રઘો બાજીભાઇ ।।૧૪।।
દ્વિજ રૂપ રળિયાત નામ, ઠાર હરખો ઉનાવે ગામ ।
ક્ષત્રિ ભક્ત રાસોજી વખતો, ભજવા હરિ કર્યો દૃઢ મતો ।।૧૫।।
હરિજન ગલાલ સોનાર, દ્વિજ દોલી રાઇ ભાવસાર ।
એહ આદિ ભક્ત બીજા કઇ, ભજે પ્રભુ પેથાપર રઇ ।।૧૬।।
ઇચ્છો સકરો કસલો વળી, એહ આદિ જન જણસાળી ।
ભક્ત એક છે મીઠો કુંભાર, વસે વાસણ ગામ મોઝાર ।।૧૭।।
અમજે ભક્ત મુળો ચોધરી, ભજી હરિ ગયો ભવ તરી ।
પગી લાલો છેલો હરિજન, શોભાસણામાં ભક્ત પાવન ।।૧૮।।
કણબી ભક્ત કુબેર ખુશાલ, ચાંદિસણે એ ભક્ત વિશાલ ।
કણબી દેવજી રહે ગામ સોજે, ભજે પ્રભુજીને સુખ મોજે ।।૧૯।।
ઇટાદરે કણબી ગણેશ, કરે ભજન હરિનું હમેશ ।
ભક્ત સુતાર બેચર નામ, હરિજન કહીએ ગંગારામ ।।૨૦।।
દ્વિજ અંબારામ દુલભરામ, શેઠ ભકત સાંકળા બે નામ ।
પીતાંબર બેચર ઝુમખો, ભાઇચંદાદિ ભાવસાર લખો ।।૨૧।।
કણબી ભક્ત ગણેશ ને ભગો, તેલી મુળચંદે મેલ્યો દગો ।
ધનો દલોદાસ છે ચોધરી, મેલી પાપ ભજયા આપે હરિ ।।૨૨।।
ક્ષત્રિ હિંદુજી છે હરિજન, એહ આદિ પુરૂષ પાવન ।
દ્વિજ કુશળ સોના ભાવસાર, એહ બાઇઓ માણસા મોઝાર ।।૨૩।।
ભક્ત વીરો જીવણ ચોધરી, રાઠોડ વણારશી ભજે હરિ ।
ક્ષત્રિ રવોજી વોરો મિયાંજી, વસે વરસોડે કુસંગ તજી ।।૨૪।।
હરિભક્ત કિકો ભાવસાર, રહે લાખરોડ ગામ મોઝાર ।
કણબી ભક્ત ગોવિંદજી નામે, જન વસે વિજાપર ગામે ।।૨૫।।
જન જણસાળી લખા ધના, રહે રાણાસર ભક્ત પ્રભુના ।
હરિજન પ્રાગજી લુવાર, ભક્ત રહે સિંધપર મોઝાર ।।૨૬।।
કણબી ભક્ત દયાળજી જન, જેણે બહુ જીવ કર્યા પાવન ।
સતવારા પ્રાગજી ને જીવો, રેવો સાંકળો ને ભક્ત દેવો ।।૨૭।।
હરિજન વજીબાઇ એક, જેઠી વખત વજી વણિક ।
નંદબાઇ રળિયાતબાઇ, એહાદિ જન વિજાપર માંઇ ।।૨૮।।
હરિભક્ત દ્વિજ પીતાંબર, કહું કણબી ભક્ત સુંદર ।
કુબેર તુલસી ને રામજી, જીવણ નરસૈ શંકર સામજી ।।૨૯।।
કલ્યાણ જન રતનબાઇ, ભક્ત એક કણબી કુળમાંઇ ।
હેમચંદ રામચંદ જન, ભાવસાર એ ભક્ત પાવન ।।૩૦।।
હરિજન છે જગો સુતાર, દ્વિજ માનું વિહાર મોઝાર ।
આશારામ મોતી ભાવસાર, શા અંબારામ ભક્ત ઉદાર ।।૩૧।।
ભક્ત તારાચંદ નંદરામ, ભાવસાર માનું સાંકળી નામ ।
કણબી ભક્ત હરિભાઇ કહીએ, ક્ષત્રિભક્ત જલોભાઇ લહીએ ।।૩૨।।
ભક્ત દ્વિજ હુલાસ છે એક, ભજી હરિ તજી નહિ ટેક ।
એહઆદિ હરિજન જેહ, વસે ગામ ગેરિતામાં તેહ ।।૩૩।।
હરિજન દેવો સતવારો, ગામ ગવાડે ભક્ત એ સારો ।
દ્વિજ ધનજી ને રામબાઇ, ભક્ત પ્રભુના પામોલ્ય માંઇ ।।૩૪।।
ભક્ત વણારશી રાયચંદ, ભજે ભાવસાર એ ગોવિંદ ।
હરિજન એક લખીરામ, એહ જન આગલોડ્ય ગામ ।।૩૫।।
દ્વિજ મનછારામ હરિજન, રહે કડા ગામમાં પાવન ।
ક્ષત્રિ નારૂજી રતુજી નામ, ગાંગજી ને દ્વિજ શિવરામ ।।૩૬।।
અંબારામ સોની પ્રેમચંદ, એ બામણવે ભજે ગોવિંદ ।
કોળી ભક્ત જોયતો કુબોજી, રહે છાબલીયે હરિ ભજી ।।૩૭।।
ભક્ત ભાટ સાયબોજી જાણો, ગામ કૈપરમાં પરમાણો ।
વડનગરે વસે બહુ જન, ભક્ત પ્રભુના પરમ પાવન ।।૩૮।।
દ્વિજ ઉજમ મુગટરામ, સદાશિવ વનમાળી નામ ।
બેચરાદિ દ્વિજભક્ત ભાઇ, હરિજન જેઠી દોલીબાઇ ।।૩૯।।
ફુલા ઝુમખા આદિ અપાર, ભલા ભક્ત કહીએ ભાવસાર ।
ઉગરચંદ હેમચંદ દોય, વસે વડનગરે જન સોય ।।૪૦।।
સોનીભક્ત દયારામ ભાઇ, ખીમો ગોવિંદજી દલુભાઇ ।
એહઆદિ બીજા હરિજન, વસે શ્રીપોરે ભક્ત પાવન ।।૪૧।।
વડા ભક્ત છે વિશનગરે, શિશસાટાની ભક્તિ કરે ।
દ્વિજ સૂર્યરામ મોતિરામ, બળદેવ કૃષ્ણાધર નામ ।।૪૨।।
અમુલખ આદિ દ્વિજભાઇ, ઉદેકુંવર લક્ષ્મીબાઇ ।
શિવબાઇ ને ઉજળી એક, ભજયા હરિ તે કરી વિવેક ।।૪૩।।
શા જેચંદ પુંજો દયારામ, સોની પીતાંબર અંબારામ ।
હરિજન છે લાડકુંવરી, કણબી રામજી તુલસી હરિ ।।૪૪।।
સતસંગી શિલાટ સુંદર, જેઠારામ ને નામ બેચર ।
ત્રિભોવન ને અમરચંદ, હેમચંદાદિ ભજે ગોવિંદ ।।૪૫।।
ભક્ત વનમાળી ને ઉગરો, પાનાચંદ ને વારૂ ઝવેરો ।
એહ આદિ ભક્ત ભાવસાર, વસે વિશનગર મોઝાર ।।૪૬।।
કણબી ભક્ત મીઠો ને નાગજી, ગામ જાગીરે રહે હરિ ભજી ।
જેઠો પ્રેમજી ને હંસરાજ, કણબી ભક્ત જાણો જશરાજ ।।૪૭।।
દેવબાઇ નંદબાઇ કહીએ, ગામ આઇઠોરમાં એ લહીએ ।
કણબી ભક્ત છે ખુશાલભાઇ, ભજે હરિ રહે ઉપેરામાંઇ ।।૪૮।।
ઉંઝે કણબી ભક્ત નારાયણ, શામો વાલો પ્રભુપરાયણ ।
મોરાર મુળજી કામરાજ, કર્યું ગણેશ ખુશાલે કાજ ।।૪૯।।
દ્વિજ નાથો જેકુંવરબાઇ, એહ આદિ ભક્ત ઉંઝામાંઇ ।
શિતપુરમાં બાઇ ચતુરી, ભાવસાર છે ભાવની પુરી ।।૫૦।।
ચોપદાર ભગવાનભાઇ, રહ્યો સુખે સિતપુરમાંઇ ।
ભક્ત ભાવસાર દયાળજી, પુરૂષોત્તમને ભક્તિ રજી ।।૫૧।।
કણબી ભક્ત છે ઇચ્છો બેચર, ભજે હરિ છે પાટણે ઘર ।
ભક્ત ગોકળી હરખો સુંદર, ભજે હરિ રહે મુંજપર ।।૫૨।।
હરિભક્ત સોની ઇંદરજી, પાલણપુરે રહે કુસંગ તજી ।
કણબી ભક્ત ગોવિંદજીભાઇ, રહે તે ગઢ મંડાણામાંઇ ।।૫૩।।
કણબી ભક્ત કુબેર દવાડે, ભજયા હરિ ન પડ્યો પવાડે ।
દ્વિજ ભક્ત બેચર બળદેવ, રહે ધિણોજે ભજે વાસુદેવ ।।૫૪।।
નરસઇ ભક્ત ભાવસાર, મુળચંદ એ જન ઉદાર ।
દ્વિજ ભક્ત છે કશલીબાઇ, એહાદિ જન મેસાણામાંઇ ।।૫૫।।
કણબી ભક્ત દ્વારકો જીવણ, ભાટ ચતુરો રહે આંબાસણ ।
ખેંગારજી મોડજી ડુંગરજી, ભગવાન દયાળે બીક વરજી ।।૫૬।।
ખરા ક્ષત્રિભક્ત ભલભાઇ, વસે ગામ વિજાપરડામાંઇ ।
કણબી ભક્ત હિરો વેણીદાસ, રૂડા ભક્ત સિતાપુર વાસ ।।૫૭।।
ભાવસાર મેઘો કેશવજી, રહે કાલરીયે કુસંગ તજી ।
લવજી પ્રાગજી નાથોભાઇ, કહીએ કણબી ભક્ત નાથબાઇ ।।૫૮।।
એહ ભક્તિ પ્રભુજીની કરે, રહી ગામ તે ઉદલપરે ।
જીવણ નાઇ હરખો સતવારો, કણબી ભક્ત રાયચંદ સારો ।।૫૯।।
એહઆદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ તે ખેરવામાંઇ ।
ભક્ત પ્રભુનો પુંજો પટેલ, તેહ ગામ હેબવે વસેલ ।।૬૦।।
ભક્ત દેવચંદ ભાવસાર, વસે ગામ ખરોડા મોઝાર ।
શા હરખજી માતમ ભાટ, ગામ દેવડે તજી ઉચ્ચાટ ।।૬૧।।
ભક્ત ભૂખણ મનછારામ, તુલસી ભગો ભાવસાર નામ ।
હરિજન એક જ્ઞાનબાઇ, એહાદિ જન રહે મેઉમાંઇ ।।૬૨।।
ભગો જેતસી જીવો ચારણ, એહ ભક્ત રહે દેવરાસણ ।
કણબી ભક્ત કહીએ નરહર, ભાવસાર પુંજો ને બેચર ।।૬૩।।
સાંકળા આદિ સતસંગી સઇ, વડા ભક્ત એ રહે વસઇ ।
રામજી ગણેશ ઝુમો નાગર, બાઇ સોના ભક્ત ઉજાગર ।।૬૪।।
ભક્ત માનસિંઘ કણબી કહીએ, એહાદિ જન લાંઘણોજ લહીએ ।
દ્વિજભક્ત છે ઝુમખરામ, હરિજન ગંગા ગલાલ નામ ।।૬૫।।
જીવો વસતો ને જ્ઞાનબાઇ, કણબી ભક્ત પલિયજમાંઇ ।
કોળી ભક્ત બાલ્યકદાસ કહીએ, ક્ષત્રિ કેશોજી ગોદડજી લહીએ ।।૬૬।।
મોકોજી ને કણબી ખુશાલ, ગોવિંદ નાયક મિયાં લાલ ।
એહ આદિ બીજાં બહુ જન, વસે ગામ ખોરજયે પાવન ।।૬૭।।
કણબી ભક્ત છે ભવાનીદાસ, તજી કસળજીયે જુઠી આશ ।
ગોવિંદજી જાદવજીભાઇ, બાઇયોમાં મિઠીબાઇ છે બાઇ ।।૬૮।।
દ્વિજભક્ત મોટા નાનોભાઇ, જેની કહી ન જાય મોટાઇ ।
ક્ષત્રિભક્ત છે વખતોભાઇ, એહ ભક્ત કરજીસણમાંઇ ।।૬૯।।
ક્ષત્રિ માનોજી ઉમોજી કહીએ, કણબી ગોકુળ તુલસી લહીએ ।
પુરૂષોત્તમ રબારી રતનો, ભક્ત વડુવે જાણજયો જનો ।।૭૦।।
ભક્ત મનોહર છે બ્રાહ્મણ, કણબી કુબેર જેઠો હરિશરણ ।
રાયચંદ ક્ષત્રિ આસકરણ, એહાદિ ભક્ત રહે મોખાસણ ।।૭૧।।
ઝુલાસણ માંહિ રહે ચોધરી, કઠણ ભક્તિ પ્રભુજીની કરી ।
દ્વિજ ગુલાબચંદ સુખચંદ, વલ્લભરામ જીવરામવૃંદ ।।૭૨।।
હરિજન હરિકુંવરબાઇ, એહ જન નારદીપુર માંઇ ।
કણબી ભક્ત વેણીદાસ વળી, ભાવસંગ નરોત્તમ મળી ।।૭૩।।
જતન રળિયાત વજી જન, કર્યું કણબી કુળ પાવન ।
ક્ષત્રિ ભક્ત પ્રતાપજી નામ, ઉમેદજી અગ્રોજી અકામ ।।૭૪।।
થાનોજી બનોજી હરિજન, દલુજી અમરોજી પાવન ।
શેઠ સાકળચંદ મુળચંદ, હરિજીવન અવલનંદ ।।૭૫।।
એહ આદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ ડાંગરવામાંઇ ।
હરિજન પુરૂષોત્તમ હરખો, વાસણજી વિઠલજી નીરખો ।।૭૬।।
હીરો જેકર્ણ ને દાનસંઘ, નાથા બેચર ને હરિરંગ ।
એહાદિ ભક્ત કણબી કહીએ, રૂડા જન રાજપર લહીએ ।।૭૭।।
કણબી ભક્ત નારાયણ વસતા, ગામ રાજપરે જન છતા ।
ભગો ગણેશ કણબી વર્ણ, રૂપો સુતાર રહે નંદાસણ ।।૭૮।।
કણબી ભક્ત મોરાર જોયતો, જન નારાયણ ને વસતો ।
હરિભક્ત છે ગલાલબાઇ, એહ ગામ માથાસુલમાંઇ ।।૭૯।।
ગંગારામ ગણેશ ગોપાળ, માનો વાલો દલના દયાળ ।
કણબી ભક્ત છે ભક્તિવાલી, ભજે હરિ ગામ રહે ટુંડાલી ।।૮૦।।
કણબી ભક્ત માધવજી નામે, ભજે હરિ રહે ઇરાણે ગામે ।
કણબી ભક્ત કલો પુંજોભાઇ, ભક્ત કેવળ ને રૂપાંબાઇ ।।૮૧।।
એહાદિ ભક્ત જન દયાળ, ભજે હરિ રહે ગામ કુંડાળ ।
સોનીભક્ત દ્યાળજી મંગળ, કણબી ભાવસંગ છે અમળ ।।૮૨।।
દ્વિજ ભક્ત છે ઉમેદરામ, બાઇ એક બેનકુંવર નામ ।
ભક્ત દેવચંદ ભાવસાર, રહે ભક્ત એ કડી મોઝાર ।।૮૩।।
કણબી ભક્ત દેવકર્ણ કહીએ, સારોજન સેદરડે લહીએ ।
દ્વિજ હરિભક્ત હરિરામ, રૂડો જન જાકસણે ગામ ।।૮૪।।
ભક્ત ભાવસાર ભુલોભાઇ, અવલબા રાજપરમાંઇ ।
કણબી ભક્ત છે ગલાલબાઇ, ભજે હરિ રહે ઉભડામાંઇ ।।૮૫।।
રામજી ઘેલો કસલબાઇ, કણબી ભક્ત મનિપરમાંઇ ।
કણબી કુબેર લક્ષમીદાસ, બાઇ નાથી ભજે અવિનાશ ।।૮૬।।
દ્વિજ ભક્ત છે શંકર નામ, ભક્ત પ્રભુનો રહે ઘુમે ગામ ।
હરિજન કણબી મોરાર, સારો ભક્ત ગોકળ લુવાર ।।૮૭।।
એહાદિ જન રહે ગોધાવિયે, કહ્યા દેશમાં લેશ લાવિયે ।
કહેતાં કહેતાં થાકે વાણી મન, જેમ છે તેમ ન કહેવાય જન ।।૮૮।।
પૂર્વછાયો-
જેમ જળ અર્ણવથી, ઉપજે લહરી અપાર ।
તેમ હરિ મહા જળથી, હરિજન અપરમપાર ।।૮૯।।
અખંડ અહોનિશ ઉપજે, તેનો નવ થાય નિરધાર ।
કોણે લખ્યા કોણ લખશે, કોણ લખે છે આવાર ।।૯૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળા-નંદમુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે દંઢાવ્યદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને ઓગણીસમું પ્રકરણમ્ ।।૧૧૯।।